________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५१३ एवं सर्वभावेष्वित्यादिना । सर्वभावेषु सर्वार्थेषु धर्मास्तिकायादिषु नयवादानुगम इति नयवादेनानुगमः अनुसरणं-निभालनं कार्यं तत्त्वान्वेषिणा पुंसा । एवं तावत् प्रमेयें नयानां विचारः कृतः । सम्प्रति प्रमेयपरिच्छेदकेषु प्रमाणेषु को नयः कथं प्रवर्तते इत्यस्मिन्नवसरे पर आह
भा० अत्राह-अथ पञ्चानां सविपर्ययाणां कानि को नयः श्रयत इति ? अत्रोच्यते -
टी० अथ पञ्चेत्यादि । अथेत्येतस्माद् विचारादनन्तरं पञ्चानां मत्यादीनां ज्ञानानां દહેશતથી એક ઠેકાણે (નીવ આદિ શબ્દમાં) સર્વ વિકલ્પો બતાવેલાં હોવાથી અન્ય ઠેકાણે = અન્ય પદાર્થોને વિષે પણ અધ્યેતા સુખેથી તે વિકલ્પોને જાણી શકશે, એવા આશયથી તે દર્શાવેલ વિકલ્પોનો અન્યત્ર પણ અતિદેશ કરતાં અર્થાત્ “બીજે પણ આમ કહેવું એવી ભલામણ કરતાં ભાગકાર કહે છે કે, આ પ્રમાણે સર્વપદાર્થોને વિષે નયવાદનો (નયોની વિચારણાનો) અનુગમ = કરવો. અર્થાત્ નવ વગેરે શબ્દનો ઉચ્ચાર કરાતાં જે રીતે વિકલ્પો કરીને વિચારણા નયો વડે કરી, તે પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે સર્વ પદાર્થોના વિષયમાં નયવાદનો અનુગમ કરવો. તત્ત્વના અન્વેષી = ઇચ્છાવાળા = શોધક પુરુષો વડે તે તે પદાર્થો વિષે ઉહાપોહ કરવા વડે નયો વડે વિચારણા કરવા યોગ્ય છે.
આ રીતે પ્રમેયના = નિશ્ચય કરવા યોગ્ય વસ્તુના વિષયમાં નયોનો વિચાર કર્યો. હવે પ્રમેય વસ્તુનો પરિચ્છેદક = બોધ કરાવનાર એવા પ્રમાણોના (મતિજ્ઞાન વગેરેના) વિષયમાં કયો નય કઈ રીતે પ્રવર્તે છે? વિચાર કરે છે? આવો પ્રશ્ન આ અવસરે બીજા વ્યક્તિ કરે છે.
* મતિજ્ઞાનાદિ ૮ જ્ઞાનોની નો વડે વિચારણા ભાષ્ય : અહીં બીજો વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : વિપર્યય-સહિત એવા પાંચ (મતિ આદિ) જ્ઞાનોમાં કયો નય કયા જ્ઞાનોનો આશ્રય કરે છે?
આ વિષયમાં (જવાબ) કહેવાય છે. જવાબ : નિગમ વગેરે ત્રણ નયો સર્વ આડે ય મતિજ્ઞાન આદિ પ્રમાણોનો આશ્રય કરે છે. ઋજુસૂત્રનય એ મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન એ બેને છોડીને છ જ્ઞાનોનો (પ્રમાણ તરીકે) સ્વીકાર કરે છે.
પ્રેમપ્રભા : ૩ણ શબ્દ પૂર્વોક્ત જીવાદિ પ્રમેય વસ્તુના વિચાર પછી હવે કહેવાતાં ૨. સર્વપ્રતિષ ા નં. 5. I ૨. પૂ. I વેળ૦ મુ. ૩. ટિક્કાનું | સમગ્ર મુ. I