________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५१५ ___टी० नैगमादिनयास्त्रयः नैगमसङ्ग्रहव्यवहाराः सर्वाणि निरवशेषाणि, कियन्तीति चेदुच्यते-अष्टौ, मतिज्ञानं, मत्यज्ञानं, श्रुतज्ञानं, श्रुताज्ञानं, अवधिज्ञानं, विभङ्गज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमष्टमम् । एतानि अष्टावपि यतोऽर्थं परिच्छिन्दन्ति, अतोऽभ्युपगच्छन्ति अष्टावपि। ऋजुसूत्रः पुनः षडेषां मध्ये श्रयते, मतिज्ञानमत्यज्ञानवर्जानि षट्, मति मत्यज्ञानं च નાગ્રુતિ | ___ अत्राह-अथ कस्मात् मतिं सविपर्ययामिति मत्यज्ञानसहितामित्यर्थः न श्रयते नेच्छतीति ? । अत्रोच्यते-यस्मान्मतिमत्यज्ञाने श्रुतज्ञानस्य सविपर्ययस्येति श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरुतः । कथमिति चेद्, उच्यते-यदेतदिन्द्रियजं चक्षुरादिभ्य उपजातं तद् हि अवग्रहणमात्रेण प्रवर्तमानं न वस्तुनो निश्चयं कर्तुमलम्, यदा श्रुतज्ञानेनासावालोचितोऽर्थो भवति तदा यथावन्निश्चीयते इति, तस्मात् तदेवाभ्युपगन्तव्यं श्रुतज्ञानं, किं मतिज्ञानेन ? इत्येवं श्रुतस्योपग्रहकरत्वात् न मतिज्ञानं सविपर्ययमाश्रीयते । शब्दनयस्तु भावार्थावलम्बी
પ્રેમપ્રભા : અહીં બીજો વ્યક્તિ પૂછે છે. પ્રશ્ન : ઋજુસૂત્રનય મતિઅજ્ઞાન સહિત મતિજ્ઞાનનો સ્વીકાર શાથી કરતો નથી ?
જવાબ : જે કારણથી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બે ક્રમશઃ શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ઉપર ઉપકાર કરે છે, સહાયક બને છે, આથી ઋજુસૂત્ર નય તેનો સ્વીકાર કરતો નથી. (હા.ભ. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનનું કાર્ય છે આથી શ્રુતજ્ઞાન જ સ્વીકારાય છે, મતિજ્ઞાન નહીં. આમ આ નયના મતે ફળની કાર્યની પ્રધાનતા/મુખ્યતા છે, આથી કાર્યરૂપ શ્રુતજ્ઞાનને માને છે એમ કહેવાનું તાત્પર્ય છે.)
પ્રશ્ન : મતિજ્ઞાન આદિ શી રીતે શ્રુતજ્ઞાન આદિ ઉપર ઉપકાર કરે છે?
જવાબઃ ઋજુસૂત્રનયનો અભિપ્રાય આ પ્રમાણે છે – જે આ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અર્થાત્ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે ઉત્પન્ન થયેલું મતિજ્ઞાન/મતિઅજ્ઞાન છે તે ફક્ત અવગ્રહ રૂપે પ્રવર્તતું હોય ત્યારે વસ્તુનો/વિષયનો નિશ્ચય કરવાને સમર્થ બનતું નથી. જ્યારે શ્રુતજ્ઞાન વડે તે અર્થ આલોચિત થાય અર્થાત્ વિચારાય ત્યારે તે અર્થનો યથાર્થરૂપે નિશ્ચય કરાય છે. આથી તે શ્રુતજ્ઞાનનો જ સ્વીકાર કરવા યોગ્ય છે, મતિજ્ઞાન વડે સર્યું, તેના સ્વીકારની કોઈ આવશ્યકતા નથી. આ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં ઉપકારક-સહાયક બનવાથી (મતિજ્ઞાન કારણ રૂપ હોવાથી શ્રુતજ્ઞાન પ્રધાન હોયને) આ ઋજુસૂત્રનય વડે મતિઅજ્ઞાન