________________
४९६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते । कस्मात् ? । एते नया जीवं प्रत्यौपशमिकादियुक्तभावग्राहिणः । नोजीव इत्यजीवद्रव्यं, जीवस्य वा देशप्रदेशौ। अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति जीव एव, तस्य वा देशप्रदेशाविति । ___टी० अत्रोच्यते-शुद्धपदे जीव इत्याकारिते नैगमं समग्रग्राहिणं विहाय एवम्भूतं च शेषैर्देशनैगमादिभिः सर्वासु गतिषु वर्तमानोऽभ्युपगम्यते, तदाह-नैगमदेशेत्यादि । नैगमेन देशग्राहिणा, (देशसङ्ग्रहेण,) तथा व्यवहारेण-विशेषग्राहिणा ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा
જવાબઃ (૧) “નીવ:' = “જીવ’ એ પ્રમાણે ઉચ્ચારણ કરાતાં ૧. નૈગમ ર. દેશ-સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર ૫. સાંપ્રત અને ૬. સમભિરૂઢ એ (છ) નયો વડે પાંચેય ગતિઓમાં રહેલ કોઈપણ “જીવ' જણાય છે.
પૂર્વપક્ષ : શા કારણથી (આવો બોધ થાય છે)? ઉત્તરપક્ષ: કારણ કે આ નવો જીવને આશ્રયીને ઔપથમિક આદિ ભાવથી યુક્ત એવા અર્થનું ગ્રહણ કરનારા છે.
(૨) “નોનીવ:' = “નોજીવ' એવા શબ્દનું ઉચ્ચારણ થયે અજીવ-દ્રવ્ય અથવા જીવના દેશ અને પ્રદેશો જણાય છે. તથા (૩) નીવઃ' = “અજીવ' દ્રવ્યનો જ બોધ થાય છે તથા (૪) “નોનીવ:' = “નોઅજીવ’ એમ કહેવાતાં જીવ દ્રવ્ય જ અથવા જીવના દેશ અને પ્રદેશોની પ્રતીતિ થાય છે.
* “જીવનું ઉચ્ચારણ થયે છે નવો વડે થતો બોધ : પ્રેમપ્રભા : પૂર્વોક્ત પ્રશ્નના જવાબમાં ભાષ્યકાર કહે છે - આ વિષયમાં (જવાબ) કહેવાય છે.
જવાબ : (૧) “નવ:' = “જીવ એવું શુદ્ધ પદ જ્યારે ઉચ્ચારેલું હોય ત્યારે સમગ્રગ્રાહી એવા નૈગમ-નય અને એવભૂત-નયને છોડીને બાકીના દેશગ્રાહી નૈગમ આદિ સર્વ નયો વડે સર્વ ગતિઓમાં વર્તમાન/વર્તતાં એવા “જીવનો સ્વીકાર કરાય છે, મનાય છે. આ જણાવતાં ભાષ્યમાં કહે છે - નૈગમ, દેશ-સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત અને સમભિરૂઢ એ છ નવો વડે પાંચેય ગતિમાં રહેલ કોઈપણ જીવ જણાય છે એમ સ્વીકારાય છે. આ સમુદિત-ભેગો અર્થ છે. હવે તેના એક એક પદોનો ટીકામાં અર્થ કરે છે – “નૈગમ' શબ્દથી દેશગ્રાહી નૈગમનય લેવાનો છે. તેના વડે (તથા દેશ-સંગ્રહનય વડે) તથા વિશેષનું ગ્રહણ કરનારો = વિશેષગ્રાહી વ્યવહારનય વડે તથા વર્તમાન વસ્તુનું ૨. ટીમનું તે દિ મુ. ૨. સર્વપ્રતિપુ ના. મુ.