________________
५१८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ ? मिथ्यादृष्टिः अयथार्थपरिच्छेदी, सर्वे प्राणिनः स्वस्मिन् विषये परिच्छेदकत्वेन प्रवर्तमानाः स्पर्शं स्पर्श इत्येवं परिच्छिन्दन्ति रसं च रस इत्यादि, अज्ञो वा अज्ञानी वा, न कस्यचित् प्राणिनो ज्ञानमविद्यमानं अस्य नयस्य मतेन । यतोऽभिहितम्- “सव्वजीवाणं पि य णं अक्खरस्स अणंतभागो निच्चुग्घाडितओ" [नन्दी० सू० ४२] अतः सर्वे सम्यग्दृष्टयः सर्वे च ज्ञानिनः, अतो विपर्ययो नास्ति मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानरूप इति, अतः अभावादेव विपर्ययान् मत्यज्ञानादीन् नाश्रयते यतश्च छद्मस्थज्ञानानि सर्वाण्येव श्रुतेऽन्तर्भवन्ति, अतो કરતું નથી. કારણ કે સર્વજીવોનું ચેતના-જ્ઞ-સ્વાભાવ્ય અર્થાત્ ચેતના-સ્વભાવ અને જ્ઞાતા રૂપ સ્વભાવ હોવાથી મતિ-અજ્ઞાન આદિને સ્વીકારતો નથી. એમ સમસ્ત અર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે - ચેતના એટલે જીવત-જીવપણું. અને તે પરિચ્છેદકત્વસામાન્યરૂપ છે. એટલે કે ચેતન = એટલે જીવત્વ એટલે સામાન્યથી પરિચ્છેદકપણું = બોધકપણું. ચેતના-શબ્દથી દર્શન-માત્રરૂપ સામાન્ય-બોધનું ગ્રહણ કરાય છે. જણાય છે. તથા જ્ઞ શબ્દથી વિશેષ (ધર્મ)નો બોધનું (બોધકપણુ) ગ્રહણ કરાય છે. આ બેનું અર્થાત્ “ચેતના” અને “જ્ઞ'નું સ્વાભાવ્ય = એટલે તેવા રૂપે થવું તે ચેતના – જ્ઞ-સ્વભાવ્ય કહેવાય. અર્થાત્ ચેતનારૂપ સ્વભાવ અને જ્ઞ-રૂપ સ્વભાવ. આમ પૃથ્વીકાય આદિ સર્વ જીવોનો ચેતના-સ્વભાવ અને જ્ઞ-સ્વભાવ હોવાથી આ શબ્દનયના મતે પૃથ્વીકાયાદિ સર્વ જીવોમાં કોઈપણ જીવ મિથ્યાદષ્ટિ એટલે કે વસ્તુનો અયથાર્થપણે બોધ કરનારો નથી. સર્વ પ્રાણીઓ પોતપોતાના વિષયમાં બોધ કરવાની જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે સ્પર્શને “સ્પર્શ' રૂપે અને રસને “રસ' તરીકે ઇત્યાદિ રૂપે યથાર્થ રૂપે જાણે છે. વળી શબ્દનયના મતે કોઈ જીવ અજ્ઞ = અજ્ઞાની પણ નથી. અર્થાત્ આ નયના મતે કોઈ જીવને જ્ઞાન ન હોય એવું નથી. કિંતુ, બધા જ જ્ઞાનવાળા છે. કેમ કે આગમમાં પણ કહેવું છે કે, “વ્યનીવાઇi fપ ય vi
વરસ મiતમા નિષ્ણુધડતો” નિંદીસૂત્ર સૂ. ૪૨] અર્થ : તમામ જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હંમેશા ઉઘાડુ હોય છે. (જો તે પણ આવરાય જાય તો જીવ અજીવપણુ પામી જાય એવો પ્રસંગ આવે જે તદ્દન અનુચિત છે.) આથી સર્વ જીવો સમ્યગુદૃષ્ટિવાળા છે અને સર્વજીવો જ્ઞાની પણ છે. આથી આ નયના મતે ૧. મતિ-અજ્ઞાન ૨. શ્રુત-અજ્ઞાન અને ૩. વિર્ભાગજ્ઞાન રૂપ વિપર્યય એટલે કે અજ્ઞાનતા હોતી નથી. આમ ઉક્ત ત્રણ પ્રકારના અજ્ઞાનનો અભાવ હોવાથી જ તે મતિઅજ્ઞાન વગેરે રૂપ વિપરીત જ્ઞાનનો આશ્રય (સ્વીકાર) કરતો નથી.
૨. પૂ. | સ્વસ્મિન સ્વર્મિન, મુ. ૨. પૂ. યથાપિ
મુ. | રૂ. પાપુિ ! તો
મા. મુ. |