________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४५१
भा० अत्राह-उद्दिष्टा भवता नैगमादयो नयाः । तन्नया इति कः पदार्थ इति ? अत्रोच्यते - नयाः प्रापकाः कारकाः साधका निर्वर्तका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम् ।
टी० अत्रावकाशे चोदकः प्रश्नयति- उद्दिष्टाः अभिहिताः लक्षणतस्त्वया नैगमादयः પ્રમાણે ઇન્દ્ર, શક્ર, પુરન્દર અને રાજન્, નૃપ, નૃપતિ વગેરે શબ્દો સંબંધી પણ સમજવું. આમ દરેક શબ્દની નિરુક્તિ-વ્યુત્પત્તિ જુદી હોવાથી અર્થ જુદો પડે છે તેને લઈને પર્યાયવાચક શબ્દોનો પણ અર્થ પરસ્પર જુદો હોય છે એમ આ સમભિરૂઢ નય માને છે. સાંપ્રત શબ્દનય પર્યાય શબ્દોનો એક જ અર્થ માનતો હતો. જ્યારે આ નય પર્યાય શબ્દોનો પણ અર્થ પરસ્પર જુદો માને છે. શબ્દે શબ્દે જુદો અર્થ માને છે. આમ સાંપ્રતનય કરતાં આ સમભિરૂઢ નય વધારે સૂક્ષ્મ છે.
સમભિરૂઢ નય કરતાં પણ ત્રીજો એવંભૂત નયરૂપ શબ્દનય વધુ સૂક્ષ્મ અર્થનો સ્વીકાર કરે છે. સમભિરૂઢ નય તો ચેષ્ટા વગેરે ક્રિયા રૂપ શબ્દનું નિમિત્ત બદલાતાં શબ્દનો અર્થ જુદો પડે છે એમ માને છે. જ્યારે એવંભૂત નય તો કહે છે કે તે શબ્દના નિમિત્તભૂત ચેષ્ટા પણ પ્રવર્તતી હોય ત્યારે જ તે યથાર્થ કહેવાય. અર્થાત્ જે ઘડો જલને ધારણ કરવાની અથવા લાવવા વગેરે પોતાની ચેષ્ટારૂપ ક્રિયાને કરતો હોય ત્યારે જ તે ‘ઘડો’ કહેવાય. પરંતુ ઉક્ત ચેષ્ટારૂપ ક્રિયા ન કરતો હોય ત્યારે તે ઘડો ન કહેવાય. પુરને-શત્રુઓના નગરને હણવાની ક્રિયા કરતો હોય ત્યારે જ ઇન્દ્ર એ પુરંદર કહેવાય. પણ એ સિવાય ઐશ્વર્ય આદિ ભોગવતો હોય ત્યારે (ફર્નીતે કૃતિરૂન્દઃ) ઇન્દ્ર કહેવાય પણ પુરંદર ન કહેવાય. રાજા પણ મનુષ્યોનું - પ્રજાનું રક્ષણ કરે ત્યારે જ ( ન્ત્ પતિ કૃતિ TM + પ = નૃપઃ ) ‘નૃપ’ કહેવાય પણ સૂતો હોય ત્યારે ‘નૃપ' ન કહેવાય એમ આ નય કહે છે. આમ દરેક અર્થ સંબંધી સમજવું. આમ આ ત્રણેય પ્રકારના શબ્દનયો ઉત્તરોત્તર વધુ સૂક્ષ્મ અર્થનો સ્વીકાર કરનારા છે એમ સારાંશ છે. નૈગમાદિ જો કે, સાને ય નયો ઉત્તરોત્તર સૂક્ષ્મ અર્થનો બોધ કરનારા છે, તે અન્ય ગ્રંથોથી જાણી લેવું.
ભાષ્ય : અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઃ આપે નૈગમ વગેરે નયો કહ્યાં. તેમાં નયો’ એ શું પદાર્થ છે ?
જવાબ : આ વિષયમાં કહેવાય છે- ૧. નયો ૨. પ્રાપક ૩. કારક ૪. સાધક ૫. નિર્વર્તક ૬. નિર્ભ્રાસક ૭. ઉપલંભક અને ૮. વ્યંજક એ અનર્થાન્તર છે અર્થાત્ સમાનાર્થીપર્યાય શબ્દો છે.
પ્રેમપ્રભા : અહીં અવકાશ/અવસર હોવાથી ભાષ્યમાં શિષ્ય પ્રશ્ન કરે છે૧. ટીજાનુ॰ । તત્ર ન॰ મુ. |