________________
५२४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
इति लक्ष्यते, एवं सर्वेष्वायोजनीयम् । एवं क्वचिद् विरुद्धा इव । अथ च सम्यगालोच्यमानाः विशुद्धाः, सामान्यादीनां धर्माणां सर्वेषां तत्र वस्तुनि भावात् । अथैवमेव किं' लौकिकानामपि वैशेषिकादीनां वस्तुविचारणायां सम्पतन्ति उत नेति ? उच्यते न सम्पतन्ति, यदि सम्पतेयुर्जैनशासनवत् तान्यपि निरवद्यानि मतानि स्युः, न च तत् तथा, एतदाहलौकिकविषयातीताः लौकिकानां - वैशेषिकादीनां विषयाः शास्त्राणि तानि अतीता अतिक्रान्ता:, न सन्ति तेष्वित्यर्थः । अथ यथा ते वैशेषिकादयो नालोचयन्त्येभिर्वस्तु तथाऽत्रापि किमाँ श्रीयते उत नेति ? उच्यते न तथाऽनालोचनीयं वस्तु, किन्त्वालोचनीयमेवेति, तदाहએમ જણાય છે. આ પ્રમાણે સર્વ નયવાદોને વિષે એક જ વસ્તુમાં પૂર્વાપર વિરોધની વિચારણા કરવી. આ પ્રમાણે ભાષ્યમાં કહેલ કે, ‘નયવાદો એ ક્વચિત્ = કોઈ વિષયમાં વિરોધી હોય એમ લાગે છે' આવા કારિકાના અંશની વ્યાખ્યા પૂરી થઈ.
–
અથ = વિશુદ્ધા:। (ભલે વિરુદ્ધ જેવા લાગતાં હોય તો પણ) આ નૈગમ આદિ નયોનો સમ્યગ્ રીતે યથાર્થ વિચાર કરવામાં આવે તો હકીકતમાં તે એકદમ શુદ્ધ (વિશુદ્ધ) છે. અર્થાત્ પૂર્વાપર વિરોધ વગેરે કોઈપણ દોષથી રહિત છે. કારણ કે સામાન્ય વગેરે ધર્મો તે તે વસ્તુમાં રહેલાં જ છે.
=
ચંદ્રપ્રભા : આથી વસ્તુમાં નહીં રહેલ અસત્ = અવિદ્યમાન ધર્મના સ્વીકાર રૂપ વિરોધ આદિ કોઈ દોષ આવતો નથી. દરેક વસ્તુ સ્વતઃ જ સામાન્ય-વિશેષ રૂપ ધર્માત્મક છે. તે તે ધર્મો તેમાં રહેલાં જ છે. ફક્ત તફાવત એટલો કે કોઈ નય વસ્તુના સામાન્ય-ધર્મ રૂપ અંશનો મુખ્યરૂપે આશ્રય કરે છે તો બીજો નય વસ્તુના વિશેષ-ધર્મ રૂપ અંશનો મુખ્ય રૂપે સ્વીકાર કરે છે. વળી નયો અનેક ધર્માત્મક વસ્તુના એક અંશનું જ ગ્રહણ કરનારા છે પણ સર્વ અંશોનું ગ્રહણ કરનારા નથી એવું નયના સ્વરૂપમાં બતાવેલું જ છે. આથી વસ્તુના જુદા જુદા અંશનો સ્વીકાર કરવા છતાંય વસ્તુના સદ્ભૂત અંશનો જ સ્વીકાર કરનારા હોવાથી આ નયવાદો અર્થાત્ નૈગમ આદિ નયના અભિપ્રાયો અત્યંત શદ્ધ છે. પરસ્પર વિરોધ આદિ દોષથી રહિત છે.
* અન્ય દર્શનમાં નચવાદ નથી *
શંકા : શું આ પ્રમાણે જ પૂર્વોક્ત નયવાદો એ વૈશષિક વગેરે લૌકિક દર્શનોના મતે પણ વસ્તુની વિચારણા કરવામાં લાગુ પડે છે ? કે લાગુ પડતાં નથી ?
સમાધાન : ના, વૈશિષક આદિ લૌકિક દર્શનોના મતે વસ્તુની વિચારણા કરવામાં ૬. પાવિવુ । અથવા॰ મુ. | ર્. પતિપુ | ના, મુ. | રૂ. પારિપુ | નૈવ મુ. । ૪. સર્વપ્રતિષુ । માત્ર મુ. । . ૩. પૂ. । તથા નાતો॰ મુ. |