________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४९९
જે હોય તે ‘અજીવ' કહેવાય એમ અર્થ થવાથી તેના વડે પુદ્ગલ વગેરે અજીવ-દ્રવ્ય જ
જણાય છે.
=
=
ચંદ્રપ્રભા : વ્યાકરણ શાસ્ત્રમાં ‘પવુંવામ: સટ્ટÜાહી પ્રસંન્યસ્તુ નિષેત્ એવી ઉક્તિ વડે બે પ્રકારનો નગ્ અર્થાત્ નિષેધ-અર્થ જણાવેલો છે. (૧) પર્યુદાસ-નિષેધ અને (૨) પ્રસજ્ય નિષેધ. તેમાં (૧) પ્રસજ્ય નક્ (નિષેધ) તો પોતાની સાથે યુક્ત જોડાયેલ પદનો નિષેધ માત્ર જણાવવામાં તત્પર હોય છે. જેમ કે, ન નીવ: કૃતિ સનીવ: । અહીં ‘જીવનો અભાવ’ એટલો જ અભાવમાત્ર રૂપ અર્થ જણાય છે. જ્યારે પ્રસ્તુતમાં ઉપયોગી પર્યાદાસ નગ્ (નિષેધ) એ ફક્ત નિષેધ કરતો નથી પણ જેની સાથે જોડાયો હોય તેનાથી અન્ય છતાં અપેક્ષાએ તેના જેવી (સદશ સરખી) વસ્તુનું ગ્રહણ કરનારો બોધ કરાવનારો હોય છે. (સિદ્ધહેમ વ્યાકરણ શાસ્ત્રમાં નબુવતું તત્સવૃો [ન્યાયસંગ્રહ-સૂ॰ ॥ ૧-૨૬ ॥] એવા ન્યાય વડે આ અર્થ જણાવાય છે.) આથી અનીવ એવા શબ્દમાં જ્યારે પર્યુદાસ-નિષેધનો આશ્રય કરાય ત્યારે ફક્ત જીવનો નિષેધ જ જણાતો નથી, પણ જીવથી અન્ય છતાં જીવ સરખાં એવા બીજા પદાર્થનો બોધ પણ થાય છે.
=
=
પ્રશ્ન ઃ આવો પદાર્થ શું છે ? જવાબ : પુદ્ગલ વગેરે અજીવ દ્રવ્ય. પ્રશ્ન ઃ શી રીતે ‘અજીવ’
પદથી આનો જવાબ કહેવાય ?
જવાબ : જુઓ, અહીં પૂર્વે કહેલાં સ્વરૂપવાળા પર્યાદાસ-નસ્ (નિષેધ)નો આશ્રય કરેલો છે, એમ ટીકામાં કહેલું છે. આથી અનીવ એમ કહેવાય ત્યારે ‘જીવ'નો તો નિષેધ થાય, પણ જીવ કરતાં અન્ય પદાર્થનો બોધ પણ થાય. જીવથી અન્ય પદાર્થ પુદ્ગલ વગેરે અજીવ છે. એનો બોધ થાય છે.
પ્રશ્ન ઃ શી રીતે ? જવાબ : જુઓ, પુદ્ગલ એ ‘જીવ’ કરતાં અન્ય જુદો પણ છે. વળી અપેક્ષાએ સરખો પણ છે. પ્રશ્ન ઃ કઈ રીતે ? જવાબ : તત્ત્વ અથવા દ્રવ્યની અપેક્ષાએ. જીવ પણ દ્રવ્ય છે અને પુદ્ગલ વગેરે અજીવ પણ દ્રવ્ય જ છે.માટે તે અપેક્ષાએ સરખા હોવાથી અજીવ એ ‘અજીવ’ શબ્દના અર્થ તરીકે પુદ્ગલ વગેરેનું ગ્રહણ કરાય છે, એમ જાણવું. આ પ્રમાણે અન્યત્ર પણ યથાયોગ્ય નક્ ના બે અર્થ જાણવા. દા.ત. અક્ષત્રિયઃ શબ્દમાં પર્યાદાસ-નિષેધનો આશ્રય કરવાથી ક્ષત્રિયથી અન્ય બ્રાહ્મણ વગેરે અર્થ જણાય છે.
પાણિનીય વ્યાકરણમાં નખ્યુત્તમિવ યુવતં = એવો ન્યાય/પરિભાષા સૂત્ર આ જ અર્થને = પર્યુદાસ-નિષેધને જણાવે છે અને તેનો ઉપયોગ ટીકાકારે નોનીવ = નોજીવ એવા ત્રીજા વિકલ્પનું વિવેચન કરતાં કરેલો છે, અર્થાત્ નો શબ્દનો અર્થ ‘સર્વનો-પ્રતિષેધ’ કરીને ‘નોજીવ’નો જીવથી અન્ય = પુદ્ગલાદિ અર્થ કરેલો છે, ત્યાં પણ આ જ ન્યાય લગાડેલો છે એમ જાણવું.