________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
एकनयमतावलम्बिनां वस्तुस्वरूपसम्पादने सामर्थ्यार्भाव:, समग्रया तुं नयविचारणा वस्तुस्वरूपप्रतिपादनं सुकरमुपैंगत - स्याद्वादसद्भावैरिति ॥ ५ ॥ ३५ ॥
ग्रन्थाग्रमङ्कतः ४३५९
५२६
इति श्रीतत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे भाष्यानुसारिण्यां तत्त्वार्थटीकायां પ્રથમોડધ્યાયઃ ॥ ? ॥ ॥ કૃતિ પ્રથમોધ્યાયઃ ॥
=
તો યથાવદ્ જે પ્રકારે વસ્તુ હોય તે પ્રકારે (તે વસ્તુ સાથે) તેના બોધનો સંવાદ દુઃખેથી મુશ્કેલીથી પ્રાપ્ત થાય.
ચંદ્રપ્રભા : અર્થાત્ વસ્તુને જ્યારે સર્વ નયોથી ન વિચારાય - એક જ નયથી વિચારાય ત્યારે વસ્તુની સાથે આવી પડતી બોધની વિસંવાદિતાને = વિરોધાદિ દોષને કારણે તે વસ્તુ સાથે બોધનો સંવાદ = યથાર્થપણુ પ્રાપ્ત થવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સારાંશ કે સર્વનયોથી વસ્તુનો વિચા૨ કરાય ત્યારે જ વસ્તુને યથાર્થરૂપે જાણી શકાતી હોવાથી વસ્તુ સાથે તેના બોધનો સંવાદ સાધી શકાય છે.
* યથાર્થ તત્ત્વ-બોધ માટે સ્યાદ્વાદ (અનેકાંતવાદ)ની અનિવાર્યતા *
પ્રેમપ્રભા : આ જ વાત જણાવતાં ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવર કહે છે- કારણ કે, કોઈ એક જ (સામાન્યગ્રાહી કે વિશેષગ્રાહી વગેરે) નયના મતનું અવલંબન - સ્વીકાર કરનારાઓને તો જીવાદિ વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું સંપાદન-પ્રતિપાદન કરવાનું સામર્થ્ય હોતું નથી. કિંતુ, સમગ્રપણે = સમસ્તરૂપે સર્વ નયોની વિચારણા કરવા વડે વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવું સુકર છે = સરળ છે સહેલાઈથી કરી શકાય છે કારણ કે આ પ્રમાણે સર્વ નયોની વિચારણાપૂર્વક વસ્તુનું પ્રતિપાદન કરનારા સજ્જનો સ્યાદ્વાદ (અનેકાંતવાદ) રૂપ સિદ્ધાંતના સદ્ભાવને (સ્યાદ્વાદના રહસ્યને) જાણનારા, હૃદયથી સ્વીકારનારા હોય છે. (અર્થાત્ સ્યાદ્વાદરૂપી સિદ્ધાંતની સંથાર્થતા, સર્વોપરિતા, જિનશાસનમયતા અને અનિવાર્યતાનો સ્વીકાર કરનારા હોવાથી, તેનાથી સારી રીતે વાકેફ હોવાથી જ તે મહાપુરુષો વડે સર્વનયોની વિચારણા કરવા વડે વસ્તુના યથાર્થ સ્વરૂપનું સરળતાથી કથન કરવું શક્ય બને છે, બીજી રીતે નહીં, એમ ઉક્ત સર્વ વસ્તુનો સા૨ (ઐદમ્યર્ય) છે. (૧-૩૫)
૨. પૂ. । ભાવાત્॰ મુ. | ૨. પવિg । ના. મુ. | રૂ. પૂ. | મવાત॰ મુ. |