________________
४४८ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भाव एव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलषितकार्यकरणादिति ।
अधुना समभिरूढलक्षणं दर्शयन्नाह - भा० सत्सु अर्थेष्वसङ्क्रमः समभिरूढः ।
टी० सत्सु अर्थेषु इत्यादि । सत्सु विद्यमानेषु वर्तमानपर्यायापन्नेष्वित्यर्थः । अर्थेषु घटादिषु असङ्क्रम इत्यन्यत्रागमनं शब्दस्य यत् सोऽसङ्क्रमः । यथा घट इत्यस्य शब्दस्य અર્થને વિષે અર્થાત્ ભાવ-ઘટને વિષે જે શબ્દ વાચક રૂપે પ્રસિદ્ધ થયેલો હોય તે “ભાવ” રૂપ અર્થનું અભિયાન/કથન કરનાર એવા શબ્દનો તેના વડે વાચ્ય ભાવ રૂપ (વટાદિ) અર્થને વિષે પ્રવૃત્ત થયેલ જે અધ્યવસાય તે “સાંપ્રત” એવા નામાભિધાનને પામે છે - અર્થાત્ તેને “સાંપ્રત' કહે છે. કારણ કે વસ્તુના ચોક્કસ પર્યાયરૂપ “ભાવ” એ જ શબ્દનો અભિધેય છે, અર્થ છે, વાચ્ય છે. કારણ કે ભાવરૂપ અર્થથી જ સર્વપ્રકારના ઇષ્ટ કાર્યો કરાય છે. (પણ નામ-સ્થાપન - દ્રવ્ય રૂપ ઘટાદિ અર્થ વડે અભિલષિત કાર્ય કરાતું નથી.)
ચંદ્રપ્રભા કહેવાનો ભાવ એ છે કે “ઘડો' એવું નામ માત્ર એ પણ ઘડો કહેવાય. એ ઘડાનું ચિત્ર વગેરે દોરેલું હોય તે પણ સ્થાપના રૂપ ઘડો જ કહેવાય અને તે ઘડો બનાવવાની સામગ્રી માટી વગેરે પણ દ્રવ્ય ઘડો કહેવાય. પણ આ ત્રણેય પ્રકારના ઘડા એ પાણીને ધારણ કરવાના અથવા લાવવા-લઈ જવાના કામમાં આવતા નથી. અર્થાત્ આ ત્રણેયમાં ઘડા-રૂપ અર્થનું મુખ્ય કાર્ય છે, તે કરવાનું સામર્થ્ય નથી. જ્યારે કુંભાર વડે માટીમાંથી બનાવેલો અને ભટ્ટામાં તપાવીને બહાર કાઢેલો પાકો ઘડો એ ભાવ-ઘડો છે. એ પાણી ભરવા વગેરે ઘડાની સર્વ પ્રકારની મુખ્ય ક્રિયા (કાય) કરવાને સમર્થ છે માટે આવો ભાવ ઘડો જ “શબ્દ” વડે કહેવાય છે, વાચ્ય છે. શબ્દના અર્થરૂપે પ્રસિદ્ધ પામેલો છે. આમ દરેક વસ્તુમાં ‘ભાવરૂપ = ભાવ-પર્યાયવાળો પદાર્થ જ શબ્દ વડે અભિધેય છે, કહેવાય છે એમ જાણવું.
હવે શબ્દનયના બીજા પ્રકાર સ્વરૂપ (૨) સમભિરૂઢ-નયનું લક્ષણ દર્શાવતાં ભાષ્યકાર કહે છે -
ભાષ્ય : સત્ = વિદ્યમાન (વર્તમાન પર્યાયવાળા) એવા (ઘટ આદિ) અર્થને વિષે શબ્દનો અસંક્રમ - અન્યત્ર અગમન (રૂપ અધ્યવસાય) તે સમભિરૂઢ નય કહેવાય છે.
પ્રેમપ્રભા : સત્ એટલે વિદ્યમાન અર્થાત્ વર્તમાન પર્યાયથી યુક્ત, વર્તમાનકાલીન.