________________
૫૩૫
પરિશિષ્ટ-૧ મિથ્યાત્વ રૂપે પરિણમન થાય તો જીવ એક જ મિથ્યાત્વ (અશુદ્ધ) મુંજવાળો બને છે. અને તેનો ઉદય થતાં મિથ્યાષ્ટિ થાય છે.
હવે મૂળ વાત ઉપર આવીએ, જેણે ત્રણ પુંજ કરેલાં નથી એવો જીવ ઔપથમિકસમ્યત્વને પામે છે. અને તેના કાળનું પ્રમાણ શું છે ? આ વાત આગળની ગાથામાં જણાવે છે -
खीणम्मि उड्ण्णम्मि य अणुइज्जंते य सेसमिच्छत्ते ।
अंतोमुहत्तमेत्तं उवसमसम्म लहइ जीवो ॥५३०॥ શબ્દાર્થ : આયુષ્ય સિવાયની ૭ કર્મપ્રકૃતિને ૧. યથાપ્રવૃત્તકરણ વડે એક કોડાકોડથી ન્યૂન સ્થિતિવાળી કરીને ૨. અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ કરીને ૩. અનિવર્રિકરણમાં પ્રવેશ કરે છે ત્યારે ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ભોગવીને ક્ષય કરાયે છતે અને શેષ સત્તાવર્તિ મિથ્યાત્વનો અનુદય થયે છતે જીવ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપશમ-સમ્યક્તને પ્રાપ્ત કરે
વિશેષાર્થ ટીકાથી જોઇએ. અહીં અનાદિ મિથ્યાષ્ટિવાળો કોઈ જીવ આયુષ્ય સિવાયની શેષ સાત કર્મ-પ્રકૃતિઓને (૧) યથાપ્રવૃત્તકરણ વડે ક્ષય પમાડતાં પમાડતાં દરેકની સ્થિતિને અંતઃકોડાકોડી સાગરોપમ (૧ સાગરોપમથી કંઇક ન્યૂન) જેટલાં પ્રમાણવાળી કરે છે ત્યારે જીવ ભવચક્રમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થયા હોય તેવા વિશુદ્ધ પરિણામ સ્વરૂપ (૨) અપૂર્વકરણ વડે ગ્રંથિ-ભેદ કરીને ત્રીજા (૩) અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. બૃહતુંકલ્યભાષ્યમાં કહેલું છે કે,
जा गंठी ता पढमं गठिं समइच्छओ हवइ बीयं ।
નિયઠ્ઠીર પુળ સમત્તપુર નવે [ વિશેષાવ, ગા. ૧૨૦૩] ગાથાર્થ : જ્યાં સુધી જીવ ગ્રંથિ-પ્રદેશ સુધી આવે છે ત્યાં સુધી પહેલું = યથાપ્રવૃત્તકરણ હોય છે. રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરતાં જીવને બીજું = અપૂર્વકરણ હોય છે. તથા સમ્યક્ત સામે હોય, પ્રાપ્ત થવાની તૈયારી હોય ત્યારે અનિવૃત્તિકરણ રૂપ ત્રીજું કરણ હોય છે. - આ રીતે ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામ સ્વરૂપ ત્રણ કરણો થાય છે. તેમાં આ ત્રીજા અનિવૃત્તિકરણમાં જે મિથ્યાત્વ ઉદયમાં આવેલું હોય તેનો અનુભવ કરીને-ભોગવીને જ ક્ષય થાય છે. સત્તામાં રહેલું શેષ જે મિથ્યાત્વ છે તેનો અનુદય થયે અર્થાત્ પરિણામની વિશુદ્ધિ-વિશેષથી ઉપશાંત થયે, ઉદયનો અટકાવ થયે છતે અન્તર્મુહૂર્ત કાળ સુધી મિથ્યાત્વ