________________
સૂ૦ રૂ૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४८५ भा० यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, स्वविषयनियमात्, न च ता विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादा इति ।
टी० यथा वेत्यादिना । यथा वा गिरिगुहावस्थितोऽग्निरेकोऽर्थोऽनेकेन प्रत्यक्षादिना परिच्छिद्यते प्रमाणेन, सन्निकृष्टवर्तिना प्रत्यक्षेण, विप्रकृष्टवर्तिना लिङ्गज्ञानेन, अपरेणोपमया कनकपुञ्जपिञ्जरप्रकाशोऽग्निरिति, अन्यः आप्तोपदेशादेवस्यति, अत्र वनगहनेऽग्निरिति । अत
ભાષ્ય : અથવા જેમ (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન અને (૪) આપ્તવચન (શબ્દ) રૂપ પ્રમાણો વડે એક જ અર્થનો પોતાના વિષયને નિયતરૂપે જ નિશ્ચય કરાય છે. તેમ છતાં તે (પ્રત્યક્ષ વગેરે પ્રતીતિઓ) વિપ્રતિપત્તિ રૂપે બનતી નથી, તેની જેમ નયવાદો પણ વિપ્રતિપત્તિ રૂપે હોતાં નથી. * પ્રત્યક્ષાદિ પ્રમાણોવડે એક જ પદાર્થના બોધમાં તફાવત છતાં અવિરુદ્ધ એક
પ્રેમપ્રભા : નયવાદમાં વિપ્રતિપત્તિ દોષનો નિષેધ કરવા માટે ભાષ્યકાર બીજું ઉદાહરણ આપે છે. જેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આપ્તવચન રૂપ ચાર પ્રમાણો વડે એક જ (સમાન જ) અર્થનો બોધ કરાય છે અને તે પણ પોતાના વિષયને નિયતરૂપે જ અર્થાતુ પોતાની મર્યાદામાં રહીને જ બોધ કરે છે. દા.ત. પર્વતની ગુફામાં રહેલ
અગ્નિરૂપ એક જ અર્થ એ પ્રત્યક્ષ આદિ અનેક પ્રમાણો વડે બોધ કરાય છે. તે આ રીતે - (૧) જે માણસ અગ્નિવાળી પર્વત-ગુફાની એકદમ નજીક રહેલો છે, તેના વડે પ્રત્યક્ષ પ્રમાણ વડે જ “અગ્નિનો બોધ કરાય છે. તથા (૨) જે માણસ અગ્નિયુક્ત પર્વતગુફાથી દૂર રહેલો છે (અથવા પર્વત-ગુફાના અગ્નિથી નજીક છતાં વિરુદ્ધ દિશામાં રહેલો હોય) તે ધુમાડો વગેરે (અગ્નિના) લિંગના/ચિહ્નના હેતુના જ્ઞાનથી અર્થાત્ અનુમાન પ્રમાણથી અગ્નિનો બોધ કરે છે. અગ્નિ વિના ધૂમાડો હોય નહીં. માટે દૂરથી ધૂમાડાને જોઈને અગ્નિનું અનુમાન-જ્ઞાન કરે છે. (૩) ત્રીજો વ્યક્તિ ઉપમા વડે અગ્નિને જાણે છે અર્થાત જેણે હજી સુધી અગ્નિ પદાર્થને જાણ્યો નથી, તેમ છતાંય કોઈ આપ્તપુરુષ પાસેથી જાણેલું હોય કે કનક' = સોનાના પુજના પિંજર જેવા (ઉપમા) પ્રકાશવાળો “અગ્નિ' હોય છે. એ વ્યક્તિ અહીં પર્વત ગુફા પાસે આવે છે અને (કનક પુજના પિંજર જેવા પ્રકાશવાળા) અગ્નિને જોઈને તે આપ્ત-વચનનું સ્મરણ થાય છે અને આથી તેને સદશતાનું = સરખાપણાનું જ્ઞાન થાય છે કે આ પ્રકાશ પણ તેવો જ છે. આથી આ પદાર્થ અગ્નિ શબ્દથી વાચ્ય છે અર્થાત “આ અગ્નિ છે' એમ ઉપમા વડે બોધ થાય છે. (૪). ૨. સર્વપ્રતિપુ રેકોડને.. મુ. | ૨. પતિપુ Ad૦ મુ. I