________________
૫૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
નથી. કારણકે, જ્યાં વાસ્તવિક સંવેગ છે ત્યાં નિર્વેદ પણ જોવા મળે છે અને જ્યાં નિર્વેદ છે ત્યાં સંવેગ પણ દેખાય છે. બન્ને ય સિક્કાની બે બાજુ જેવા છે.
સૂ.૩, પૃ.૭૦, ૫.૧૭ “અનાદિ સંસારમાં એવા ભાષ્ય-વચન વડે ટીકાકારે ઇશ્વર એ જગતનો કર્તા છે એ વાતનું નિરાકરણ કરીને અનાદિ કર્મ-જનિત સંસારની સિદ્ધિ કરી. આમાં ઇશ્વર=કત્વનો નિષેધ છે, તે અન્ય-દર્શનીઓ જે રીતે ઈશ્વરને વાસ્તવિક સક્રિય કર્તા-ઘડા પ્રત્યે કુંભારની જેમ - માને છે તેનો નિષેધ કરેલો છે. પણ સાપેક્ષ રીતે તો ઈશ્વર કર્તુત્વ જૈનદર્શનને પણ માન્ય છે. આ જ વાત “યોગબિંદુ' ગ્રંથમાં (તસ્વભાવતાનું સ્થાપન કરીને) કરેલી છે. જે બે શ્લોકોમાં સાપેક્ષ રીતે ઈશ્વર કર્તૃત્વ જણાવાયું છે, તે બે શ્લોક તથા તેનો અર્થ આ સાથે આપીએ છીએ. કોઈ અપેક્ષાએ પરમતની (=ઈશ્વર કર્તુત્વની) પણ સંમતિ આપતાં ગ્રંથકાર કહે છે -
अर्थ्य व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते । अत्र माध्यस्थ्यमालम्ब्य यदि सम्यग्निस्तयते ॥२९७॥
શ્લોકાર્થઃ ઇશ્વર-અનુગ્રહ (ઇશ્વર-કર્તુત્વ) આદિ વિષયમાં તટસ્થ બનીને જો સમ્યક રીતે વિચાર કરાય તો અથ્ય = સામર્થ્યથી (- જે રીતે ઘટતો હોય તે રીતે-) પ્રાપ્ત થતાં ઇશ્વરાનુગ્રહનો સ્વીકાર કરવામાં કોઈ દોષ પણ નથી, ઉલટું યુક્તિયુક્ત અર્થનો સ્વીકાર કરવામાં ગુણ જ છે. (અર્થાત નિમિત્તકારણ રૂપ અર્થની અપેક્ષાએ “ઇશ્વર અનુગ્રહ કરે છે, ફલ આપે છે એમ માનવામાં દોષ નથી.) (ગ્લો. ર૯૭) હવે જે રીતે અર્થ - સંગત થાય છે તેવા વ્યાપાર (ઇશ્વરાનુગ્રહ) ને જણાવે છે – गुणप्रकर्षस्यो यत् सर्वैर्वन्धस्तथेष्यते ।
देवतातिशयः कश्चित्, स्तवादेः फलदस्तथा ॥२९८॥
શ્લોકાર્થઃ “જે કારણથી તમામ મુમુક્ષુઓ જ્ઞાનાદિ પ્રકૃષ્ટ સ્વરૂપ એવા જિનેશ્વર વગેરે વિશિષ્ટ દેવને વંદનીય માને છે. આથી તે પરમાત્મા જ સ્તવન, પૂજન, નમન, સ્મરણ વગેરે ક્રિયાના સ્વર્ગ-મોક્ષ વગેરે ફળના આપનારા કહેવાય છે. અહીં જો કે પોતે કરેલી ક્રિયા જ ફળ આપે છે, તો પણ સ્તવનાદિ ક્રિયાનું આલંબન (વિષય) પરમાત્મા છે. આથી તે ક્રિયા (સ્વાલંબનીયત્વ-સંબંધથી) પરમાત્માની પણ કહેવાય, અર્થાત્ પરમાત્મા પણ તે ક્રિયાના કર્તા કહેવાય. આથી સ્તોતવ્ય = સ્તુતિ વગેરેના આલંબન-વિષય સ્વરૂપ એવા પરમાત્મા-ઇશ્વરના નિમિત્તથી જ સ્તુતિ કરનારને ફળની પ્રાપ્તિ થાય છે.
આમ અપેક્ષાએ નિરુપચરિત રીતે ખરેખર ઈશ્વર એ શુભ ફળના કર્તા બનવાથી