________________
४४४
तत्त्वार्थाधिगमसूत्रम्
[૫૦ ૨ इति । उपचारो नाम अन्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोपो यः, यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति कुण्डिका स्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति । एवमुपचारप्राय उपचारबहुल इत्यर्थः । विस्तृतो विस्तीर्णोऽनेकोऽर्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ।
ऋजुसूत्रलक्षाऽऽचिख्यासया आह - હોય તે “લૌકિક કહેવાય. આવા લૌકિક પુરુષો સાથે તુલ્ય-સમાન વ્યવહાર નય છે. અર્થાત્ જેમ લૌકિક પુરુષો ઘટ આદિ વિશેષો વડે/ભેદો વડે જ વ્યવહાર કરે છે, તેમ આ વ્યવહારનય પણ વિશેષો વડે જ વ્યવહાર કરે છે, વસ્તુનો બોધ કરે છે. આથી તેને લૌકિકપુરુષસમ કહેલ છે. તથા (૨) ઉપચાર-પ્રાય હોય છે. ઉપચાર એટલે અન્ય ઠેકાણે સિદ્ધ થયેલ અર્થાત્ હકીકતમાં અન્યત્ર રહેલ વસ્તુનો અન્ય ઠેકાણે હોવાનો જે અધ્યારોપ સમારોપણ કરાય તે ઉપચાર કહેવાય. દા.ત. કુંડિકા = કુંડીમાંથી પાણી ઝરતુ હોય, ટપકતું હોય ત્યારે ઉપચારથી કહેવાય છે કે જિલ્લા સ્ત્રવતિ = કુંડી ઝરે છે. અહીં હકીકતમાં કુંડિકામાં રહેલ પાણી ઝરે છે છતાંય કુંડી ઝરે છે એમ ઉપચારથી બોલાય છે. (અહીં “પાણી એ આધેય = રહેનાર છે અને કુંડિકા એ આધાર = રાખનાર છે. આથી આધેય રૂપ પાણીનો આધારભૂત કુંડિકામાં અભેદરૂપે ઉપચાર કરવાથી “કુંડિકા ઝરે છે એમ કહેવાય છે. તથા સ્થા: છિતિ ા માર્ગ જાય છે. અહીં ખરેખર માર્ગ જતો નથી, કિંતુ, માર્ગ ઉપર રહેલ પુરુષ જાય છે. છતાંય જનાર એવા પુરુષનો તેના આધારભૂત માર્ગમાં અભેદરૂપ ઉપચાર કરીને “માર્ગ જાય છે' એમ ઉપચારથી કહેવાય છે. વ્યવહારનય આવા પ્રકારના ઉપચારવાના પ્રયોગોનો પણ સાચા તરીકે સ્વીકાર કરે છે માટે તે ઉપચાર-પ્રાય: = ઉપચાર બહુલ કહેવાય છે. (જૈનશાસ્ત્રોમાં કહેલાં દસ પ્રકારના સત્યો પૈકી જે ઉપચારસત્ય કહેલું છે તેનો આ નયમાં અંતર્ભાવ થાય છે.) તથા (૩) વિસ્તૃત અર્થવાળો વ્યવહાર નય છે. વિસ્તૃત એટલે વિશાળ અનેક અર્થો રૂપ જોય = જાણવા યોગ્ય પદાર્થો જેમાં છે તે વિસ્તૃત-અર્થવાળો કહેવાય. આવા પ્રકારનો જે અધ્વયસાય-વિશેષ (બોધ-પ્રકાર) એ વ્યવહારનય એમ કહેવાય છે.
# જુસૂત્ર નયનુ સ્વરૂપ એક હવે ચોથા ઋજુસૂત્ર નયના લક્ષણની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે– ૨. પારિપુ ! વ્યાવિ૦ મુ. I