________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
ये शब्दाः अन्यतमं नामस्थापनादिकं गृह्णन्ति तेऽन्यतमग्राहिणस्तेषु शब्देषु उच्चरितेष्वन्यतमग्राहिषु यद् विज्ञानं स साम्प्रतः, ते चे शब्दा यदि प्रसिद्धाः पूर्वं भवन्ति - निर्ज्ञाताभिधेयसम्बन्धाः अस्येदं वाच्यमित्यनेन रूपेण । तथा गमका इत्येतदाह - प्रसिद्धपूर्वकेषु, प्रसिद्धः पूर्वो येषां प्रथमंः सङ्केतस्ते प्रसिद्धपूर्वकास्तेषु नामादीनामन्यतमवाचकेषु सम्प्रत्यय इति ।
समभिरूढमतोद्विभावयिषया आह
-
४६७
એ વાચ્ય હોય, તે શબ્દ વડે સ્થાપના રૂપ પદાર્થ વાચ્ય નથી. અને શબ્દ વડે સ્થાપના રૂપ અર્થ વાચ્ય હોય, તેના વડે દ્રવ્ય રૂપ અથવા ભાવરૂપ અર્થ એ વાચ્ય હોતો નથી. અર્થાત્ એક વખત ઉચ્ચારાયેલ શબ્દ વડે નામાદિ ચાર પ્રકાર પૈકી કોઈ એક જ વિવક્ષિત/ચોક્કસ અર્થ કહેવાય છે. આથી નામ આદિ રૂપ ઘડાઓના વાચક શબ્દો છે તે નામ, સ્થાપના વગેરે રૂપ ઘડાઓ પૈકી (અન્યતમનું) કોઈ એકનું ગ્રહણ કરનારા છે. આથી અન્યતમ-ગ્રાહી કહેવાય છે. આમ આવા અન્યતમગ્રાહી ઘટ' રૂપ શબ્દોનો ઉચ્ચા૨ ક૨ાયે છતે જે વિજ્ઞાન = બોધ થાય છે, તે સાંપ્રત કહેવાય છે. આમ ઘટ: શબ્દનું ઉચ્ચારણ થતાં આવો બોધ સાંપ્રત-નય માને છે.
-
વળી અહીં એટલું વિશેષ કે તે ઉચ્ચારેલો ઘટ શબ્દ એ (૩) પ્રસિદ્ધિપૂર્વક હોવો જોઈએ. ‘પ્રસિદ્ધપૂર્વક’ એટલે પૂર્વમાં (પૂર્વકાળે) જે શબ્દનો અર્થ સાથેનો સંબંધ જણાઈ ગયો હોય એટલે કે ‘આ ‘ઘટ’ વગેરે શબ્દનો આ (પૂર્વે કહેલ સ્વરૂપવાળો) ‘ઘડા’ વગેરે વસ્તુ એ વાચ્ય છે કહેવા યોગ્ય છે' આવા પ્રકારનો સંબંધ પ્રસિદ્ધ થયો હોય અર્થાત્ તેવા પ્રકારના અર્થનો ગમક = એટલે બોધક હોય, અભિધાયક હોય. આજ વાત પ્રસિદ્ધપૂર્વવુ પદથી જણાવે છે. પ્રસિદ્ધઃ પૂર્વ: પ્રથમઃ સદ્દેશ: યેમાં તે પ્રસિદ્ધપૂર્વા / અર્થાત્ જેઓનો પૂર્વ પહેલો સંકેત એટલે કે પૂર્વોક્ત વાચ્ય-વાચક ભાવરૂપ સંબંધ - પ્રસિદ્ધ થયો છે, જણાઈ ગયો છે તે પ્રસિદ્ધપૂર્વ કહેવાય. (પછી સ્વાર્થમાં બહુવ્રીહિ સમાસનો હ્ર પ્રત્યય લાગતાં પ્રસિદ્ધિપૂર્વજ શબ્દ બને છે.) આમ ‘ઘટ' શબ્દનો ઉચ્ચાર કરાતાં આવા પ્રસિદ્ધપૂર્વક એટલે કે નામ, સ્થાપના વગેરે રૂપ ચાર પ્રકારના ઘડાઓ પૈકી અન્યતમ અર્થાત્ કોઈપણ એક પ્રકારના ઘડાના વાચક શબ્દો જેના પ્રસિદ્ધ થયા છે, એવા (ઉપરાંત પૂર્વોક્ત બન્નેય વિશેષણો વડે વિશિષ્ટ એવા) ઘડાઓ વિષે જે સંપ્રત્યય એટલે કે પરિજ્ઞાન/બોવિશેષ થાય છે, તે સાંપ્રત-શબ્દનય કહેવાય છે.
=
હવે ઘટ પદાર્થને વિષે (શબ્દનયના બીજા ભેદરૂપ) સમભિરૂઢ-નયના મતનો
૨. સર્વપ્રતિવુ । સન્ના॰ મુ. | ર્. જી. પૂ. । ના. મુ. | રૂ. પૂ. જ઼િ. | થર્મ૰ મુ. |