________________
५१० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ प्रतिपद्यते, जीवानां पञ्चगतिवर्तिनां बहुत्वमेवेतिकृत्वा बहुवचनान्तानेव विकल्पान् समाश्रयते। अयं विशेषोऽनेन प्रतिपन्नो देशसङ्ग्रहव्यवहारदिभ्यः, भावना तु तद्वदेव-जीवा इत्युक्ते पञ्चस्वपि गतिषु वर्तमानानाश्रयति, नोजीवा इत्यजीवास्तेषां वा देशप्रदेशानिति, अजीवा इति तु अजीवद्रव्याणि पुद्गला इति, नोअजीवा इति जीवानेव तेषां वा देशप्रदेशानिति । अस्यैव बहुवचनान्ता प्रतिपत्तिः, शेषास्तु नैगमादयो नया एक_िवचनान्तानप्याश्रयन्ति
જવાબ : આ સર્વ-સંગ્રહનય જે કારણથી જીવગત = જીવની સંખ્યાનું આનન્ય સ્વીકારે છે અર્થાત્ જીવોની અનંત સંખ્યાનો અંગીકાર કરે છે. આથી પાંચ ગતિમાં વર્તનારા જીવો બહુ છે, ઘણા જ છે એ પ્રમાણે માનવાથી નવા વગેરે બહુવચન - અંતવાળા જ ચાર વિકલ્પોનો આશ્રય કરે છે. આમ દેશ-સંગ્રહનય, વ્યવહાર-નય વગેરે નયો કરતાં આવા પ્રકારનો વિશેષ = ભેદ/તફાવત આ સર્વસંગ્રહનય વડે માનેલો છે.
ચંદ્રપ્રભા : અથવા આ સર્વ-સંગ્રહનય “યથાર્થગ્રાહી છે. અર્થાત્ વસ્તુ જેવી હોય તે પ્રમાણે જ ગ્રહણ કરનારો છે. આથી બહુત્વ-સંખ્યાવાળી = ઘણી (જીવાદિ) વસ્તુનું બહુરૂપે જ ગ્રહણ કરે છે, જાણે છે. આથી અહીં સંગ્રહનયના વિષયમાં જીવોની બહુત્વ-સંખ્યા જ હોવાથી એકવચન અને દ્વિવચનનો પ્રયોગ થતો નથી, એમ કહેવાનો ભાવ છે. અહીં સિદ્ધસેનીયા ટીકામાં યથાર્થાદી' એવા ભાષ્યગત પદનું વિવરણ દેખાતું નથી. હારિભદ્રી + યશોવિકૃત ટીકામાં આ પદનું વિવરણ દેખાય છે, એમ જાણવું.
પ્રેમપ્રભા : આ પૂર્વોક્ત તફાવત/વિશેષ સિવાય બાકીની ભાવના/વિચારણા તો પૂર્વવત્ નૈગમ આદિ નિયોની જેમ જ સમજવી. અર્થાત્ ૧. નવા: એ પ્રમાણે કહેવાતાં આ સંગ્રહનય પાંચેય ગતિઓમાં વર્તમાન જીવોનો આશ્રય કરે છે, બોધ કરે છે. તથા ૨. નોનીવાડ = એમ ઉચ્ચારાતાં અજીવ (પુદ્ગલાદિ) અર્થ જણાય છે. અથવા જીવોના દેશપ્રદેશ રૂપ અર્થ સ્વીકારાય છે. તથા ૩. નવા એમ કહેવાય ત્યારે (જીવથી અન્ય) અજીવ દ્રવ્યો = પુદ્ગલ જણાય છે અને ૪. નાનીવા: એમ ઉચ્ચારાય, ત્યારે જીવોનો બોધ થાય છે અથવા અજીવના (પુદ્ગલાદિના) દેશ-પ્રદેશોનું ગ્રહણ કરે છે. આમ આવા પ્રકારનો બોધ કરવામાં સંગ્રહાયનો બીજા નૈગમાદિ નયો સાથે કોઈ તફાવત નથી.
ફક્ત એટલો તફાવત કે આ સંગ્રહ-નય ફક્ત બહુવચન-અંતવાળી પ્રતિપત્તિ = પ્રતીતિ સ્વીકારે છે, બાકી બીજા નૈગમ વગેરે નયો તો પૂર્વોક્ત નવ વગેરે ચાર વિકલ્પોને એકવચનાન્ત, દ્વિવચનાન્ત અને બહુવચનાન્ત એમ ત્રણેય પ્રકારના “જીવ આદિ ૨. પરિપુ ! ૨૦ મુ. | ૨. પવિપુ. ૨૦ . I રૂ. પરિવુ દિવ૬૦ . I