________________
४६०
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨
एवेति निश्चेष्यति तथा सति नैव स्वेच्छा स्वतन्त्राणामभ्यनुज्ञाता, वस्त्वंशोऽभ्युपेयो वस्तुभागश्च प्रोज्झ्यः, यस्मादेकस्यापि पदस्यारोचनान्मिथ्यादर्शनमिति एवंविधदोषोपचिक्षिप्सया चोदयति । अथ पक्षान्तरमाश्रयिष्यति तत्राप्यस्य सुखेन विप्रतिपत्तिदोषं चोदयिष्यामीति मत्वा प्रश्नयति, सूरिस्तूभयमप्येतत् परित्यजन् पक्षान्तरमाश्रयते अत्रोच्यते इति । नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्राः, किं तर्हि ? तदाह - ज्ञेयस्येत्यादि । विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य बाह्यस्य चार्थस्य घटपटादेः अध्यवसायान्तराणि विज्ञानभेदाः, आधिक्येनावसीयन्ते - परिच्छिद्यन्ते
આવશે નહીં. (આથી આગળ જે વિપ્રતિપત્તિ રૂપ દોષ અને તેનું સમાધાન આપવાના તે નિરર્થક બની જશે.) અને જો આ નયો એ સ્વતંત્ર જ છે અર્થાત્ જિનવચનનો જ પોતાની બુદ્ધિ વડે વિભાગ (વિવેચન) કરનારા છે એવો નિશ્ચય કરશો તો સ્વતંત્ર લોકોની અથવા નયોની સ્વેચ્છાને જૈનપ્રવચનમાં સંમતિ-અનુજ્ઞા આપેલી નથી. વસ્તુનો કોઈ એક અંશભાગ સ્વીકાર્ય છે અને વસ્તુનો બીજા ભાગ એ ત્યાજ્ય છે, અસ્વીકાર્ય છે આવા પ્રકારની સ્વેચ્છા બરાબર નથી, કારણ કે જિનવચનના કોઈ એક પણ પદની અરુચિ-અશ્રદ્ધા થાય તો મિથ્યાદર્શન - મિથ્યાત્વ મનાય. ખરેખર તો જિનવચનના પ્રત્યેક પદની રુચિ/શ્રદ્ધા હોવી ઘટે. એ જ સમ્યગ્દર્શન કહેવાય. આવા પ્રકારના દોષનો આક્ષેપ કરવાની ઇચ્છાથી પૂર્વપક્ષ દોષનું સૂચન(ઉદ્ભાવન) કરે છે.
અને જો પક્ષાંતરનો એટલે કે બીજા પક્ષનો આશ્રય કરશે તો તેમાં પણ આ ગ્રંથકારને સુખેથી વિપ્રતિપત્તિ = વિરુદ્ધ માન્યતા/સ્વીકાર રૂપ દોષનું હું સૂચન કરીશ એમ માનીને પૂર્વપક્ષે પ્રશ્ન કરેલો છે. ગ્રંથકાર આચાર્ય ભગવંત પૂર્વપક્ષે કહેલાં આ બેય પક્ષોને છોડી દઈને અન્ય ત્રીજા જ પક્ષનો આશ્રય કરે છે - આ વિષયમાં જવાબ કહેવાય છે
=
જવાબ ઃ આ નૈગમ આદિ નયો એ તન્ત્રાન્તરીય એટલે કે જૈનશાસ્ત્રથી અન્ય શાસ્ત્રોમાં થયેલ વાદીરૂપ નથી. વળી સ્વતંત્ર એટલે જિનવચનનો જ સ્વબુદ્ધિથી વિભાગ/વિવેચન કરનારા અને સ્વબુદ્ધિ વડે અયથાર્થ વસ્તુના નિરૂપક પણ નથી.
પ્રશ્ન ઃ તો આ નયો શું છે ?
જવાબ : આ નૈગમ આદિ પાંચ નયો એ જ્ઞેય એવા અર્થના/વિષયના અધ્યવસાય વિશેષ રૂપ છે એમ સમસ્ત અર્થ છે. અવયવ-અર્થ આ પ્રમાણે છે. શેય એટલે વિજ્ઞાન વડે/બોધ વડે ગમ્ય = જાણવા યોગ્ય અને પોતાને આત્મા વડે સંવેદન કરાતાં/અનુભવાતાં ૧. સર્વપ્રતિષુ । જ્ઞાતો॰ મુ. | ૨. ૩.પૂ. । વાદ્યાર્થ૰ મુ. ।