________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५१९
यत् 'प्रत्यक्षमन्यत्' ( सू० १ - १२ ) इत्यस्मिन् सूत्रे प्रतिज्ञातं- 'नयवादान्तरेण तु यथा मतिश्रुतविकल्पजानि भवन्ति तथा परस्ताद् वक्ष्याम' इति तदुपपन्नम्, अस्मिश्चोपपन्ने सर्वप्राणिनां सम्यग्दृष्टित्वात् ज्ञानित्वाच्च सर्वज्ञानानां प्रामाण्यम्, तदाह-अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपिप्रामाण्यमभ्यनुज्ञायत भवति । उक्तं चैषां प्राक् स्वरूपं प्रत्यक्षादीनां, प्रमाणनयविचारमनन्तरं सकलं चाध्यायार्थमुपसंहरन् कारिका: पपाठ
भा० आह च
-
विज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च ।
विन्यस्य परिक्षेपात्, नयैः परीक्ष्याणि तत्त्वानि ॥ १ ॥ - आर्या
* શબ્દનયથી અનુમાનાદિ છ પ્રમાણોનો મતિ-શ્રુત જ્ઞાનમાં અંતર્ભાવ
આમ જે કારણથી સર્વ છદ્મસ્થપણાના = કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાંના જ્ઞાનો (અર્થાત્ પ્રથમ ચાર જ્ઞાનો) એ એક શ્રુતજ્ઞાનમાં જ સમાવેશ પામે છે, આ કારણથી પૂર્વે ‘પ્રત્યક્ષમન્યત્’ (૧-૧૨) એ સૂત્રના ભાષ્યમાં જે પ્રતિજ્ઞા કરેલી અર્થાત્ આગળ પર કહેવાને સ્વીકારેલું કે, “આ અનુમાન આદિ છ પ્રમાણો એ જે રીતે મતિ-શ્રુત જ્ઞાનના વિકલ્પોથી/ભેદોથી થાય છે, તે રીતે અમે આગળ કહીશું.” એ વાત અહીં ઘટે છે, સંગત થાય છે. અને આ રીતે અનુમાન વગેરે મતિ-શ્રુતજ્ઞાનના વિકલ્પોથી થાય છે એ વાતની સંગતિ-સિદ્ધિ થયે છતે આ શબ્દનયના મતે સર્વ પ્રાણીઓ સમ્યગ્દષ્ટિવાળા હોવાથી તેમજ જ્ઞાની હોવાથી (તે પ્રાણીઓના) સર્વ જ્ઞાનોનું પ્રામાણ્ય નક્કી થાય છે અર્થાત્ તે સર્વજ્ઞાનો પ્રમાણ હોવાનું સિદ્ધ થાય છે. આ જ વાતને ભાષ્યમાં કહે છે - આથી જ આ નયના મતે સર્વજીવો સમ્યગ્દષ્ટિવાળા અને જ્ઞાની હોવાથી જ ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન અને ૪. આપ્તવચન (આગમ/શબ્દ) વગેરેનો પણ પ્રમાણ તરીકે સ્વીકાર કરેલો છે. આ પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું સ્વરૂપ પૂર્વે કહેલું જ છે.
હવે અનંત-હમણા કહેલ પ્રમાણ અને નયનો વિચાર કરતાં તથા સમસ્ત અધ્યાયના અર્થનો ઉપસંહાર અર્થાત્ પૂર્ણાહુતિ કરતાં ભાષ્યકારે નિમ્નોક્ત કારિકાઓનો પાઠ કરેલો
છે.
ભાષ્ય : ગ્રહ = - કહેલું છે કે (વિજ્ઞાર્યાર્થપવાનિ ઇત્યાદિ)કારિકાર્થ : (૧) એક અર્થવાળા (પર્યાય) પદોને અને અર્થ-પદોને (નિરુક્તપદોને) જાણીને, વિધાનને (નામાદિને) ૬. પૂ. | નુ મુ. |