________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५०३ न मुञ्चति यावत् तावदसौ जीव इति मन्तव्यः । एतत् स्याद् इन्द्रियादयः प्राणाः सिद्धेऽपि सन्ति, तन्न, सिद्धे हि सर्वकर्मापगमान्न सन्तीन्द्रियादयः प्राणा इत्येतदाह-तच्च जीवनमित्यादि । तदिति शब्दार्थतया जीव इत्यस्य जीवनं प्राणधारणं सिद्धे मोक्षप्राप्ते नास्ति, तस्माद् भवस्थ एव संसार्येव जीवः, न सिद्ध इति । तथा नोजीव इत्युच्चरिते नोशब्दः सर्वप्रतिषेधक एव, देशस्याभावात्, देश्येव देशो न वस्त्वन्तरम्, न च देशिनो देशो भिन्न इत्यभिधातुं युक्तम्, यदि हि भिन्न स्यात् नासौ तस्य, भिन्नत्वाद् वस्त्वन्तरवत्, अथाभिन्नः પ્રાણોને ધારણ કરે છે” એમ નવું ધાતુનો અર્થ છે. અહીં પ્રાણો દસ છે. તે આ રીતેપાંચ ઇન્દ્રિય + મન, વચન, કાયા રૂપ ત્રણ બળ + ૧ શ્વાસોચ્છવાસ અને + ૧ આયુષ્ય = એમ કુલ મળીને ૧૦ દ્રવ્ય પ્રાણી છે. (જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ભાવ પ્રાણી છે તે અહીં વિવક્ષિત નથી.) આ પ્રાણોને યથાયોગ્ય જયાં સુધી જીવ ધારણ કરે છે, પણ છોડી દેતો નથી, ત્યાં સુધી તે “જીવ' છે, એમ સમજવો.
શંકાઃ એવું બની શકે ને કે ઇન્દ્રિય વગેરે પ્રાણો સિદ્ધના જીવમાં પણ હોય ?
સમાધાનઃ ના, સિદ્ધના જીવોના સર્વ કર્મનો નાશ થઈ જવાથી તેઓને ઇન્દ્રિય આદિ પ્રાણો હોતાં નથી. આ વાત જણાવતાં ભાષ્યકાર કહે છે, તત્ર નીવનં = તે જીવન સિદ્ધાત્મામાં હોતું નથી. અહીં તત્ શબ્દ એ નવ એવા શબ્દનો અર્થ હોવાથી “જીવન” અર્થવાળો છે. “જીવન” = એટલે કે જીવવું, પ્રાણોને ધારણ કરવું અર્થ છે, તે સિદ્ધમાં = મોક્ષને પામેલાં સિદ્ધ-જીવોને વિષે હોતો નથી. આથી એવંભૂત નયના મતે ભવસ્થ = સંસારી આત્મા જ “જીવ' કહેવાય, પણ સિદ્ધાત્મા નહીં. તથા (૨) નોનવઃ = “નોજીવ' એમ ઉચ્ચાર કરાય ત્યારે એવંભૂતનયના મતે નો શબ્દ એ સર્વનો જ પ્રતિષેધ કરનારો છે, પણ દેશનો = અંશનો પ્રતિષેધક નથી, કારણ કે આ નયના મતે દેશનો = અંશનો અભાવ છે. અર્થાત્ જે “દેશી' એટલે કે અંશી = અવયવી = સંપૂર્ણ જીવાદિ વસ્તુ છે, તે પોતે જ દેશ (અંશ/અવયવ) સ્વરૂપ છે, પણ દેશથી = (જીવાદિથી) સંપૂર્ણ વસ્તુથી દેશ = અંશ (જીવાદિના પ્રદેશ વગેરે) એ જુદા-ભિન્ન નથી.
* એવંભૂત મતે દેશી=અવયવી કરતાં દેશ અંશ જુદો નથી કે પૂર્વપક્ષ : દેશી = એટલે કે અંશી-અવયવી-સંપૂર્ણ વસ્તુ કરતાં તેનો દેશ એટલે કે અંશ)અવયવ એ ભિન્ન જ છે ને ?