________________
४५९
સૂ૦ રૂ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् स्वतन्त्रा एवेति । स्वं आत्मीयं तन्त्रं शास्त्रं येषां ते स्वतन्त्राः, स्वप्रधानाः जिनवचनमेव स्वबुद्धया विभजन्त एवमाहुः । चोदकपक्षग्राहिण इति । चोदको दुरुक्तानुक्तादिसूचकस्तस्य पक्षो विषयः तं चोदकपक्षं ग्रहीतुं शीलमेषामिति चोदकपक्षग्राहिणः । मतिभेदो बुद्धिभेदस्तेन विप्रधाविताः, अयथार्थनिरूपका इतियावत् । एवं चोदयतोऽयमभिप्रायः-यद्ययं तन्त्रान्तरीयत्वमेषां दर्शयिष्यति नास्य वक्ष्यमाणो विप्रतिपत्तिदोष आपत्स्यते, अथ स्वतन्त्रा પ્રવચનથી અન્ય છે એ શું નયો કહેવાય છે? કે પછી (વિપથવિતા:) આ નયો એ સ્વતંત્ર જૈનશાસનમાં જ રહેલ પોતાની મતિભેદથી અર્થાત્ બુદ્ધિ વડે વસ્તુનું અયથાર્થરૂપે નિરૂપણ કરનાર છે? આ પ્રમાણે પ્રશ્ન વાક્યનો સમૂહ-અર્થ થયો. તેના એક એક અવયવનો અર્થ ટીકામાં કહે છે.
ભાષ્યમાં સાવિત્ શબ્દ છે તે “ત' એવા પક્ષાન્તર = અન્ય પક્ષને સૂચવનારાં નિપાતના અર્થમાં પ્રયોજેલો છે. એટલે કે “અથવા એવા અર્થમાં છે. સ્વતંત્ર પવા અહીં
સ્વતંત્ર એટલે સ્વ = પોતાનું, આત્મીય, તંત્ર = એટલે શાસ્ત્ર, એ છે જેઓનું તે સ્વતંત્ર કહેવાય. અર્થાત્ સ્વ-પ્રધાન = પોતાના જ અભિપ્રાયને મહત્ત્વ આપનારા કેટલાંક વ્યક્તિઓ જિનવચનને જ પોતાની બુદ્ધિ વડે વિભાજિત કરે છે, વિશ્લેષણ કરે છે. તેઓ આવા “સ્વતંત્ર' કહેવાય છે. વળી આવા સ્વતંત્ર હોયને ચોદક પક્ષગ્રાહી હોય તેમાં ચોદક એટલે વિવક્ષિત અમુક ગ્રંથમાં જે દુરુક્ત, અનુક્ત આદિ દોષો હોય તેને સૂચવનારા... જે અર્થ ખોટો હોય - અયથાર્થ હોય તે દુરુક્ત કહેવાય અને કહેવા યોગ્ય જે વસ્તુને યથાસ્થાને ન કહી હોય તે “અનુક્ત' કહેવાય. આવા દોષને સૂચવનારનો જે પક્ષ = વિષય તેનું ગ્રહણ કરનારા = ગ્રહણ કરવાના સ્વભાવવાળા હોવા ઉપરાંત મતિભેદ વડે = બુદ્ધિ-ભેદ વડે વિપ્રધાવિત છે = એટલે કે અયથાર્થ વસ્તુનું નિરૂપણ કરનારા આ નયો છે ? આમ પાન્તરમાં પ્રશ્ન કરનારે ત્રણ વાત રજુ કરી. આ નયો એ શું (૧) સ્વતંત્ર જ છે (૨) ચોદકપક્ષગ્રાહી = અનુક્ત આદિ દોષને સૂચવનારના પક્ષને ગ્રહણ કરનારા અર્થાત્ દોષોનું - ઉદ્દભાવન કરનારા અથવા (૩) પોતાની બુદ્ધિ વડે યથાર્થ વસ્તુનું નિરૂપણ કરનારા છે ?
આ રીતે પ્રશ્ન ઉઠાવનાર - પૂર્વપક્ષનો આશય આ પ્રમાણે છે – જો આ ગ્રંથકાર આ નિયોને તંત્રાન્તરીય એટલે કે જૈનશાસ્ત્રથી સિવાય અન્ય - શાસ્ત્રમાં થયેલાં છે એમ બતાવશે કહેશે તો આગળ કહેવાતો વિપ્રતિપત્તિ = વિરુદ્ધવિપરીત-સ્વીકાર રૂપ દોષ ૨. પવિપુ ! યથા યo પૂ. |