________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
मीमांसनीयमेतदेवं, विप्रतिपत्तिप्रसङ्ग इति, विरुद्धा' प्रतीतिर्विप्रतिपत्तिस्तस्याः प्रसङ्गोऽनिष्टमिति यावत् । न ह्येकमेव वस्तु सामान्यं सत् पुनर्विशेषो भवति, त्रैकोलिकः वर्तमानक्षणावधिको वा, नामादित्रयनिरासाद् वा भावमात्रं पर्यायशब्दानभिधेयो वा विशिष्टक्रियाविशिष्टो वा वस्तुविशेष इति विरुद्धाः प्रतीतयः सकलाः प्रतीयन्त इति । न च विरुद्धप्रतीतिकः
દોષની શંકા પડતી નથી. કહેવાનો આશય એ છે કે વસ્તુએ વસ્તુએ - દરેક વસ્તુને વિષે નયની - અભિપ્રાય-વિશેષની પ્રવૃત્તિ થાય છે. (પ્રતિવસ્તુ નવપ્રવૃત્તે: ) આથી જુદી જુદી (ઘટ, પટ, મઠ, રક્ત વગેરે) વસ્તુને વિષે અભિપ્રાયનો ભેદ પડે તો તે સમજી શકાય છે, વ્યાજબી છે. પણ એક જ ઘટ આદિ વસ્તુને વિષે આપના વડે જુદા જુદા અધ્યવસાયના/વિજ્ઞાનના ભેદો સ્વીકારાય છે, તે તો વિપત્તિપત્તિ-દોષરૂપ જ ગણાય.
४७३
=
વિપ્રતિપત્તિ એટલે વિરુદ્ધ પ્રતિપત્તિ પ્રતીતિ-સ્વીકાર. તેનો પ્રસંગ આવે એટલે કે અનિષ્ટના/દોષના સ્વીકારની આપત્તિ આવશે. (હા. ભ. કારણ કે એક જ વસ્તુના નિમિત્તથી અનેક પ્રતીતિઓ થવી યોગ્ય નથી. કૃષ્ણ વર્ણમાં નીલવર્ણની પ્રતીતિ જેમ ઘટતી નથી, તેમ તે ઘટતી નથી.) ભાષ્યમાં નનુ શબ્દ છે, તે ‘મીમાંસા’ વિચારણા અર્થમાં છે. આથી ‘પૂર્વોક્ત દોષ-આપત્તિ એ તમારા વડે વિચારણીય છે' એમ પૂર્વપક્ષ જણાવે છે.
=
વિરોધી પ્રતિપત્તિ (પ્રતીતિ/બોધ) રૂપ દોષ આવવાનું કારણ એ કે, એક જ વસ્તુ સામાન્યરૂપ હોયને પાછી વિશેષરૂપે પણ હોવી ઘટતી નથી. અથવા તો એક જ (ઘટાદિ) પદાર્થ (વૈકાલિક=) ત્રણેય કાળના વિષયવાળો હોયને વળી વર્તમાન ક્ષણની મર્યાદાવાળો અર્થાત્ વર્તમાનકાલીન હોય. અથવા તો (ઘટાદિ) વસ્તુના નામ, સ્થાપના અને દ્રવ્યરૂપ પર્યાયોને દૂર કરી - નિષેધ કરીને (શબ્દનયની અપેક્ષાએ) ફક્ત ભાવરૂપ પર્યાય જ સ્વીકારવો. અથવા (ઘટ વગેરે પદાર્થોને) (સમભિરૂઢ નયની અપેક્ષાએ) પર્યાય (સમાનાર્થી ટ વગેરે) શબ્દ વડે અનભિધેય - અવાચ્ય કહેવો અથવા વિશિષ્ટ (શબ્દની પ્રવૃત્તિના અથવા વ્યુત્પત્તિના નિમિત્તરૂપ ચેષ્ટા વગેરે) ક્રિયાથી યુક્ત જ (ઘટાદિ) વસ્તુ-વિશેષ રૂપે કહેવો તે બરાબર નથી. અર્થાત્ એક જ ઘટાદિ વસ્તુને પહેલાં સામાન્યરૂપે કહ્યો પછી તેને ફરી પૂર્વે કહ્યા મુજબ (પૂર્વ પૂર્વના અર્થ કરતાં) ઉત્તરોત્તર અધિક અધિક વિશેષરૂપે - ભિન્નરૂપે કહેવી તે ઘટતું નથી. આ સઘળીય વિરુદ્ધ પ્રતીતિઓ/બોધવિશેષો છે અને જે પદાર્થ વિરુદ્ધ-પ્રતીતિવાળો હોય, જેના અંગે વિરોધી જુદાં જુદાં બોધ થતાં {. પૂ. / વ્રુત્વવ્ર॰ મુ. | ૨. પા.પૂ.તિ..લ. । ત્રિ મુ. | રૂ. વિશે॰ મુ. |