________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[t o
भा० अत्राह - एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वात् ननु विप्रतिपत्तिप्रसङ्ग इति । अत्रोच्य
४७२
-
टी० एवमिदानीमेकस्मिन्नित्यादिना भाष्येण । एवमिति यथा प्रतिपादितैरेकवस्तुनि परस्परविलक्षणैर्भेदैः, इदानीमित्येतत् पूर्वाभिहितनयवादकालापेक्षया प्रयुज्यते, एवमवस्थिते नयप्रस्थानेऽधुना इदमापनीपद्यते - एकस्मिन्नर्थे घटवस्तुनि, बहुष्वर्थेषु न दोषाशङ्काऽस्ति, प्रतिवस्तु नयप्रवृत्तेः । एकस्मिन् पुनरध्यवसायनानात्वाद् विज्ञानभेदात्, ननुशब्दो मीमांसायां,
(અહીં એટલું સમજવું કે પૂર્વોક્ત સ્વરૂપ જીવનો જે અધ્યવસાય/બોધવિશેષ છે એ જ્ઞાન-નય છે. કારણ કે તેમાં સાક્ષાત્ શાસ્ત્રનો અધિકાર છે. તથા આનો ક્ષેય = પદાર્થ એ અર્થ-નય છે અને તેનો વાચક એ શબ્દ-નય છે, એમ જાણવું. (હા. ભ. ટીકા.)
આ પ્રમાણે જુદા જુદા નયોના અભિપ્રાયોનો વિચાર કરાયે છતે પૂર્વપક્ષ (દોષ સૂચક વ્યક્તિ) પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે
ભાષ્ય : અહીં અન્ય વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે - પ્રશ્ન : આ પ્રમાણે એક જ (ઘટાદિ) અર્થને વિષે અધ્યવસાયનું/વિજ્ઞાનનું જુદાપણું હોવાથી વિપ્રત્તિપત્તિ = વિરુદ્ધ પ્રતીતિ/સ્વીકાર થવાનો પ્રસંગ આવશે. (આ વાત તમારે વિચારવાં યોગ્ય છે.)
* નોના જુદા જુદા અભિપ્રાયો વિરુદ્ધ હોવાની શંકા
પ્રેમપ્રભા : ભાષ્યમાં પૂર્વપક્ષ આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવે છે - આપત્તિ આપે છે. एवम् એટલે કે પૂર્વના ગ્રંથમાં જે રીતે એક જ (ઘટરૂપ) વસ્તુમાં પરસ્પર એકબીજાથી વિલક્ષણ જુદા પ્રકારના ભેદોનું/પ્રકારોનુંઅભિપ્રાયોનું પ્રતિપાદન કરાયું છે, તે રીતે જોતાં અહીં હવે દોષ આવશે. વાનીમ્ એટલે હમણા, હવે અર્થાત્ પૂર્વે કહેલ નયવાદના કાળની અપેક્ષાએ ફાનીમ્ = ‘હવે’ એવા શબ્દનો પ્રયોગ કરેલો છે. એનો અર્થ એ છે કે, આ પ્રમાણે નયોનું પૂર્વે કરેલું પ્રસ્થાન = વિવેચનનો આરંભ એ જ્યારે આવી સ્થિતિમાં પહોંચ્યું છે, ત્યારે હમણા હવે આવા પ્રકારનો દોષઆપત્તિ આવે છે એક જ વસ્તુમાં અધ્યવસાયના વિજ્ઞાનના જુદાં જુદાં ભેદને કારણે વિપ્રતિપત્તિ = વિરોધી પ્રતીતિરૂપ દોષ આવે છે એમ ભાષ્યનો સમસ્ત-અર્થ છે. ટીકામાં અવયવ-અર્થ જણાવે છે - એક જ અર્થમાં એટલે દા.ત. ઘટ રૂપ એક જ વસ્તુમાં જુદો જુદો બોધ થવો તે દોષરૂપ છે. ઘણી વસ્તુમાં/પદાર્થોમાં તો એકબીજાથી વિલક્ષણ જુદા જુદા બોધ-પ્રકારો હજી સંભવી શકે છે માટે ત્યારે આવા
-