________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४७१
ચેષ્ટાઓ છે તેને કરે તે ‘ઘટ' કહેવાય. આ રીતે ‘ઘટ' શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત રૂપ જે ‘ચેષ્ટા’રૂપ ક્રિયા છે, તેને કરતો હોય તેને જ ‘ઘટ' = ઘડો કહેવો ઉચિત છે. પણ જે જલધારણાદિ ચેષ્ટા કરતો ન હોય, પણ ખાલી પડી રહેલો હોય તેને ઘડો કહેવાય નહિ. કારણ કે ‘ઘટ' શબ્દનો અર્થ ફક્ત અમુક આકારવાળો અર્થાત્ પૂર્વે નૈગમ વગેરે નયો દ્વારા કહેવાયેલ (ઊર્ધ્વ-કુણ્ડલ-ઓષ્ઠ અથવા કમ્બુગ્રીવાદિમાન્ અથવા તુંબડાકારવાળો વગેરે રૂપ) અર્થ એ ‘ઘટ’ શબ્દનો અર્થ નથી. સાંપ્રત-નય તેમજ સમભિરૂઢ-નય વડે કહેલ અર્થ સ્થળ છે. અર્થાત્ તેઓ તો ખાલી પડેલા જલ-ધારણ વગેરે પોતાની અર્થક્રિયાને નહીં કરનારા ઘડાને પણ ઘડો કહેવા તૈયાર છે. પણ એવંભૂત-નય તો એથી ય વધુ સૂક્ષ્મ અર્થને માને છે. એ કહે છે ‘ઘટ' શબ્દની પ્રવૃત્તિ જે ‘ચેષ્ટા’ અર્થવાળા ષટ્ ધાતુને/ક્રિયાને લઈને થઈ છે, એ ‘ચેષ્ટા’રૂપ ક્રિયા-અર્થ જ જેમાં ન હોય તેવા ઘડારૂપ અર્થનો વટ-શબ્દ વાચક શી રીતે બને ? ઘટ શબ્દ તો ‘ચેષ્ટા’રૂપ ક્રિયાથી યુક્ત ‘ઘડા’ રૂપ અર્થનો વાચક છે, બીજા ખાલી પડેલાં વગેરે ઘડાઓનો વાચક નથી. આથી જો ઘટ્ ધાતુથી સૂચિત જલ-ધારણ વગેરે ‘ચેષ્ટા’રૂપ ક્રિયાથી વિશિષ્ટ ઘડો-અર્થ સ્વીકારાય તો જ ઘટ્ શબ્દ અને ‘ઘડા’ રૂપ પદાર્થ વચ્ચે વાચ્યવાચક સંબંધ ઘટી શકે છે. નહિતર તો ઘટઃ એમ બોલાતાં તેવો જ (ક્રિયા-વિશિષ્ટ) અર્થ જો પ્રાપ્ત ન થાય તો ‘ઘટ' બોલતાં ‘પટ’ અર્થની પણ પ્રાપ્તિ થવાની આપત્તિ કેમ ન આવે ?
આથી જલ-ધારણ, આહરણ વગેરે પોતાની અર્થ-ક્રિયા કરનાર જ ઘડારૂપ અર્થ ઘટ શબ્દ વડે કહેવાય છે અને આથી શબ્દ અને અર્થ વચ્ચે વાસ્તવિક વાચ્ય-વાચકરૂપ સંબંધ પણ ઘટી શકે છે. તથા કેવળજ્ઞાન પામ્યા બાદ તીર્થં ોતિ કૃતિ તીર્થજ્ન્મ: । જે ‘તીર્થ'ને કરે, સ્થાપે તે તીર્થંકર કહેવાય. અહીં પણ ચતુર્વિધ સંઘ રૂપ અથવા દ્વાદશાંગીરૂપ તીર્થની સ્થાપના કરતાં હોય ત્યારે જ તીર્થંકર કહેવાય એમ એવંભૂત-નય માને છે. બાકીના સમયે-તીર્થ સ્થાપના કરી દીધા પછી તો તેઓ તીર્થંકર ન કહેવાય. (પણ અરિહંત કહી શકાય છે કારણ કે ‘અરિહંત’ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયા ત્યારે પણ વિદ્યમાન છે.) આમ દરેક (ઘડા, વસ્ત્ર વગેરે) પદાર્થની બાબતમાં પોતાનો વાચક જે શબ્દ છે, તેની પ્રવૃત્તિના નિમિત્ત રૂપ જે (જલધારણ, શરીરાચ્છાદન વગેરે) ક્રિયા છે, એ જો તે (ઘડા વગેરે) વાચ્ય અર્થમાં વિદ્યમાન હોય તો જ વાસ્તવિક વાચ્ય-વાચક સંબંધ ઘટે છે. આથી તેવો જ (જલધારણ રૂપ ચેષ્ટાને કરતો ઘડો વગેરે) અર્થ તે (ટ વગેરે) શબ્દ વડે કહેવાય છે, પણ બીજો અર્થ (ખાલી પડેલ ચેષ્ટા વિનાનો ઘડો વગેરે અર્થ) જણાવાતો નથી એમ એવંભૂત શબ્દનય માને છે, એમ સારાંશ છે. આમ એવંભૂત-નય શબ્દને આશ્રયીને અત્યંત સૂક્ષ્મ અર્થનો સ્વીકાર કરે છે.