________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[અ° °
सर्वस्यावरुद्धत्वात् गुणपर्यायाणामन्वयि द्रव्यं गुणा रूपादयः, पर्याया: कपालादयः, सहभूत्वं क्रमभूत्वं चादाय भेदेनोपादानमिति । तथा तदेत कं चतुर्धा, चक्षुर्दर्शनादिभिश्चतुर्भिः
४७६
આ જ રીતે તે જ એકાત્મક જગત એ ત્રણ-પ્રકારવાળું પણ છે. કારણ કે, (૧) દ્રવ્ય (૨) ગુણ અને (૩) પર્યાયો એ ત્રણ વસ્તુમાં સર્વ જગતનો અંતર્ભાવ થઈ જાય છે. કેવી રીતે ? એ જણાવે છે. ગુણ અને પર્યાયોમાં જે અન્વયી = એટલે કે અન્વય/સંબંધ કરનારુંનિત્ય અનુસરનારું હોય તે ‘દ્રવ્ય’ કહેવાય. અર્થાત્ ગુણ અને પર્યાય વિનાનું દ્રવ્ય ન હોઈ શકે માટે દ્રવ્ય એ એક યા બીજા ગુણ અને પર્યાય સાથે અવશ્ય સંબંધ/અન્વય પામનારું હોય છે. (વળી દ્રવ્ય એ ગુણ અને પર્યાયનો આધાર છે. માટે ગુણ અને પર્યાયો પણ દ્રવ્યને છોડીને રહી શકતાં નથી.) રૂપ વગેરે એ ‘ગુણો' કહેવાય અને કપાલ વગેરે એ ‘પર્યાય’ કહેવાય છે.
* ગુણ અને પર્યાયો વચ્ચે ભેદ
પ્રશ્ન ઃ આમ તો ગુણ અને પર્યાયો એ બન્નેય દ્રવ્યના ‘ધર્મ’ રૂપે એક જ છે. તો બન્નેયને જુદા શાથી કહ્યાં છે ?
જવાબ : દ્રવ્યની સાથે એક (૧) સહભૂ છે અને બીજો (૨) ક્રમભૂ છે, તેને લઈને જુદા કહેલાં છે. અર્થાત્ રૂપ, રસ આદિ ધર્મો એ દ્રવ્યની સાથે ઉત્પન્ન થનારા અને રહેનારા હોય છે, માટે ( સહ મતિ વૃત્તિ સદ્દસ્મૂ: ) સહભૂ કહેવાય છે. જ્યારે કપાલ વગેરે પર્યાયો/અવસ્થાઓ એ ક્રમે કરીને દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. બદલાતાં રહેતાં હોય છે માટે ‘ક્રમભૂ’ (મેળ પ્રવૃતિ કૃતિ મમ્મૂ:) કહેવાય છે.
ચંદ્રપ્રભા : દા.ત. સૌથી પહેલાં માટીનો પિંડ હતો, પછી તેમાંથી કપાલિકા, કપાલ વગેરે બનાવીને પછી તેમાંથી ઘડો બનાવે છે. જ્યારે માટી પિંડા રૂપે હતી ત્યારે કપાલ અવસ્થા ન હતી, જ્યારે તેમાંથી કપાલ બને છે ત્યાર !પંડરૂપે નથી અને જ્યારે ઘડા રૂપે બને છે ત્યારે કપાલ-પર્યાય પણ નાશ પામે છે, તિરોહિત થઈ જાય છે. આમ દ્રવ્યમાં પર્યાયો ક્રમસ૨ જ ઉત્પન્ન થાય છે. જ્યારે રૂપ, રસ, ગંધ વગેરે તો માટી, કપાલ કે ઘડાની અવસ્થામાં પણ દ્રવ્ય સાથે હોય જ છે. નાશ પામતા નથી. તેવી જ રીતે સોનારૂપ દ્રવ્યમાંથી ક્રમશઃ વીંટી, બંગડી, હાર, કુંડળ વગેરે બનાવાય ત્યારે સોનુ તો એનું એ જ છે- પણ તેનો પીળો વર્ણ, નરમપણું વગેરે જે ગુણો કહેલાં છે. તે દરેક અવસ્થામાં રહેલાં છે માટે તે ગુણો સહભૂ કહેવાય છે. જ્યારે વીંટી, બંગડી વગેરે અવસ્થાઓ એ ક્રમશઃ થતી હોવાથી-બદલાતી હોવાથી તે પર્યાયો ક્રમભૂ કહેવાય છે. આમ ગુણો ૨. પાવિષ્ણુ । જા॰ પૂ.