________________
४४६
तत्त्वार्थाधिगमसूत्रम्
Tલ૦ ૨
शब्दनयस्य त्रिभेदस्य लक्षणप्रचिकाशयिषया आह - भा० यथार्थाभिधानं शब्दः ।
टी० यथेति । येन प्रकारेण भावरूपेण नामस्थापनाद्रव्यवियुतेनार्थो घटादिर्यथार्थः तस्याभिधानं शब्दः यथार्थाभिधानं, तदाश्रयी योऽध्यवसायः स शब्दनयोऽभिधीयते । वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति नेतरानिति ।
इदानीमस्य शब्दनयस्य यत् पुरस्तात् त्रैविध्यं दर्शितं 'शब्दस्त्रिभेदः साम्प्रतः, समभिरूढ एवम्भूत' इति, अस्याद्यभेदलक्षणोद्विभावयिषया आह -
भा० नामादिषु प्रसिद्धपूर्वात् शब्दादर्थे प्रत्ययः साम्प्रतः । પાંચમો શબ્દ-નય કે જેના ત્રણ ભેદો/પ્રકારો છે, તેના લક્ષણને પ્રકાશિત કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે.
ભાષ્ય : યથાર્થ વસ્તુનું અભિધાન-શબ્દ (અર્થાત્ તેને આશ્રયી જે અધ્યવસાય) તે શબ્દ-નય કહેવાય.
* શબ્દનાય અને તેના ત્રણ ભેદો પ્રેમપ્રભા : યથા એટલે જે પ્રકારે અર્થાત્ નામ, સ્થાપના અને દ્રવ્યને છોડીને ફક્ત ભાવરૂપે જે ઘટ આદિ અર્થ/પદાર્થ રહેલો હોય તે “યથાર્થ કહેવાય. તેવા યથાર્થ પદાર્થ સંબંધી જે અભિધાન - શબ્દ તે યથાર્થ અભિધાન કહેવાય. આવા યથાર્થ અભિયાન (કથન) ને આશ્રય કરનારો જીવનો જે અધ્યવસાય-બોધવિશેષ, તે શબ્દનય કહેવાય. આ શબ્દનય એ વર્તમાન (સાંપ્રત-વર્તમાન પર્યાયવાળા) તેમજ પોતાના અને વિદ્યમાન એવા ભાવ-ઘટનો જ સ્વીકાર કરે છે પણ બીજા એટલે કે ભૂતકાલીન અને ભાવી, તેમજ બીજાના જ્ઞાનના વિષયભૂત, તેમજ દ્રવ્ય વગેરે રૂપ ઘટ આદિ અર્થનો સ્વીકાર કરતો નથી.
હવે આ શબ્દનયના પૂર્વે જે ત્રણ ભેદો બતાવેલાં જેમ કે, (૧) સાંપ્રત, (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત... આ ત્રણ પૈકી પહેલાં ભેદનું લક્ષણ પ્રગટ કરવાની ભાવનાથી ભાષ્યકાર આ પ્રમાણે કહે છે
ભાષ્ય : નામ આદિને (ચાર નિક્ષેપોને) વિષે પ્રસિદ્ધપૂર્વક (જેના વાચ્ય-વાચક સંબંધનું ૨. પ૬િ રોન, મુ. ૨. પૂ. I નયતયા મુ. |