________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
सर्वस्य विषयीकृतत्वात् तन्मात्रम् । तथा तदेव पञ्चस्वभावं निरूप्यते, पञ्चास्तिकायात्मकत्वात्, एतदाह-सर्वं पञ्चत्वं अस्तिकायावरोधात् पञ्चस्वभावं सर्वमिदं जगत्, पञ्चभिरस्तिकायैरवरुद्धत्वात्, धर्माधर्माकाशजीवपुद्गलास्तिकायात्मकं यतः । तथा तदेव पञ्चस्वभावं षट्स्वभावं षट्द्द्रव्यसमन्वितत्वात्, तदाह - सर्वं षट्कं षड्द्रव्यावरोधात् सर्वं षड्स्वभावं जगत्, कुत: ? षड्रद्रव्यावरोधादिति । षड् द्रव्याणि कथम् ? उच्यते - पञ्च धर्मादीनि कालश्चेत्येक इति । यथा येन प्रकारेण एताः एकद्वित्रिचतुःपञ्चषडात्मिका अवस्थाः एकत्र जगत्युपादीयमाना
४७७
અને પર્યાયો વચ્ચે તફાવત હોવાથી તેને જુદા કહેલાં છે, એમ જાણવું. આખું ય જગત્ = તેમાં રહેલ તમામ પદાર્થો આ ત્રણ વસ્તુરૂપે હોવાથી ત્રણ પ્રકારનું છે એમ સારાંશ છે.
પ્રેમપ્રભા : તેમજ તે જ એકરૂપ જગત એ ચાર-પ્રકારનું પણ છે. કારણ કે, ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શનો વડે સર્વજગત વિષય રૂપે બનાવાયુ છે. (ચક્ષુદર્શનાવરણીય વગેરે ચાર પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમાદિ વડે જે ચક્ષુદર્શન વગેરે ગુણો જીવમાં ઉત્પન્ન થાય છે તેનો વિષય આખુ જગત બને છે.) માટે સમસ્ત જગત ચાર ભેદવાળું કહેલું છે. (કદાચ કોઈ પદાર્થ ચક્ષુદર્શન આદિ ત્રણ દર્શનોનો વિષય ન બને તો પણ કેવળદર્શન રૂપ દર્શન-ગુણ વડે આખું ય જગત દેખાય છે, તેમાં કોઈ પદાર્થ બાકી રહેતો નથી. માટે આ પ્રમાણે કહેવું ઘટે છે.) તથા તે જ સમસ્ત જગત પાંચ-સ્વભાવવાળું કહેવાય છે. કારણ કે, પાંચ-અસ્તિકાય-આત્મક છે. આ જ વાત ભાષ્યમાં કહે છે. સર્વ વસ્તુ (જગત્) એ પાંચ પ્રકારનું પાંચ-સ્વભાવવાળું છે. કારણ કે પાંચ અસ્તિકાયો (સમહો)થી અવરુદ્ધ છે - વ્યાપ્ત છે/યુક્ત છે. અર્થાત્ જે કારણથી આખુંય જગત (૧) ધર્મ (૨) અધર્મ (૩) આકાશ (૪) જીવ અને (૫) પુદ્ગલ એ પાંચ અસ્તિકાય - સ્વરૂપ છે, માટે તે પાંચ સ્વભાવવાળું છે.
* અપેક્ષાભેદથી વિશ્વ પાંચ-અસ્તિકાયરૂપ અને ષડ્વવ્યમય
= છ
અને તે જ પાંચ-સ્વભાવવાળું જગત એ છ-સ્વભાવવાળું પણ છે. કારણ કે ષદ્રવ્યોથી યુક્ત છે. આ વાત જણાવતાં ભાષ્યમાં કહે છે-સર્વ જગત ષટ્ક સ્વભાવ(ભેદ)વાળું છે. પ્રશ્ન ઃ શાથી ? જવાબ : કારણ કે સર્વજગત છ દ્રવ્યથી યુક્ત છે. શંકા : ષટ્ દ્રવ્યો શી રીતે થાય ? સમાધાન : ધર્માસ્તિકાય આદિ પૂર્વોક્ત પાંચ ભેદો ઉપરાંત નિશ્ચેત્યે ॥ -રૂ૮ ॥ એવા આ જ શાસ્ત્રમાં આગળ કહેવાતાં સૂત્રથી અન્ય
૧. પૂ. ત્રતા મુ. |