________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
निश्चयो विशेषस्तमपेक्षते-अभ्युपैति यः स समुदायादिनिश्चयापेक्षः । कथं निश्चयमेवापेक्षते न समुदायादीनीति ? उच्यते न हि समुदायस्त्रैलोक्यादिरूपः समुदायिनोऽन्तरेण कश्चिदप्यस्ति, न च व्यक्तिः सामान्यविशेषरूपा मनुष्य इत्यादिका मनुष्यानन्तरेणास्ति, न चाकार आकारवन्तमन्तरेणास्ति, न वा सत्ता सत्तावन्तमन्तरेणास्ति, न वा नामादयो नम्यमानादीनन्तरेण केचन सम्भवन्ति, अनुपलभ्यमानत्वाद् व्यवहाराकरणादित्यर्थः । विशेषस्तु स्वप्रत्यक्ष इति, तस्मात् स एव सत्य इत्येवं समुदायादिनिश्चयापेक्षस्तं विद्यादिति सम्बन्धः 1
४९१
વિશેષ (ભેદ = પ્રકાર)ની જે અપેક્ષા રાખે છે અર્થાત્ સ્વીકાર કરે છે તે અભિપ્રાયવિશેષને વ્યવહારનય કહે છે.
પ્રશ્ન ઃ વ્યવહારનય શાથી વિશેષની જ અપેક્ષા રાખે છે ? સમુદાય આદિની અપેક્ષા શાથી રાખતો નથી ?
સમાધાન : વ્યવહારનય વિશેષની જ અપેક્ષા રાખતો હોવાનું કારણ આ છે કે ૧. ત્રૈલોકય = એટલે ત્રણ લોક આદિ રૂપ સમુદાય = સામાન્ય એ સમુદાયી સમુદાયવાળા વિશેષ પદાર્થ વિના કોઈપણ સંભવી શકતો નથી. ૨. વળી વ્યક્તિ એટલે કે સામાન્ય રૂપ મનુષ્યત્વ આદિ અર્થ, એ પણ બીજા ઘણા મનુષ્યો વિના ઘટતો નથી. (અથવા વ્યક્તિ એટલે મનુષ્યત્વ રૂપ સામાન્ય અને તે અનેક મનુષ્યો વિના ઘટતું નથી. આથી વિશેષની અપેક્ષા રાખે છે.) તથા ૩. આકાર એ પણ આકારવાળા પદાર્થ વિના સંભવતો નથી. (આકાર એ દ્રવ્યનો ગુણ છે અને તે દ્રવ્યરૂપ આશ્રય વિના સંભવી શકતો નથી. કેમ કે દ્રવ્યાશ્રયા નિનુંળા મુળઃ ॥ 、 ॥ દ્રવ્યનો આશ્રય કરનારા ગુણરહિત ગુણો હોય છે. આવું ગુણોનું લક્ષણ આગળના પાંચમાં અધ્યાયમાં ગ્રંથકાર સ્વયં કહેવાના છે.) ૪. સત્તા એ સત્તાવાળા પદાર્થ વિના રહી શકતી નથી. વળી ૫. નામ આદિ (વસ્તુના પર્યાયો/નિક્ષેપોરૂપ અર્થ) એ પણ નમ્યમાન એટલે કે નામ કરવા યોગ્ય આદિ વસ્તુ વિના કોઈપણ સંભવી શકતાં નથી. કારણ કે પૂર્વોક્ત સમુદાય આદિ રૂપ વસ્તુ એ પ્રત્યક્ષથી જણાતી ન હોવાથી તેનો વ્યવહાર કરી શકાતો નથી એમ કહેવાનું તાત્પર્ય છે. જ્યારે વિશેષરૂપ અર્થ તો સ્વપ્રત્યક્ષ = આત્માને પ્રત્યક્ષ છે. (અર્થાત્ મનુષ્યાદિનો સમુદાય વગેરે પદાર્થો એ સંપૂર્ણ પ્રત્યક્ષ નથી પણ મનુષ્ય વગેરે વિશેષો તો પ્રત્યક્ષ થઈ શકે છે.) આથી તે પ્રત્યક્ષ રૂપ વિશેષ એ જ સત્ય છે. (કેમ કે વ્યવહારને યોગ્ય બને
=
૧. રૂ. પૂ. । ૪૦ મુ. I