________________
४८६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ एवं प्रत्यक्षादिभिः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, कुतः ? स्वविषयनियमात्, स्वः आत्मीयो विषयो ज्ञेयः स्वश्चासौ विषयश्च स्वविषयः तस्मिन्नियमात् नियतत्वात्, यतः प्रत्यक्षादीनि स्वविषयमेव परिच्छिन्दन्ति, न च ताः प्रत्यक्षादिका ज्ञानशक्तयः विरुद्धाः अयथात्मिकाः प्रतिपत्तय इति युज्यते विधातुं, तद्वन्नयैरपि स्वविषयनियमान्नास्ति विप्रतिपत्तिप्रसङ्ग इति । ____सम्प्रति अतिक्रान्तं नयलक्षणमुदाहरणेदर्शितं संक्षिप्ततररुचीनामनुग्रहार्थमार्याभिवक्तुकाम एवं प्राक्रमत -
भा० आह च - બીજો વ્યક્તિ કોઈ આપ્તપુરુષના “આ ગહન-વનમાં અગ્નિ રહેલો છે' એવા વચનથી ગિરિગુફામાં “અગ્નિ' હોવાનું જ્ઞાન કરે છે. (અહીં આપ્ત એટલે વસ્તુના યથાર્થ જ્ઞાનવાળા અર્થાત્ ભ્રમ આદિ દોષથી રહિત બોધવાળા પુરુષ. તેઓનું વચન તે આપ્તવચન સમજવું.)
આ ઉક્ત પ્રત્યક્ષ આદિ ચાર પ્રમાણો વડે એક જ (સમાન જ) અર્થનો નિશ્ચય કરાય છે. પ્રશ્ન : શાથી? અર્થાત્ કેવી રીતે જણાય છે? જવાબ : પોતાના વિષયના નિયમથી અર્થાત્ સ્વ એટલે કે પોતાનો વિષય = ષેય પદાર્થ (પ્રસ્તુતમાં અગ્નિ) તેના વિષે નિયમથી = નિયતપણાને આશ્રયીને બોધ કરે છે, કારણ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો પોતપોતાના વિષયનો જ બોધ કરે છે. કહેવાનો ભાવ એ છે કે, ભલે, પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે જ વિષયનો બોધ થતો હોય, પણ તે બોધમાં પણ તફાવત હોય છે તેવો અનુભવ બોધ કરનારને થતો હોય છે. આમ છતાં આ અગ્નિ વગેરે સંબંધી જ્ઞાન-શક્તિઓ (પ્રત્યક્ષાદિ પ્રમાણો)એ વિરુદ્ધ પ્રતીતિઓ નથી. અર્થાત્ અયથાર્થ-સ્વરૂપ પ્રતિપત્તિઓ = પ્રતીતિઓ = બોધ વિશેષો છે એ પ્રમાણે કહેવું જેમ ઘટતું નથી, તેમ નયોના વિષયમાં પણ તેઓ પોતાના વિષયનો બોધ કરવામાં નિયત હોવાથી વિપ્રતિપત્તિ = વિરુદ્ધ પ્રતીતિરૂપ દોષનો પ્રસંગ આવતો નથી.
હવે હમણા જ ઉદાહરણ પૂર્વક બતાવેલું નયોનું લક્ષણ પૂર્વે કહેલું છે, તેને અત્યંત સંક્ષિપ્ત-રુચિવાળા (ટૂંકાણથી બોધ કરાવાની અભિલાષાવાળા) જીવોના ઉપકાર માટે આર્યા-છંદ વડે કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર આ પ્રમાણે કહેવાનો પ્રારંભ કરે છે.
ભાષ્યઃ (પૂર્વોક્ત નિયોના વિષયમાં) કહ્યું છે કે, નૈગમ (જનપદ-રાષ્ટ્રમાં થયેલ) એવા ૨. પરિવું. પ્રત્યક્ષi૦ ના. પૂ. ૨, પૂ. તિ ૩૦ મુ. I રૂ. પૂ. I sfપધામુ. ૪. પૂ. પ્રાન્તન, મુ. I ૧. સર્વપ્રતિષ | હ વા૦ મુ. I ૬. પૂ. I H૦ મુ. | ૭. પૂ. પ્રમોટ .