________________
પરિશિષ્ટ-૧
૫૩૩
ઇશ્વર-કર્તૃત્વ સ્વીકારાય છે. આ વિષયમાં ઘણું ચિંતન-વિવેચન કરી શકાય તેમ છે, પણ અહીં વિસ્તાર-ભયથી ટૂંકાવ્યું છે. યોગબિંદુના ઉક્ત શ્લોક. ૨૯૮ની ટીકાના તાત્પર્યસૂચક શબ્દો આ પ્રમાણે છે. અન્ન યદ્યપિ સ્વર્તુળા સ્તવાવિયિાનં પ્રયઋતિ, તથાપિ स्तवनीयालम्बनत्वेन तस्यास्तत्स्वामिकत्वमिति स्तोतव्य-निमित्त एव स्तोतुः फललाभ:
રા
સૂ.૩, પૃ.૭૭, ૫.૨૫ બદ્ધ વગેરે ભેદોનું સ્વરૂપ ભગવતીસૂત્રમાં ગર્ભાધિકારમાં આ પ્રમાણે મળે છે. (૧) બદ્ધ : એટલે સામાન્યથી બંધાયેલા (કર્મો), (૨) સ્પષ્ટ અથવા પુષ્ટ : બદ્ધ કરતાં વધુ ગાઢ બંધથી પુષ્ટ થયેલાં બંધાયેલા સ્પષ્ટ કહેવાય. (૩) નિધત્ત : ઉદ્ધર્તના અને અપવર્તના રૂપ (કમ્મપયડી ગ્રંથમાં કહેલ) કરણ સિવાય શેષ કરણો જેને લાગુ ન પડી શકે એ રીતે અધિક ગાઢ રીતે બંધાયેલાં ‘નિધત્ત’ કહેવાય. (૪) નિકાચિતઃ સર્વ પ્રકારના કરણો લાગુ પડી શકે નહીં એ રીતે અત્યંત ગાઢ રીતે વ્યવસ્થાપિત બંધાયેલ કર્મો નિકાચિત કહેવાય.
=
ક્યારેક ‘સ્પષ્ટ’ ભેદથી પહેલાં પણ વિવક્ષા કરાય છે. પહેલાં સ્પષ્ટ હોય - સામાન્યથી સંબંધ માત્ર થયો હોય - પછી બદ્ધ એટલે અધિક ગાઢ બંધથી બંધાયેલ કર્મો બદ્ધ કહેવાય. ઉક્ત ભેદો ક્રમશઃ ગાઢ-ગાઢતર બંધનવાળા હોય છે.
ભાષ્યકારે ‘નિધત્ત’ ભેદનો ઉલ્લેખ કરેલો નથી. વળી ટીકામાં કહ્યું છે કે, ‘સ્પષ્ટતા એ,નિકાચનાનો ભેદ હોવાથી ભાષ્યકારે તેને અલગ કહી નથી.' વળી સૃષ્ટતાની અનંતર નિકાચના કહી છે. આથી ‘સ્પષ્ટતા’ દ્વારા ‘નિધત્ત’ બંધ અભિપ્રેત હોય એમ જણાય છે. પૂર્વોક્ત ચાર ભેદોને જ યથાયોગ્ય સોઇના ઉદાહરણથી ટીકાકારે સમજાવેલ છે, એમ જાણવું. (ભગવતીસૂત્ર-શતક-૧, ઉદ્દેશ-૭, સૂત્ર-૬૩ ટીકાના આધારે.)
સૂ.૩, પૃ.૮૮, પં.૧૫ સ યત્વ પામવાની પ્રક્રિયા ભાષ્યમાં તેમજ સિદ્ધસેનીયા ટીકામાં જે બતાવી છે તે ઔપશમિક-સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ બન્ને વચ્ચે સાધારણરૂપે બતાવી છે. અહીં બન્નેની પ્રક્રિયાના તફાવત સાથે તે પ્રક્રિયા જણાવાય છે. તથા સિદ્ધાન્ત અને કર્મગ્રંથના મતમાં જે તફાવત છે, તે પણ પ્રસંગતઃ જણાવાશે. ઔપશમિક સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવતાં વિશેષાવશ્યક ભાષ્યમાં આ પ્રમાણે ગાથા કહેલી છે.
उवसामगसेढिगयस्स होइ उवसामियं तु सम्मत्तं ।
जो वा अकयतिपुंजो अखवियमिच्छो लहइ सम्मं ॥ ५२९ ॥
ટીકાર્થ : ઉપશમ શ્રેણિને પ્રાપ્ત કરનાર જે જીવે દર્શન-સન્નકને (દર્શનમોહનીયાદિ ૭