________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४९३ समासत इति संक्षेपतः यतो वर्तमानमात्मीयं नामादिकमित्यादिविशेषणोपेतं, सङ्गच्छत्ययम् । उत्तरार्धेन शब्दस्वरूपमाह-विद्याद् यथार्थशब्दमिति । अनेन तु एवम्भूत इव प्रकाशितो लक्ष्यते, सर्वविशुद्धत्वात् तस्येति, यतः स एवमभ्युपैति-यदाऽर्थश्चेष्टाप्रवृत्तस्तदा तत्र घट इत्यभिधानं प्रव, नान्यदेति । साम्प्रतसमभिरूढौ कस्मान्नामेडिताविति चेत् ? उच्यतेतावपि स्मारितावेव, यत आह विशेषितपदं तु शब्दनयमिति । विशेषितपदमिति (ગ્રાહક=) બોધ કરનાર અભિપ્રાય-વિશેષને નિયભેદના જ્ઞાતા) સંક્ષેપથી ઋજુસૂત્ર-નય તરીકે જાણે છે. અહીં “સંક્ષેપથી (સમાસથી) એમ એટલા માટે કહ્યું છે કે, વિસ્તારથી તો બીજા વિશેષણો સહિત પણ કહેવા યોગ્ય છે. જેમ કે, કેવા વર્તમાન પદાર્થને ઋજુસૂત્ર નય જાણે છે ? તો વસ્તુ તથા તેના શબ્દ અને વિજ્ઞાન એ વર્તમાન = વર્તમાનકાલીન હોય તેમજ આત્મીય એટલે પોતાના હોય તેવા જ નામાદિ અર્થને જાણે છે, સ્વીકારે છે. આમ આવા વિશેષણોથી પણ સહિત એવા બોધનો આ ઋજુસૂત્ર સ્વીકાર કરે છે, માને છે. માટે કારિકામાં “સંક્ષેપથી એમ કહેલું છે.
હવે આર્યા-શ્લોકના ઉત્તરાર્ધ વડે શબ્દ-નયના સ્વરૂપનું સ્મરણ કરાવતાં ભાષ્યમાં કહે છે – “યથાર્થ-શબ્દના પ્રયોગ વડે થતાં બોધ-વિશેષને (નયના જ્ઞાતાઓ) શબ્દ-નય તરીકે જાણે છે.” આ પદો વડે એવંભૂત-નય (શબ્દ નયના ત્રીજા ભેદ) ઉપર પ્રકાશ પાડેલો હોય તેમ જણાય છે. કારણ કે, તે જ સર્વનયોથી વિશુદ્ધ નય છે. જે કારણથી તે એવું માને છે કે, (“ચેષ્ટારૂપ ક્રિયા-અર્થવાળા ય ધાતુ ઉપરથી (તે રૂતિ પટ: એમ) વટ શબ્દ બનેલો છે. આથી “ચેષ્ટા' રૂપ ક્રિયા એ વદ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે. આથી) જ્યારે ઘડા રૂપ અર્થ એ જલધારણ કરવું આદિ “ચેષ્ટા કરવામાં પ્રવર્તતો હોય, ત્યારે જ તેને વિષે ‘ઘટ:' એવા શબ્દનો પ્રયોગ કરવા યોગ્ય છે. આ સિવાય ઉક્ત ચેષ્ટા-ક્રિયાથી રહિત-ખાલી ઘડો હોય ત્યારે ઘટ શબ્દનો પ્રયોગ કરી શકાય નહીં અર્થાત્ તેવો ઘડો એ ઘટ શબ્દ વડે વાચ્ય નથી એમ એવંભૂત નય માને છે. આમ વસ્તુનો સૌથી વધુ યથાર્થ રૂપ બોધ કરનારો એવંભૂત-નય હોવાથી યથાર્થરાદ્ધ પદથી તેને જ કહેલો જણાય છે.
શંકાઃ જો આમ હોય તો સાંપ્રત અને સમભિરૂઢ એ બે પણ શબ્દનય જ છે. તેને શાથી જણાવેલ નથી ? અર્થાત્ તે બે નયનું પુનઃકથન-સ્મરણ કેમ ન કર્યું ?
જવાબઃ તે બે નયોનું પણ વિશેષિત પદં તુ દ્વિયં એવા પદોથી સ્મરણ કરાવેલું જ
૨. સર્વપ્રતિપુ ! હિતિમુ.