________________
४६४
तत्त्वार्थाधिगमसूत्रम्
अथ सङ्ग्रहः कथं घटमिच्छतीत्याह
भा० एकस्मिन् वा बहुषु वा नामादिविशेषितेषु साम्प्रतातीतानागतेषु घटेषु सम्प्रत्ययः सङ्ग्रहः ।
टी० एकस्मिन्नित्यादि । एकस्मिन् घटे बहुषु वा घटेषु नामादिविशेषितेष्विति नामस्थापनाद्रव्यभावघटेष्वित्यर्थः । साम्प्रतेषु वर्तमानेषु अतीतेषु अतिक्रान्तेषु अनागतेषु आगामिषु घटेषु यः सम्प्रत्ययः सामान्यं घटो घट इति परिज्ञानं स सङ्ग्रहः यस्मात् सामान्यमेव घटादिरूपेण निर्भासते, न सामान्यादन्ये विशेषाः सन्ति ।
व्यवहाराभिप्रायप्रकटनायाह
-
[અ૦૧
શંકા : પૂર્વે દેશગ્રાહી અને સમગ્રગ્રાહી નૈગમનયનું લક્ષણ કહેલું જ છે તો ફરી અહીં તે શાથી કહ્યું છે ? ફરી કહેવામાં પુનરુક્તિ દોષ આવે છે.
=
સમાધાન : પૂર્વે કહેલ નૈગમનયના લક્ષણના વિસ્તારરૂપ આ સમસ્ત ગ્રંથ ભાષ્યવચન છે અને તે સામાન્ય અને વિશેષનું વિચિત્રપણું = વિવિધતા = વિભિન્નતા બતાવવા રૂપે પૂર્વે કહેલ લક્ષણનો વિસ્તાર કરેલો છે. અહીં નૈગમનયથી ઉદાહરણરૂપે ઘડાની વિચારણા કરી છે અને તેમાં સામાન્ય અને વિશેષરૂપ ઘડાનો બોધ કરવા વડે બેય પ્રકારના નૈગમનયની વિચારણા કરાઈ છે એમ જાણવું. હવે સંગ્રહ-નય ઘટ: એમ ઉચ્ચારણ કરાતાં કેવા પ્રકારના ઘડાને ઇચ્છે છે/માને છે તે ભાષ્યમાં જણાવે છે.
ભાષ્ય : એક ઘડામાં અથવા નામાદિ વડે વિશેષિત કરાયેલ સાંપ્રત (વર્તમાન), અતીત અને અનાગત એવા અનેક ઘડાઓને વિષે જે સંપ્રત્યય - પરિજ્ઞાન તે સંગ્રહનય છે.
પ્રેમપ્રભા : ઘટ: એમ કહેવાતાં સંગ્રહનય આ પ્રમાણે બોધ કરે છે. એક ઘડામાં અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ અને વર્તમાન, અતીત-ભૂતકાલીન અને આગામીભવિષ્યકાલીન ઘડાઓને વિષે જે સંપ્રત્યય એટલે કે ઘટ:, ઘટ:, આ ઘડો, આ ઘડો એમ સામાન્યથી પરિજ્ઞાન (નિશ્ચયાત્મક બોધ) થાય છે તે સંગ્રહ-નય છે. આમ ઘટ: કહેવાતાં સંગ્રહ-નયનો આવો અભિપ્રાય હોય છે. કારણ કે સર્વ ઘડાઓમાં રહેલ એક સામાન્ય = સમાનધર્મ એ જ ઘડા વગેરે રૂપે ભાસે છે, પણ સામાન્યથી ભિન્ન વિશેષો (ભેદો) હોતાં નથી.
-