________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४४९ विद्यमानं घटं चेष्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यमस्ति, अनभिधेयत्वात्, यदि चास्य घटशब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्ताः सर्वसङ्करैकत्वादयो दोषा उपजायेरन्, इत्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यशब्दस्याभिधेयो भवति, एवमसङ्क्रमगवेषणपरांऽध्यवसायः समभिरूढः ।
एवम्भूतनयलक्षणोनिनीषया आह - આવા સત્ એવા ઘટાદિ પદાર્થોને વિષે અસંક્રમ એટલે કે શબ્દનું અન્ય ઠેકાણે-અન્ય પદાર્થમાં જે અગમન - નહીં જવું તે અર્થાત્ સત્ = વિદ્યમાન-વર્તમાન એવા જ અસંક્રમ રૂપ સમભિરૂઢ-નય છે. દા.ત. : = એવા શબ્દનું વિદ્યમાન અર્થાત્ વર્તમાન જલધારણ આદિ ચેષ્ટાવાળા સ્વરૂપ ઘડાને છોડીને અન્ય અર્થને વિષે એટલે કે લુટ વગેરે શબ્દના અર્થને વિષે “ઘટ’ શબ્દનું અભિયાન (કથન) કરવાનું સામર્થ્ય નથી, કારણ કે “ઘટ’ શબ્દનો તે કુટ' વગેરે રૂપ અર્થ એ અભિધેય-વાચ્ય-કહેવા યોગ્ય અર્થ જ નથી.
ચંદ્રપ્રભા : કારણ કે ઘટ શબ્દ ચેષ્ટાત્મક ઘડાને જણાવે છે, જ્યારે “કુટ' શબ્દ એ કૌટિલ્યપર્યાયથી યુક્ત ઘડાને જણાવે છે. આથી “ઘટ’ શબ્દનો અસંક્રમ હોવાથી તે કુટ’ શબ્દના અર્થ રૂપ ઘડાને જણાવી શકતો નથી. આમ “ઘટ' શબ્દથી જણાતો “ઘડા' રૂપ અર્થ જુદો છે અને કુટી શબ્દથી કહેવાતો “ઘડા' રૂપ અર્થ જુદો છે એમ આ નય માને છે.
પ્રેમપ્રભા અને જો આ “ઘટ’ રૂપ શબ્દનો ‘કુટ’ વગેરે રૂપ પદાર્થ એ અભિધેય-વાચ્ય હોય તો આ રીતે તો સર્વ વસ્તુના (વાચ્ય-વાચક રૂપ સંબંધમાં) સાંકર્યું અને એકત્વ = એકતા/અભેદ વગેરે યથોક્ત - જે પ્રમાણે કહેલાં છે તે બધાં દોષો ઉભા થશે. અર્થાત્ અનભિધેય - અવાચ્ય એવા પણ અર્થનો જો શબ્દ એ વાચક બનશે તો સર્વ શબ્દ સર્વ વસ્તુનું અભિધન (કથન) કરનાર બનવાથી સાંકર્ષ - દોષ આવશે. તથા બધાં જ શબ્દોથી જો અવાચ્ય એવા અર્થ જણાવાતા હોય તો બધાં જ શબ્દો અને અર્થો એક-અભેદ બનવા રૂપ દોષ આવશે. આમ આવા બધા દોષ આવવાથી અન્ય શબ્દથી અભિધેય = વાચ્યકહેવાનો અર્થ એ અન્ય શબ્દનો અભિધેય-વાચ્ય-અર્થ બની શકતો નથી. આ પ્રમાણે અસંક્રમ એટલે “પોતાના વાચ્ય એવા સત્ = વિદ્યમાન અર્થ સિવાયના અન્ય અર્થમાં અગમન' રૂપ સિદ્ધાંતને શોધવામાં તત્પર અર્થાત્ તેનું પ્રતિપાદન કરવામાં પ્રવીણ એવો જે અધ્યવસાય – અભિપ્રાય વિશેષ તે સમભિરૂઢ-નય કહેવાય છે.
હવે શબ્દનયનો જે ત્રીજા ભેદ (૩) એવંભૂત નય છે, તેના લક્ષણને જણાવવાની ૨. પવિપુ પરમ મુ. | ૨. પવિષ ! ફુવા મુ. | રૂ. પૂ. | ચસ્થ શ૦ . I ૪. પૂ. | પરોડ_૦ મુ. |