________________
५१४
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ ज्ञेयस्वतत्त्वग्राहकाणां सविपर्ययाणामिति सह विपर्ययेण अज्ञानस्वभावेन यानि वर्तन्ते तेषां सविपर्ययाणां कानि मत्यादीनि को नयो नैगमादिः श्रयते अभ्युपगच्छति ? । अत्रोच्यते
भा० नैगमादिर्नयास्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते, ऋजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् । अत्राह - अथ कस्मात् मतिं सविपर्ययां न श्रयत इति ? । अत्रोच्यते-श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात्, शब्दनयस्तु द्वे एव श्रुतज्ञानकेवलज्ञाने श्रयते ।। પ્રમાણ’ના વિચારનું અનંતરપણું સૂચવે છે. હવે મતિ આદિ પાંચ જ્ઞાનો કે જેઓ (જીવાદિ) શેય-વસ્તુના સ્વરૂપના ગ્રાહક = ગ્રહણ (બોધ) કરનારા છે. તથા વિપર્યય = ઉલટાપણું અર્થાત્ અજ્ઞાન સ્વભાવરૂપ વિપર્યયથી સહિત જેઓ વર્તે છે તે સવિપર્યય એવા મતિ-અજ્ઞાન આદિ (ત્રણ) છે તે વિપર્યયથી સહિત એવા પાંચ મતિ આદિ (પાંચ જ્ઞાન + ૩ અજ્ઞાન એમ કુલ આઠ) જ્ઞાનો પૈકી નૈગમ આદિ કયો નય કયા જ્ઞાનોનો સ્વીકાર કરે છે ?
૧. નૈગમ ૨. સંગ્રહ અને ૩. વ્યવહાર એ ત્રણ નયો સર્વ નયોનો આશ્રય કરે છે. પ્રશ્ન : સર્વ એટલે કેટલાં? જવાબ : સર્વ એટલે આઠેય - ૧. મતિજ્ઞાન ૨. મતિઅજ્ઞાન ૩. શ્રુતજ્ઞાન. ૪. શ્રુતજ્ઞાન ૫. અવધિજ્ઞાન. ૬. વિર્ભાગજ્ઞાન ૭. મન:પર્યાયજ્ઞાન અને ૮. કેવળજ્ઞાન રૂપ આઠ પ્રમાણોનો આશ્રયસ્વીકાર કરે છે. કારણ કે, આ આઠેય પ્રમાણો અર્થનો પરિચ્છેદ = બોધ કરે છે. આથી નૈગમ આદિ ત્રણ નયો (સામાન્યથી-ધૂળથી વિચારણા કરનારા હોવાથી) પૂર્વોક્ત આઠેય (૫ જ્ઞાન + ૩ અજ્ઞાન)નો સ્વીકાર કરે છે.
* હજુસૂત્ર અને શબ્દનયનું ૮ જ્ઞાન વિષે મન્તવ્ય * ઋજુસૂત્ર-નય એ આ ૮ પૈકી મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન એ બેને છોડીને શેષ છે પ્રમાણોને માને છે. મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનનો સ્વીકાર કરતો નથી.
ભાષ્ય : અહીં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : ઋજુસૂત્ર-નય એ વિપર્યય (=મતિ અજ્ઞાન) સહિત મતિજ્ઞાનનો આશ્રય શાથી કરતો નથી? આ વિષયમાં (ઉત્તર) કહેવાય છે. ઉત્તર : વિપર્યય (શ્રુતઅજ્ઞાન) સહિત શ્રુતજ્ઞાનને ઉપકારક બનવાથી (મતિઅજ્ઞાન અને મતિજ્ઞાનને) સ્વીકારતો નથી.
શબ્દનય તો ૧. શ્રુતજ્ઞાન અને ૨. કેવળજ્ઞાન એ બેનો જ આશ્રય કરે છે.
. . પૂ. | તQતથા મુ. ૨. ટાનુo | THI:૦ મુ. |