________________
૫૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
પણ કરેલો નથી. વળી ત્રણ પુંજની વાત પણ કરી નથી. આમ પૂલથી પ્રક્રિયા બતાવી છે. જો કે સૈદ્ધાંતિક મતે ભવચક્રમાં પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત મેળવી શકે છે માટે અંતરકરણની આવશ્યકતા નથી. કર્મગ્રંથના મતે જીવ પ્રથમ ઔપશમિક સમ્યક્ત જ પામતો હોવાથી તેના મતે અંતરકરણની પ્રક્રિયા અવશ્ય થાય છે. સિદ્ધસેનીયા ટીકામાં જણાવેલી પ્રક્રિયા વડે જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેમાં ‘નિસર્ગ-સમ્યગ્દર્શન અથવા અધિગમ-સમ્યગ્દર્શન' કોઇપણ લઈ શકાય છે. કારણકે ત્યાં છેલ્લે જણાવેલ છે કે - “ગર વોપર્ટારમારે યત્ સવિર્વ તસલિમારફતે પ્રવવનવૃધ્ધાઃ અર્થાત્ ઉક્ત રીતે ઉપદેશક વિના જે સમકિત પ્રાપ્ત થયું હોય તે નિસર્ગ-સમ્યગ્દર્શન કહેવાય. (અર્થાત્ ઉપદેશપૂર્વક પ્રાપ્ત થયું હોય તો અધિગમ-સમ્યગ્દર્શન કહેવાય.)
આમ અધિગમ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પણ પૂર્વોક્ત પ્રક્રિયા જાણવી. આ વિષયમાં સિદ્ધસેનીયા ટીકામાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ હારિભદ્રી ટીકામાં કહ્યું છે કે, “પરોપદેશ કે જે વિશિષ્ટ બાહ્ય નિમિત્તનું સૂચક છે, તેનાથી તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આમાં તથા ભવ્યત્વ આદિના પરિપાકથી બાહ્ય-નિમિત્તની પ્રધાનતા હોવાથી પ્રતિમાદિ બાહ્ય નિમિત્તને આશ્રયીને અપૂર્વકરણાદિ-કમથી તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે. તેના શબ્દો આ પ્રમાણે છે -
'तथाभव्यत्वादिभावतः बाह्यनिमित्तप्राधान्यात् अन्यदपि प्रतिमादि बाह्यं निमित्तमाश्रित्य तत्त्वार्थश्रद्धानं भवति, अपूर्वकरणादिक्रमेण ।
બીજું કે નિસર્ગ-સમ્યગ્દર્શન અને અધિગમ-સમ્યગ્દર્શન વચ્ચે રોગની ઉપશાંતિના દ્રષ્ટાંતથી તફાવત જણાવેલો છે. કોઈ જીવને સ્વતઃ જ કોઈ રીતે ધાતુની પ્રગુણતા = પુષ્ટિ, ઉપચય થવાથી (પ્રતિકારશક્તિ વધવાથી) રોગની ઉપશાંતિ થાય છે. તેના જેવું નિસર્ગ-સમ્યગ્દર્શન છે. તથા વૈદ્યના ઉપદેશથી ક્રિયાનુષ્ઠાનપૂર્વક જે રોગની ઉપશાંતિ થાય છે, તેના જેવું અધિગમ-સમ્યગ્દર્શન છે. આમ ઉક્ત તફાવત સિવાય શેષ પ્રક્રિયા બન્ને રીતે થતાં સમ્યગ્દર્શનમાં સરખી જણાય છે.
સૂ.૫, પૃ.૧૦૭, ૫.૧૯ ઉપર દ્રવ્યજીવની વિચારણામાં ‘દ્રવ્ય' શબ્દના અનેક અર્થો કહેલાં છે. તેનો વિચાર કરતાં પહેલાં દ્રવ્ય’ શબ્દની વ્યુત્પત્તિ અને તેના જે અનેક અર્થ થાય છે, તેનો સંગ્રહ કરનાર “વિશેષાવષ્યક ભાષ્ય ના શ્લોકની વિચારણા કરીએ - શ્લોક -
'दवए 'दुयए दोरवयवो विगारो "गुणाण संदावो । दव्वं भव्वं भावस्स भूअभावं च जं जोग्गं ॥ २८ ॥