________________
४५०
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ भा० व्यञ्जनार्थयोरेवम्भूत इति ।
टी० व्यञ्जनेत्यादि । व्यञ्जनं शब्दस्तस्यार्थः अभिधेयो वाय:, तयोर्व्यञ्जनार्थयोरेवं संघटनं करोति घट इति यदिदमभिधानं तच्चेष्टाप्रवृत्तस्यैव जलधारणाहरणसमर्थस्य वाचकं, चेष्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः । इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसाय एवम्भूतोऽभिधीयते इति । અભિલાષાવાળા ભાષ્યકાર આ પ્રમાણે કહે છે –
* એવંભૂત નયનું લક્ષણ છે ભાષ્ય ઃ વ્યંજન અને અર્થનો વિશેષક હોય તે એવંભૂત નય કહેવાય.
પ્રેમપ્રભા : વ્યંજન એટલે શબ્દ અને તેનો “અર્થ એટલે અભિધેય = વાચ્ય રૂપ પદાર્થ.. એવંભૂત-નય આ બે વ્યંજન અને અર્થનું આ પ્રમાણે સંઘટન - સંયોજન કરે છે કે, પર: એવો જે આ શબ્દ છે તે ચેષ્ટા કરવામાં પ્રવર્તતો હોય એટલે કે પોતાની અર્થક્રિયા જલધારણ કરવામાં, લઈ જવામાં સમર્થ બનેલો હોય, એવા જ ઘડા રૂપ અર્થનો વાચક છે. (પણ ખાલી પડી રહેલો હોય તેવા ઘડાનો વાચક નથી, કારણ કે આ નય વડે જલ આદિને લાવવા (આનયન) વગેરે રૂપ ચેષ્ટાને કરતા એવા જ ઘડાને ઘડા તરીકે માનેલો છે. પણ ચેષ્ટા વગેરે પોતાની અર્થક્રિયાથી નિવૃત્ત થયેલો અર્થાત્ જલધારણ કે જલઆનયન વગેરે રૂપ ચેષ્ટાથી રહિત હોય તેને આ નય ઘડા તરીકે સ્વીકારતો નથી. આ પ્રમાણે દરેક વસ્તુની યથાર્થતાનો એટલે કે અત્યંત વાસ્તવિક અર્થનો સ્વીકાર કરનારો જે અધ્યવસાય - બોધવિશેષ તે એવંભૂત નય કહેવાય છે.
ચંદ્રપ્રભા આ ત્રણેય નયો જો કે શબ્દનયના જ ભેદો-પ્રકારો છે, છતાંય તે ઉત્તરોત્તર સૂક્ષ્મસૂક્ષ્મતર અર્થનો સ્વીકાર કરનારા છે. દા.ત. પ્રથમ સાંપ્રત નય એ ઘટ, કુટ, કુંભ વગેરે પર્યાય (સમાનાર્થી શબ્દોનો એક જ ઘડા રૂપ અર્થ માને છે. તેમાં વ્યુત્પત્તિ - એટલે કે ધાતુ પ્રત્યય વગેરે નિમિત્તના તફાવતને કારણે અર્થનો તફાવત સ્વીકારતો નથી. જ્યારે બીજો સમભિરૂઢ રૂપ શબ્દનય એ શબ્દ બદલાતાં અર્થ પણ બદલાય છે એમ માને છે, કેમ કે દરેક શબ્દ કોઈને કોઈ ધાતુ-પ્રત્યય વગેરે નિમિત્તને લઈને બનેલો છે. આથી તેની વ્યુત્પત્તિ જુદી હોવાથી એટલે કે નિરક્તાર્થ જુદો હોવાને લીધે વાચ્ય-અભિધેય રૂ૫ અર્થ પણ જુદો જ હોય. પટઃ શબ્દથી જે ઘડો કહેવાય છે તે જ યુદ કે ગુરુ: શબ્દથી નથી કહેવાતો. પણ જુદો જ અર્થ કહેવાય છે. તે જ ૨. પતિપુ ચમ્ મુ. |