________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४६१ ततो येन सोऽध्यवसाय:-प्रत्ययो विज्ञानम् अन्तराणीति भेदाख्यानम् । एतानीति नैगमादीनि पञ्च । एतत् कथितं भवति-वस्त्वेवानेकधर्मात्मकमनेकाऽऽकृतिना ज्ञानेन निरूप्यत इत्यतः स्वशास्त्रनिरूपणमेवेदम्, एवं च दर्शयति -
भा० तद्यथा-घट इत्युक्ते योऽसौ चेष्टोनिवृत्त ऊर्ध्वकुण्डलौष्ठायतवृत्त-ग्रीवोऽधस्तात् परिमण्डलो जलादीनामाहरणधारणसमर्थ उत्तरगुणनिर्वर्तनानिवृत्तो द्रव्यविशेषस्तस्मिन्नेकस्मिन् विशेषवति तज्जातीयेषु वा सर्वेष्वविशेषात् परिज्ञानं नैगमनयः । એવા જીવાદિ પદાર્થો સંબંધી તેમજ બાહ્ય એવા ઘટ, પટ વગેરે પદાર્થોના અધ્યવસાયભેદો એટલે કે વિજ્ઞાન-પ્રકારો રૂપ નયો છે. “અધ્યવસાય' શબ્દની વ્યુત્પત્તિ જણાવે છે - અધિકતાએ જેના વડે જણાય તે અધ્યવસાય કહેવાય. (મથિયેન વસીયતે યેન સોડથ્યવસાય ) અધ્યવસાય એટલે પ્રત્યય = વિજ્ઞાન = બોધવિશેષ. અન્તરાખિ - શબ્દનો ભેદ' અર્થ છે. પતાનિ શબ્દથી નૈગમ આદિ પાંચ જયો જણાવાય છે. અહીં કહેવાનો સારાંશ આ છે કે, દરેક વસ્તુ પોતે જ અનેક ધર્માત્મક છે. વસ્તુમાત્રમાં અનેક ધર્મો રહેલાં છે. આથી તે તે ધર્મની પ્રધાનતાની અપેક્ષાએ (અર્થાત્ તે તે ધર્મને મુખ્ય કરીને – આગળ કરીને) વસ્તુનું અનેક આકારવાળું જ્ઞાન થાય છે અને તે જ્ઞાન દ્વારા વસ્તુનું નિરૂપણ કરાય છે. આ અનેક આકારવાળું = પ્રકારવાળું જુદું જુદું જ્ઞાન એ જ (વસ્તુના એક અંશને જાણનારું હોવાથી) નય તરીકે કહેવાય છે. આમ આ નય-વાદ એ સ્વ-શાસ્ત્રનું જ નિરૂપણ છે, અન્ય-શાસ્ત્રનું નહીં.
આ જ વાત હવે ભાષ્યકાર બતાવે છે. અર્થાત્ નયો એ અનેકધર્મવાળી વસ્તુના એકાંશનું શી રીતે જ્ઞાન કરે છે, તે ભાષ્યમાં બતાવે છે.
ભાષ્ય તે આ પ્રમાણે પદ એમ કહેવાતાં નૈગમ-નય આ પ્રમાણે જાણે છે) જે આ ચેષ્ટા વડે બનેલો, તથા ઉપર ગોળાકારે બે ઓષ્ઠ (હોઠ) જેના છે અને દીર્ઘ તેમજ ગોળ જેની ગ્રીવા (ડોક, ગળાનો ભાગ) છે, અને નીચેના ભાગમાં સર્વ બાજુએ ગોળ છે, તેમજ જલ આદિને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવામાં (હેરફેર કરવામાં) અને ધારણ કરવામાં સમર્થ હોય તથા ઉત્તર-ગુણોની પરિસમાપ્તિ થવાથી નિષ્પન્ન = તૈયાર થયેલ જે દ્રવ્યવિશેષ છે, તેવા વિશેષવાળા/ભેદોવાળા એક ઘટ વસ્તુમાં અથવા તેવા (પૂર્વોક્ત) પ્રકારવાળા સર્વ ઘટોમાં અવિશેષથી (સામાન્યથી) જે પરિજ્ઞાન (નિશ્ચયાત્મક જ્ઞાન) કરવું તે નિગમનય” કહેવાય. ૨. સર્વતિપુ ! પતન્દ્ર મુ. ૨. ટીનું I fપ મુ. I