________________
પરિશિષ્ટ-૧ (સિદ્ધસેનીયા ટીકા અંતર્ગત કેટલાંક પદાર્થોનું વિવેચન)
સૂ.૧, પૃ. ૧૦, ૫.૧૩. રુચિ = સમ્યગ્દર્શનના સર્વ દ્રવ્ય-ભાવ વિષય બને છે. એ રીતે સમ્યગ્દર્શન એક = સમાન છે. છતાં ય નિમિત્તના ભેદથી તેના પાંચ ભેદ પડે છે. તેમાં ય (૧) ક્ષાયિક, (૨) ક્ષાયોપથમિક અને (૩) ઔપથમિક ભેદો આગળ કહેવાશે. વેદક સાસ્વાદનનું સ્વરૂપ કહેવાય છે. (૪) વેદક-સમ્યક્તઃ જેણે દર્શન-સપ્તકના પુગલોનો પ્રાય:/લગભગ ક્ષય કર્યો છે, તેવો જીવ જયારે છેલ્લા સમયે છેલ્લાં સમ્યગુદર્શનાદિ પુદ્ગલના ગ્રાસ (જથ્થો)ને વેદતો = ભોગવતો/અનુભવતો હોય ત્યારે તે વેદક-સમ્યક્ત કહેવાય. તે ક્ષપક-શ્રેણીને પામેલાં જીવને અથવા ક્ષાયિક સમ્યક્તને પામતાં જીવને જ્યારે અનંતાનુબંધી ૪ કષાયો, તથા (ત્રણ પુંજમાંથી) ૧. મિથ્યાત્વ અને ૨. મિશ્ર રૂપ પુંજનો ક્ષય કર્યા બાદ (ઉદયમાં આવેલ) ૩. સમ્યકત્વ-પુંજને પણ ભોગવીને ખલાસ (નિર્જરા) કરતો હોય ત્યારે છેલ્લાં પુગલ-સમૂહને ભોગવવાની અવસ્થાને વેદકસમકિત કહેવાય.
(૫) સાસ્વાદન-સમ્યક્ત : અંતરકરણમાં પ્રવેશ્યા બાદ જીવ અંતર્મુહૂર્ત સમય સુધી ઔપથમિક-સમ્યક્ત પામે છે. તેમાં અંતરકરણનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલો સમય શેષ હોય ત્યારે કોઈ જીવને અનંતાનુબંધી-કષાયનો ઉદય થાય છે. (હજી મિથ્યાત્વનો ઉદય થયો નથી. પણ જેના ઉદય પછી નક્કી મિથ્યાત્વનો ઉદય થવાનો છે એવા દૂત સમાન અનંતાનુબંધી કષાયનો ઉદય થયો છે.) આથી કષાયના ઉદયથી પથમિક સમ્યક્તથી પડતાં હજી જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય થયો નથી ત્યાં સુધી જીવને જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યક્તનો અનુભવ હોય છે. મધુર ખીર ખાઈને પછી તેના ઉપર વિપરીત ચિત્ત થવાથી તેનું વમનઉલ્ટી કરતાં જેમ કંઇક ક્ષણમાત્ર ખીરની મધુરતાનો રસાસ્વાદ આવે તેમ ૧ અંતર્મુહૂર્ત ઉપશમ સમ્યક્તનો અનુભવ કરીને ત્યારબાદ પૂર્વોક્ત કષાયોદય-થતાં મિથ્યાત્વની અભિમુખ થવાથી સમ્યક્ત ઉપર વિપરીત ચિત્તવાળા જીવને વચ્ચે સમ્યક્તના કંઈક આસ્વાદન રૂપ સાસ્વાદન-સમકિત હોય છે. માસ્વાન = સમ્યક્ત રૂપ રસ-આસ્વાદથી... સ૬ = સહિત, જે વર્તે તે સાસ્વાદન-સમ્યક્ત કહેવાય.
આમ જો કે અન્યત્ર પાંચ પ્રકારના સમકિત કહેલાં છે, તો પણ વેદક-સમ્યક્ત પણ સમ્યક્ત-પુજના અનુભવ(વેદન)વાળું હોવાથી ક્ષાયોપથમિક સમ્યક્તમાં અંતર્ભાવ પામી