________________
५०४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ देश्येव तद्यस्ति न कश्चिद् देशो नामेत्यतः सर्वप्रतिपेधको नोशब्दोऽतः नोजीव इत्युक्ते जीवादन्यद् वस्तु सम्पूर्णं परमाणुप्रभृति प्रतीयते । तदाह-नोजीव इति अजीवद्रव्यमेव सिद्धो वा, प्राणधारणस्याभावात्, सोऽपि निर्जीव एवेति, अतः सिद्धो वा गम्यते । अजीव इति तूच्चरिते अजीवद्रव्यमेव परमाण्वादिकं सर्वप्रतिषेधकत्वादकारस्य प्रतीयते । नोअजीव
ઉત્તરપક્ષ: ના, દેશી = સંપૂર્ણ વસ્તુ કરતાં તેના દેશ = ભાગ/અવયવો એ જુદા છે, એમ કહેવું યોગ્ય નથી. જો દેશી એટલે અવયવી/સંપૂર્ણ વસ્તુ કરતાં તેના દેશ = એટલે કે અંશ/અવયવો એ જુદા હોય તો તે દેશ = અંશો/અવયવો એ તે દેશના = જીવાદિ સંપૂર્ણ વસ્તુના છે, એમ કહી શકાય નહિ. કારણ કે તમારા મતે તે ભિન્ન છે. અર્થાત જેમ બીજી (ઘટ આદિ) વસ્તુ એ દેશી = (જીવ આદિ) સંપૂર્ણ વસ્તુ કરતાં ભિન્ન છે તેથી તેને દેશી (જીવાદિ) સંબંધી છે એમ કહી શકાતું નથી. તેમ તમારા મતે વસ્તુનો દેશ = અંશ/અવયવ (જીવાદિના પ્રદેશ વગેરે) એ પણ ભિન્ન હોવાથી તે દેશી = અંશી/અવયવી (જીવાદિ) વસ્તુના (સંબંધી) છે, એવું કહી શકાશે નહીં.
પૂર્વપક્ષઃ ભલે તો અમે દેશીથી દેશને અભિન્ન કહીશું.
ઉત્તરપક્ષ : આમ કહેશો તો દેશી = અવયવી રૂપ એક જ પદાર્થ છે પણ દેશી = અવયવી (સંપૂર્ણ) વસ્તુ કરતાં જુદો દેશ/અંશ નામનો કોઈ અલગ પદાર્થ નથી. આથી વસ્તુનો દેશ (અંશ) એ દેશી (અંશી-સંપૂર્ણ વસ્તુ) રૂપ જ હોયને દેશીનો નિષેધ કરવાથી દેશનો પણ નિષેધ થઈ જાય. આથી નો નવ શબ્દમાં નો શબ્દથી જીવ રૂપ દેશીનો સંપૂર્ણ પદાર્થનો) નિષેધ કરાય ત્યારે દેશનો = જીવ પ્રદેશોનો પણ નિષેધ થઈ જ જાય. આથી નોનીવ' શબ્દમાં નો શબ્દ એ વસ્તુના સર્વનો પ્રતિષેધ કરનારો છે. આથી એવંભૂત-નયના મતે નોનવઃ = “નોજીવ’ એમ કહેવાતાં “જીવથી અન્ય/પરમાણુ વગેરે સંપૂર્ણ વસ્તુ જણાય છે. પણ આંશિક = (જીવના પ્રદેશ વગેરે રૂ૫) એક ભાગરૂપ વસ્તુ જણાતી નથી. આ હકીકતને ભાષ્યમાં કહે છે કે, “નોજીવ' એમ કહેવાતાં (પરમાણુ વગેરે) અજીવ-દ્રવ્ય જણાય છે અથવા સિદ્ધો એટલે કે મોક્ષગતિને પામેલાં આત્માઓ જણાય છે. કારણ કે, અજીવ-દ્રવ્યમાં એ પ્રાણોને ધારણ કરવાનો અભાવ હોવાથી “નોજીવ' શબ્દથી જણાય છે. તેમજ સિદ્ધના આત્માઓ પણ પૂર્વોક્ત દશ પ્રાણોને ધારણ કરતાં નથી. આથી એવંભૂત નયના મતે સિદ્ધાત્મા પણ નિર્જીવ છે. ભલે, ભૂતકાળમાં કર્મસહિત અવસ્થામાં સિદ્ધાત્માઓ પણ દ્રવ્ય પ્રાણોને ધારણ કરનાર હતાં પરંતુ એવંભૂતનય તો જે પદાર્થ