________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
सङ्ग्रहनयनियतं तज्ज्ञानं सङ्ग्रहस्य नयस्य निश्चितमेवंस्वरूपं विद्यात् जानीयात् नयविधिज्ञ
રૂતિનયમેવિત્ ॥ ૨ ॥
४९०
व्यवहाराभिप्रायानुस्मरणायाह
भा० समुदायव्यक्त्याकृति - सत्तासंज्ञादिनिश्चयापेक्षम् ।
लोकोपचारनियतं, व्यवहारं विस्तृतं विद्यात् ॥ ३ ॥
टी० समुदायेत्यादि । समुदायः सङ्घातः व्यक्तिः मनुष्य इति आकृतिः संस्थानमवयवानां सत्ता महासामान्यं संज्ञादयो नामस्थापनाद्रव्यभावाः एषां समुदायादीनां
=
સંભવતા નથી. આથી આ પ્રમાણે પૂર્વોક્ત રીતે તે પદાર્થોને પિંડિત કરી, સર્વ રીતે ભેગા - એકરૂપે કરીને અર્થાત્ સત્તા (રૂપ મહાસામાન્ય)માં પૂર્વોક્ત સર્વ પદાર્થોનો પ્રક્ષેપ કરીને -અંતર્ભાવ કરીને જે જ્ઞાન પ્રવર્તે છે, તે જ્ઞાન સંગ્રહ-નય-નિયત છે અર્થાત્ સંગ્રહ નય વડે નિશ્ચિત થયેલું છે એમ નવિવિધના જ્ઞાતાઓ નય-ભેદના વિશારદો જાણે છે. (51-2)
=
હવે વ્યવહા૨-નયના અભિપ્રાયનું અનુસ્મરણ કરવા માટે આગળની કારિકા કહે છે સમુવાયવ્યક્તિ વગેરે.
ભાષ્ય : (વ્યવહાર નય-અભિપ્રાય :) સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા, સંજ્ઞા આદિના નિશ્ચયની = વિશેષની (ભેદની) અપેક્ષાવાળો, લૌકિક ઉપચાર કરવામાં નિયત-તત્પર તથા (ઉપચરત-અનુપચરિત રૂપ) વિસ્તૃત વિષયવાળા બોધ-વિશેષને વ્યવહાર-નયરૂપે (નયભેદવિદો) જાણે છે. (કા-૩)
* આર્યા-૩ : વ્યવહારનયના ત્રણ લક્ષણ (વિશેષણ) *
પ્રેમપ્રભા : ત્રીજી કારિકામાં વ્યવહારનયનું સ્મરણ કરતાં ભાષ્યકાર કહે છે ૧. સમુદાય વગેરેના નિશ્ચયની = વિશેષની અપેક્ષાવાળો, ૨. લોકોપચારમાં નિયત અને ૩. વિસ્તૃત બોધ-વિશેષ રૂપ વ્યવહારનય છે, એમ સમસ્ત અર્થ છે. અવયવાર્થ આ પ્રમાણે છે. ૧. સમુદાય એટલે સંઘાત = સમૂહ ૨. વ્યક્તિ એટલે મનુષ્ય (મનુષ્યત્વ) ૩. આકૃતિ એટલે અવયવોનું સંસ્થાન આકાર વિશેષ. ૪. સત્તા – એટલે મહાસામાન્ય. ૫. સંજ્ઞાદિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ રૂપ ચાર નિક્ષેપ. આ સમુદાયાદિના નિશ્ચયની એટલે
-
૧. પૂ. । જ્ઞ: મુ. |