________________
४८०
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ सामान्यविशेषधर्मसमन्वितं कश्चित् केनचिदाकारेण परिच्छिनत्ति । यदि ह्यसन्नेवासौ धर्मस्तेन नयेन तत्र वस्तुन्यध्यारोप्येत स्याद् विप्रतिपत्तिप्रसङ्ग इति, न तु तथा ।
भा० किञ्चान्यत् । यथा मतिज्ञानादिभिः पञ्चभिर्ज्ञानैर्धर्मादीनामस्तिकायानामन्यतमोऽर्थः पृथक् पृथगुपलभ्यते, पर्यायविशुद्धिविशेषादुत्कर्षेण, न चैता જીવમાં નથી, કિંતુ જડમાં જ છે. બાકી આંશિક જ્ઞાન રહિતપણું-અજ્ઞાનતા તો કેવળજ્ઞાનીની અપેક્ષાએ સર્વ છદ્મસ્થ જીવોમાં સંભવી શકે છે એમ જાણવું.
પ્રેમપ્રભા : અથવા તો જેમ આકાશમાં મૂર્તિતાનું રૂપીપણાનું ગ્રહણ કરાય તો તે આકાશમાં રહેલ જે બીજો ધર્મ (સ્વાભાવિક ગુણ) અમૂર્તતા/અરૂપીપણુ છે, તેની સાથે વિરોધી બનવાથી વિપ્રતિપત્તિ એટલે કે વિરોધી પ્રતીતિબોધ કહેવાય. આથી આકાશમાં તેનો = મૂર્તતારૂપી ધર્મનો અસ્વીકાર કરાય છે. નયોની બાબતમાં આવું બનતું નથી. કારણ કે, અવિદ્યમાન (વિરોધી) ધર્મનો આમા સ્વીકાર કરવો પડતો નથી. કારણ કે વસ્તુ પોતે જ સામાન્ય-ધર્મ અને વિશેષ-ધર્મથી યુક્ત હોઈને કોઈક નય તે વસ્તુનો કોઈ કોઈ રૂપે અર્થાત્ જુદા જુદા રૂપે બોધ કરે છે.
ચંદ્રપ્રભા અર્થાત્ કોઈ (સંગ્રહાદિનય) નય સામાન્ય રૂપે = સામાન્ય-ધર્મને મુખ્ય બનાવીને વસ્તુનો મનુષ્ય આદિ રૂપે બોધ કરે છે તો બીજો નય વ્યવહાર વગેરે નય) વસ્તુના વિશેષ-ધર્મને મુખ્ય બનાવીને તેનો જ ક્ષત્રિય આદિ રૂપે બોધ કરે છે. પણ સર્વથા અસત્ = અવિદ્યમાન ધર્મનો બોધ કરતો ન હોવાથી વિરુદ્ધ પ્રતીતિ = વિપ્રતિપત્તિ થવાનો કોઈ સવાલ પેદા થતો નથી.
પ્રેમપ્રભા : હા, જો તે નયો વડે વસ્તુમાં અસત્ = અવિદ્યમાન એવા ધર્મનો (બોધ કરવા વડે) અધ્યારોપ = આરોપણ કરાતો હોત તો જરૂર વિરુદ્ધ પ્રતીતિ થવા રૂપ વિપ્રતિપત્તિનો પ્રસંગ = આપત્તિ આવત, પણ નયોને વિષે તેવું બનતું નથી.
ચંદ્રપ્રભા : તેમ છતાં ય જો નયોમાં વિપ્રતિપત્તિ માનશો તો જરૂર વિપ્રતિપત્તિ આવશે. અર્થાત્ નયોમાં અસત્ એવો પણ વિરુદ્ધ પ્રતીતિ રૂપ દોષ માનશો, તો તેનો સ્વીકાર એ જ વિપ્રતિપત્તિ દોષ રૂપ બની જશે.
ભાષ્યઃ વળી બીજી વાત એ કે, જેમ મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનો વડે ધર્માસ્તિકાય આદિ (પાંચ) દ્રવ્યો પૈકી કોઈપણ એક અર્થ એ પર્યાયની વિશુદ્ધિના વિશેષથી/તફાવતથી (ક્રમશઃ) ઉત્કર્ષ વડે જુદા જુદા પ્રકારે ગ્રહણ કરાય છે અને તેમાં છતાંય તે (મતિ આદિ જ્ઞાનો) ૨. ચાનું ઉલંબા. . ! = તનિ. I