________________
પરિશિષ્ટ-૧
બનતાં નથી.
આમ એકલાં જ્ઞાન અને એકલી ક્રિયા વિશિષ્ટ કાર્યસાધક બનતાં નથી, પણ દેશથી/ અંશથી ઉપકારક બને જ છે. કહ્યું છે કે -
संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्क्रेण रहो पयाइ ।
अंधोय पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥ १०२ ॥
૫૩૧
દૃષ્ટાંત વડે અર્થ સમજીએ. એક જંગલમાં દવ (આગ) લાગ્યો. ત્યાં વસતાં બે માણસો આંધળો અને લંગડો ગભરાયા. બચવા માટે અગ્નિ તરફ દોડતાં આંધળાને લંગડાએ રોક્યો અને કહ્યું કે, ‘એ તરફ ન દોડ એ બાજુ જ અગ્નિ છે.' આંધળો કહે, તો કઇ બાજુ જાઉં ? લંગડાએ કહ્યું,.‘તું મને તારા ખભા ઉપર બેસાડ. જેથી સર્પ, કાંટા, અગ્નિ વગેરેથી બચાવતો હું તને સુખેથી નગરમાં પહોંચાડું. પેલાએ સ્વીકાર કર્યો. અને તે પ્રમાણે કરવાથી બન્ને ક્ષેમ-કુશળ નગરમાં ચાલ્યા ગયા.
આનો ઉપનય એ છે કે, જ્ઞાન અને ક્રિયા એ બે ભેગા થાય તો જ સિદ્ધિગતિ રૂપ નગરને પ્રાપ્ત કરી શકાય છે. કારણકે વિશિષ્ટ કારણનો સંયોગ જ ઇચ્છિત કાર્યનું સાધક બને છે.
ગાથાર્થ : સંયોગની સિદ્ધિ વડે ફળની પ્રાપ્તિ થાય છે. ખરેખર એક ચક્ર વડે ક્યારેય પણ રથ ચાલતો નથી. બે ચક્રવડે જ ચાલે છે. જેમકે (વનમાં દવ લાગતાં) આંધળો અને લંગડો માણસ વનમાં ભેગા થઇને - એકબીજાનો અત્યંત મેળાપ થતાં (લંગડાના ખભે આંધળો બેસીને લંગડાએ ચીંધેલાં માર્ગે આંધળો ચાલવાથી) બન્ને ય સુખેથી નગરમાં પહોંચ્યા. (આમાં જ્ઞાન અને ક્રિયા ઉપરાંત ‘સમ્યગ્દર્શન’ = શ્રદ્ધા પણ સિદ્ધિ-ગતિનું પ્રધાન કારણ છે. પણ તેનો સમ્યજ્ઞાનમાં અંતર્ભાવ થાય છે એમ સમજવું.)
=
સૂ.૨, પૃ.૫૨, પં.૨૪ સમ્યગ્દર્શનના પ્રશમાદિ પાંચ લક્ષણો કહ્યાં છે. તેમાં (૨) સંવેગ અને (૩) નિર્વેદ એ બે લક્ષણોના અર્થનો વ્યત્યય-ઉલટાપણુ પણ ક્યાંક જણાય છે. દા. ત. સંવેગનો અર્થ સંભીતિ સંસારનો ભય કરવાને બદલે મોક્ષાભિલાષ’ કરેલો છે. યોગબિંદુની વૃત્તિમાં લોકોત્તર-વિશિષ્ટ ગુણવાળા દેવ, ગુરુ અને ધર્મનો અનુરાગ એમ અર્થ કરેલો છે. જ્યારે નિર્વેદનો અર્થ સુખવિરાગને બદલે ભવ-સંસાર પ્રત્યે કંટાળો, નફરત, નિર્ગુણતાનું દર્શન ઇત્યાદિ કરેલો છે. આ જ વાતની પુષ્ટિ કરતાં યશોવિજયીયાવૃત્તિમાં સ્પષ્ટ કહેલ છે કે, પરે તુ વ્યત્યયમાદુઃ । અન્ય શાસ્ત્રકાર ઉક્ત-વ્યાખ્યાના વ્યત્યયને કહે છે. જો કે આમાં અપેક્ષા-ભેદથી અર્થનો વ્યત્ય છે. બાકી તાત્ત્વિક રીતે કોઇ તફાવત