________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४६३
पाकजरक्तादिगुणपरिसमाप्त्या निष्पन्न: द्रव्यविशेष इति । न द्रव्यं सामान्यमात्रं, किं तर्हि ? द्रव्यविशेषः, परमार्थे सति, वाचा' न संवृति' सतीति, तस्मिन् एवमात्मके एकस्मिन् विशेषाः शुक्लपीतादयः कनकरजतादयः खण्डहुण्डादयो वा तद्वति तज्जातीयाः तत्प्रकाराः व्यावर्णितघटप्रकाराः तेषु च सर्वेषु लोकप्रसिद्धेषु अविशेषात् अभेदेन परिज्ञानं निश्चितावबोधः नैगमः देशसमग्रग्राही नैगम इति । पूर्वाभिहितलक्षणप्रपञ्चोऽयं सामान्यविशेषवैचित्र्यप्रदर्शनार्थः । છે ? જવાબ : જલ, ઘી, દૂધ વગેરેનું આહરણ = એટલે કે એક દેશમાંથી/સ્થાનમાંથી બીજા સ્થાનમાં સંચરણ - હેરફેર કરવામાં-લાવવામાં સમર્થ છે અને લાવેલાં તે પદાર્થોનું ધારણ કરી રાખવામાં સક્ષમ છે. વળી આ ઘડાના જે ઉત્તર ગુણો છે - જેમ કે, પાક (અગ્નિસંયોગ)થી ઉત્પન્ન થનાર જે લાલ વર્ણ આદિ (આદિથી કઠિનતા વગેરે) ગુણો છે તેની (નિર્વર્તના=) પરિસમાપ્તિ થવાથી હવે નવો કોઈપણ ગુણ પ્રાપ્ત કરવાનો બાકી નથી અને આથી (નિવૃત્ત =) નિષ્પન્ન સિદ્ધ થયેલ દ્રવ્ય-વિશેષ એ સંપૂર્ણ તૈયાર થયેલા ઘડારૂપ હોય છે.
=
=
વળી આ કોઈ સામાન્યમાત્ર દ્રવ્ય નથી. પ્રશ્ન ઃ તો શું છે ?
જવાબ : આ તો (ઉક્ત સ્વરૂપ ચોક્કસ પ્રક્રિયાથી બનેલ) દ્રવ્ય-વિશેષ છે, વિશેષ દ્રવ્ય છે. તે પણ પરમાર્થથી ઘડો દ્રવ્ય-વિશેષ છે, પણ વાણીવડે કહેવામાત્રથી ઉપર ઉપરથી - દેખાવમાત્રથી ઘડો દ્રવ્ય-વિશેષ નથી.
આવા વિશેષવાળા/ભેદોવાળાં તે એક ઘડાને વિશે જ્ઞાન થવું તે નૈગમનય કહેવાય. વિશેષ એટલે ભેદો/પ્રકારો. દા.ત. કોઈ ઘડો શુકલ/સફેદ હોય, કોઈ પીત-પીળો હોય વગેરે. તથા કોઈ ઘડો કનક-સોનાનો, કોઈ રજતનો બનેલો હોય તથા કેટલાંક ઘડા ખંડિત હોય તો કેટલાંક કુંડ - બેડોળ – નિયમિત પદ્ધતિ વિનાના હોય. આવા જે વિશેષો (પ્રકારો) છે તેનાથી વિશિષ્ટયુક્ત કોઈ એક ઘડાને વિષે અથવા પૂર્વોક્ત સ્વરૂપ ઘડાના પ્રકારવાળા (તાતીય) સર્વ લોકપ્રસિદ્ધ ધડાઓને વિષે અવિશેષથી એટલે કે અભેદ વડે સમાનરૂપે જે પરિજ્ઞાન એટલે કે નિશ્ચયાત્મક બોધ (જ્ઞાન, અધ્યવસાય) થાય છે, તે ક્રમશઃ દેશગ્રાહી અને સમગ્રગ્રાહી નૈગમનય છે. અર્થાત્ એક ઘડાનો બોધ થાય ત્યારે દેશગ્રાહી નૈગમનય કહેવાય અને સર્વ ઘડાને વિષે બોધ થાય ત્યારે સમગ્રગ્રાહી નૈગમ નય કહેવાય છે.
૨. વ.પૂ.પા. | પત્ર૬૦ મુ. | ૨. વાષુિ । વા ન૦ પૂ. । રૂ. પાğિ । ત્તિ॰ મુ. ।