________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५११ एतान् विकल्पान् । यदा च जीवशब्दस्य एकोऽर्थो वाच्यो भवति तदैकत्वादेकवचनम्, यदापि च सामान्यं वाच्यं तदापि चैकत्वात् एकवचनप्राप्तौ सत्यां बहुवचनमन्विच्छन्ति नैगमादयः । कथमिति चेत् ? उच्यते-जात्यपेक्षं, जातिः सामान्यरूपा तामपेक्षते यत् तज्जात्यपेक्षं बहुवचनम्, एकस्मिन्नपि पदार्थेऽभिधेये "जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्" (पा०सू०१-२-५८) इत्येनेन लक्षणेन । यदा पुनर्बहव एव अभिधेया जीवशब्दस्य प्राणिनस्तदा नैव बहुवचनं "जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्" उत्पादयन्ति, किन्तु लक्षणान्तरेण, तल्लक्षणं दर्शयति- "बहुषु चैव વિકલ્પોનો આશ્રય કરે છે. (અર્થાતુ કુલ (જીવાદિ) ૪ ૪ ૩ = ૧૨ વિકલ્પો થાય.) એકવચન પ્રયોગ આ રીતે થાય - જ્યારે “જીવ' શબ્દ વડે એક અર્થ (જીવ) વાચ્ય હોય ત્યારે અર્થની એકત્વ-સંખ્યા હોવાથી ગીવ એમ એકવચનનો પ્રયોગ થાય છે. ઉપરાંત જ્યારે પણ “સામાન્ય રૂપ અર્થ વાચ્ય હોય ત્યારે પણ તે સામાન્ય એક જ હોવાથી એકવચનના પ્રયોગની પ્રાપ્તિ હોતે છતે નૈગમ આદિ નયો બહુવચનને ઇચ્છે છે.
* સામાન્ય=જાતિ એક છતાં બહુવચનનો પ્રયોગ શાથી? જ પ્રશ્ન : સામાન્ય એ અનેક વસ્તુમાં રહેલ સમાન ધર્મ – જાતિ રૂપ છે. આથી તે એક જ છે છતાંય નૈગમ આદિ નયો તેમાં બહુવચન શાથી ઇચ્છે છે?
જવાબ : જાતિની અપેક્ષાએ ત્યારે નૈગમ આદિ નયો બહુવચનને ઇચ્છે છે. અર્થાત અનેક વ્યક્તિમાં રહેલ સામાન્ય (સમાનભાવ) એ એક જાતિ જ છે અને તેની (જાતિની) અપેક્ષાએ બહુવચન થાય છે.
(કહેવાનો ભાવ એ છે કે આમ જોઈએ તો અનેક વ્યક્તિમાં આશ્રિત હોય છતાં એક હોય તેને “જાતિ' કહેવાય. હવે આ જાતિ ભલે અનેક વ્યક્તિમાં આશ્રિત હોય છતાં એક જ રૂપ હોવાથી તેને જણાવવા એકવચનનો જ પ્રયોગ થવો જોઈએ. છતાં પણ વ્યાકરણના વિશેષ-સૂત્રથી બહુવચનની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે) એક જ “જાતિ રૂપ પદાર્થ અભિધેય = વાચ્ય હોય ત્યારે પણ નાત્યાધ્યાયામેસ્મિન વધુવનમચતરામ [પા. વ્યા. સૂ.૧-૨-૫૮] એ વ્યાકરણ સૂત્રથી (લક્ષણથી) બહુવચન થાય છે.
વળી જ્યારે નીવ એવા શબ્દ વડે ઘણા જ પ્રાણીઓ એ અભિધેય = વાચ્ય = કહેવા યોગ્ય હોય ત્યારે નાત્યાધ્યાયામ એ (પૂર્વોક્ત) સૂત્ર બહુવચનના પ્રત્યયને