________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ० १
पेक्षार्थग्राही योऽध्यवसायः स एवम्भूतः परमार्थः व्यञ्जनं वाचकः शब्दः, अर्थोऽभिधेयो वाच्य: । अथ का पुनरन्योन्यापेक्षा ? यदि यथा व्यञ्जनं तथार्थो यथा 'वार्थस्तथा व्यञ्जनम्, एवं हि सति वाच्यवाचकसम्बन्धी घटते अन्यथा न, योग्यक्रियाविंष्टमेव वस्तुस्वरूपं प्रतिपद्यत इति ।
एवं भाविते नयानामभिप्राये चोदकः स्वाभिप्रायमभिव्यनक्ति
४७०
મત આવો છે - અનંતર એટલે કે હમણાં જ પૂર્વમાં કહેલ સમભિરૂઢ અને સાંપ્રત એ બે નયવડે સ્વીકારાયેલ, ગ્રહણ કરાયેલ ઘટ-પદાર્થ સંબંધી જે વ્યંજન (શબ્દ) અને અર્થ છે, એ બેનો પરસ્પર એકબીજાની અપેક્ષાવાળા (ઘડારૂપ) અર્થનું ગ્રહણ કરનારો જે અધ્યવસાય/બોધ વિશેષ તે એવંભૂત/પરમાર્થ નય કહેવાય છે. અર્થાત્ પરમાર્થનો ગ્રાહક હોયને ‘એવંભૂત’ કહેવાય છે. વ્યંજન એટલે વાચક, શબ્દ... અને ‘અર્થ’ = એટલે અભિધેય, વાચ્ય...
=
શંકા : વ્યંજન અને અર્થ વચ્ચે જે પરસ્પર અપેક્ષા એટલે કે સાપેક્ષપણુ છે, તે શું છે ? સમાધાન : વ્યંજન અને અર્થ વચ્ચે પરસ્પર અપેક્ષા = સાપેક્ષતા ત્યારે હોય કે જ્યારે જેવો વ્યંજન એટલે કે શબ્દ હોય તેવો જ અર્થ પ્રાપ્ત થાય અને જેવો અર્થ (વાચ્ય, પદાર્થ) હોય, તેવો જ વ્યંજન/શબ્દ તેને જણાવવા માટે વપરાય. આ પ્રમાણે હોય તો જ શબ્દ અને અર્થ વચ્ચે વાચ્ય-વાચકસંબંધ ઘટે છે, બીજી રીતે ઘટતો નથી. કારણ કે આ રીતે જ શબ્દની પ્રવૃત્તિના (અથવા વ્યુત્પત્તિના) નિમિત્તભૂત જે ક્રિયા છે, તેનું શબ્દ દ્વારા કહેવાતા અર્થમાં જોડાણ-સંબંધ ઘટે છે.
એવંભૂત-નયના નિષ્કર્ષને જણાવતાં ટીકાકાર કહે છે - યોગ્ય ક્રિયાથી આવિષ્ટ = યુક્ત એવી જ વસ્તુ/પદાર્થ એ જ પોતાના વસ્તુસ્વરૂપને પામે છે અર્થાત્ વાસ્તવિક સ્વરૂપને પામે છે. આથી આવો અધ્યવસાય/બોધવિશેષ એ એવંભૂત-નય કહેવાય છે.
ચંદ્રપ્રભા : કહેવાનો આશય એ છે કે એવંભૂત-નય એ ‘ઘટ’ વગેરે શબ્દનો અત્યંત સૂક્ષ્મ (વિશિષ્ટ) અર્થનો સ્વીકાર કરે છે. આ સૂક્ષ્મ અર્થ કેવો હોય છે ? એનો જવાબ એ છે કે, ઘટ શબ્દ બોલાતાં સર્વ ઘડાઓના બોધ થતો નથી, પણ ‘ઘટ' શબ્દમાં જે ક્રિયારૂપ નિમિત્ત છે, તે ક્રિયા-રૂપ અર્થથી વિશિષ્ટ એવા જ ઘડાનો બોધ થાય છે. અર્થાત્ ઘટ: જે ચેષ્ટા કરે તે ‘ઘટ’ કહેવાય. કઈ ચેષ્ટા ? તો જલને ધારણ કરવાની, લાવવાની (આહરણ) વગેરે ઘટને યોગ્ય જે
૧. પૂ. । વા૦ મુ. | ૨. પાવિવુ । વિશિ૰ મુ. |