________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४८३ मतिज्ञानी मनुष्यजीवस्य मनुष्यपर्यायं वर्तमानं चक्षुरादिनेन्द्रियेण साक्षात् परिच्छिनत्ति, तमेव च श्रुतज्ञानी आगमेनानुमानस्वभावेन, तमेवावधिज्ञानी अतीन्द्रियेण ज्ञानेन, तमेव मनःपर्यायज्ञानी तस्य मनुष्यपर्यायस्य यः प्रश्ने प्रवर्तते तद्गतानि मनोद्रव्याणि दृष्ट्वा अनुमानेनैव तं मनुष्यपर्यायमवच्छिनत्ति, केवलज्ञानी पुनरत्यन्तविशुद्धेन केवलेनावबुध्यते । न चैता मत्यादिका विप्रतिपत्तयः विरुद्धाः प्रतिपत्तयः, स्वसामर्थ्येन विषयपरिच्छेदात्, तद्वन्नयवादा इति किं नाश्रीयते ? । अथवा पर्यायविशुद्धिविशेषादुत्कर्षेणेत्यन्यथा वर्ण्यते-पर्यायाणां क्रमभुवां मनुष्यादीनां जीवास्तिकायादिसम्बन्धिनां मत्यादिभिर्ज्ञानैः पृथक् पृथगुपलब्धिर्भवति, कथं ? એ મનુષ્યજીવના મનુષ્યરૂપી વર્તમાન (વર્તતા) પર્યાયનો ચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે સાક્ષાત્ બોધ કરે છે. (૨) શ્રુતજ્ઞાની આત્મા તે જ મનુષ્ય-પર્યાયનો “અનુમાન-સ્વભાવવાળા આગમરૂપ પ્રમાણ વડે બોધ કરે છે. (૩) અવધિ-જ્ઞાની આત્મા વળી તે જ પદાર્થને અતીન્દ્રિય જ્ઞાનવડે જાણે છે અને (૪) વળી મન:પર્યાયશાની આત્મા મનુષ્ય-પર્યાય સંબંધી પ્રશ્નને વિષે જે વ્યક્તિ પ્રવર્તે છે, અર્થાત્ તેનું ચિંતન કરે છે, તેના વિષયક (ચિંતનમાં વપરાયેલ) જે મનોદ્રવ્યો છે - અર્થાત્ દ્રવ્ય-મન (= મનરૂપે પરિણમેલ મનોવર્ગણાના પુદ્ગલો) છે, તેને સાક્ષાત્ જોઈને પછી તેના આધારે અનુમાન કરવા વડે જ તે “મનુષ્યપર્યાયને જાણે છે. જ્યારે (૫) કેવળજ્ઞાની આત્મા અત્યંત વિશુદ્ધ એવા કેવળજ્ઞાન વડે તે મનુષ્ય-પર્યાયને જાણે છે.
આમ આ રીતે એક જ મનુષ્ય-પર્યાયરૂપ અર્થનો વિશુદ્ધિની વિચિત્રતાથી (ભેદથી તરતમતાથી) મતિ આદિ જ્ઞાન વડે થતાં જુદા જુદા પ્રકારના બોધ એ કાંઈ વિપ્રતિપતિ અર્થાત્ વિરુદ્ધ-પ્રકારની પ્રતીતિ રૂપ નથી. કેમ કે, તે દરેક જ્ઞાનો પોતાના (ઓછા-વધારે) સામર્થ્ય પ્રમાણે જ વિષયનો બોધ કરે છે. તેવી જ રીતે એક જ વસ્તુને વિષે જુદા પ્રકારનો બોધ કરનારા નયવાદો એ પણ વિપ્રતિપત્તિ દોષથી રહિત છે, એ પ્રમાણે આશ્રયસ્વીકાર કેમ કરાતો નથી ? અર્થાત્ નયવાદોમાં વિપ્રતિપત્તિ દોષ આવતો નથી એમ માનવું જોઈએ.
અથવા પરિદ્ધિવિશેષાદુર્વેઇન એ પદોનું બીજી રીતે વિવરણ કરાય છે - અહીં પર્યાય' શબ્દથી મતિઆદિ જ્ઞાનના પર્યાયો ન લેવા, પરંતુ જોય = જાણવા યોગ્ય પદાર્થના “પર્યાયો લેવા. આથી આ પ્રમાણે અર્થ થાય - પર્યાયો એટલે ક્રમે કરીને થતી અવસ્થાઓ (ક્રમભૂ). અને તે જીવાસ્તિકાય આદિ દ્રવ્યો સંબંધી મનુષ્ય આદિ રૂપ પર્યાયો ૨. સર્વપ્રતિપુ ના. મુ. | ૨. પરિપુ ! મામાનું મુ. I રૂ. સર્વપ્રતિપુ ! શ્યામુ.