________________
५२२
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
न श्रयते, अ (य)तः श्रुतस्य ग्रन्थारूषितस्य उपग्रहत्वात् उपकारकत्वाद् उक्तेन विधिना, 'अतश्च श्रुतादनन्या मतिरतोऽनन्यत्वान्नाश्रयते । शब्दस्तु श्रुतज्ञानकेवलज्ञाने श्रयते, नान्यत्, किं कारणम् ? श्रुताङ्गत्वात् श्रुतस्य प्रतिविशिष्टबलाधानहेतुत्वादुक्तेन विधिना ॥३॥ भा० मिथ्यादृष्ट्यज्ञाने, न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति । ज्ञस्वाभाव्याज्जीवो, मिथ्यादृष्टिर्न चाप्यस्ति ॥ ४ ॥
टी० शब्द एव नय: मिथ्यादृष्ट्यज्ञाने, मिथ्यादृष्टिं अज्ञानं च अपरिच्छेदात्मकं न श्रयते, किं कारणम् ? यतो नास्य कश्चिदज्ञोऽस्ति नास्त्यस्य कश्चिदज्ञः शब्दस्य मतेन कश्चित् प्राणी । किं कारणमिति चेत् ? उच्यते- ज्ञस्वाभाव्यात् सर्वप्राणिनां ज्ञातृस्वरूपात्वाज्जीवो
એ બેને છોડીને શ્રુતજ્ઞાન વગેરે છ જ્ઞાનનો સ્વીકાર કરે છે પણ સવિપર્યય એટલે કે મતિઅજ્ઞાન સહિત એવા મતિજ્ઞાનનો સ્વીકાર કરતો નથી. જે કારણથી ગ્રંથ-પ્રધાન = ગ્રંથને (શબ્દને) અનુસરનાર એવું શ્રુતજ્ઞાન પૂર્વોક્ત રીતે (મતિજ્ઞાનાદિ બે જ્ઞાનને, ઉપકારક છે. આથી શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનથી ક્રમશઃ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ અનન્ય-અભિન્ન છે. આમ અનન્ય એટલે કે એક જ માનવાથી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનનો ઋજુસૂત્રનય આશ્રય કરતો નથી.
શબ્દનય એ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે જ્ઞાનનો જ સ્વીકાર કરે છે.
પ્રશ્ન : આનુ શું કારણ છે ? જવાબ ઃ કારણ કે બાકીના મતિજ્ઞાન આદિ છએ જ્ઞાનો પૂર્વોક્ત રીતે શ્રુતજ્ઞાનમાં જ વિશિષ્ટ બળનું આધાન કરવાના હેતુભૂત છે. અર્થાત્ તિ વગેરે શાનો મૂક હવોથી તેઓ વડે જાણેલ અર્થ શ્રુતજ્ઞાન વડે જ પ્રગટ કરાય છે- આથી શ્રુતજ્ઞાન જ પ્રધાન છે. આથી શબ્દનય શ્રુતજ્ઞાન અને (સર્વ ભાવોને જાણનારું હોયને પ્રધાન હોવાથી) કેવળજ્ઞાન એ બે જ્ઞાનને જ માને છે. (૩)
(૪) તથા (શબ્દનય) જીવને મિથ્યાર્દષ્ટિ અને અજ્ઞાની તરીકે માનતો નથી. (કારણ કે) જ્ઞ-સ્વભાવવાળો હોવાથી આ (શબ્દ) નયની અપેક્ષાએ કોઈ જીવ ‘અજ્ઞ' નથી અને મિથ્યાર્દષ્ટિ પણ નથી. (૪)
કારિકા (૪) વળી આ શબ્દનય જ કોઈપણ જીવને મિથ્યાર્દષ્ટિ અને અજ્ઞાન = બોધનો અભાવ આ બેનો સ્વીકાર કરતો નથી. પ્રશ્ન : શા કારણથી ? જવાબ : કારણ કે આ શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞ = અજ્ઞાની નથી. પ્રશ્ન ઃ તેનું શું કારણ છે ?
o. પૂ. । તત॰ મુ. | ૨. પાવિષુ | પૃષ્ટ મુ. ।