________________
४४२ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૧ उच्यते अस्य चार्थस्य अयं वाचक इति, यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स च सामान्यविशेोऽऽलम्बीत्येतद् दर्शयति-देशसमग्रग्राहीति । यदा हि स्वरूपतो घटमयं निरूपयति तदा सामान्यघटं सर्वसमानव्यक्त्याश्रितं घट इत्यभिधानप्रत्यर्ययोर्हेतुमाश्रयत्यतः समग्रग्राहीति । तथा विशेषमपि सौवर्णो मृण्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयत्यतो देशग्राहीति भण्यते नैगमनयः ।
सम्प्रति सङ्ग्रहस्य लक्षणमाह -
भा० अर्थानां सर्वैकदेशसंग्रहणं सङ्ग्रहः । અર્થનો આવો ધટ: વગેરે રૂપ શબ્દ એ વાચક છે, જણાવનાર છે. આવા પ્રકારનો જે અધ્યવસાય – જ્ઞાનાત્મક અભિપ્રાય તે પણ નૈગમ ન કહેવાય.
આ નૈગમ-નય એ બે પ્રકારનો છે અર્થાત્ સામાન્ય અને વિશેષ એવા પદાર્થનું અવલંબન કરનારો (બોધક) છે એમ બતાવતાં ભાષ્યકાર કહે છે - એક નૈગમનય (૧) દેશનો = વિશેષઅર્થનો ગ્રાહી (ગ્રહણ કરનારો) છે અને બીજો નૈગમ નય (૨) સમગ્રનો = સામાન્ય અર્થનો ગ્રાહી છે.
સમગ્ર (સામાન્ય)ગ્રાહી નૈગમ ક્યારે હોય? તે કહે છે દા.ત. જ્યારે આ નૈગમનય સ્વરૂપથી ઘટનું નિરૂપણ કરે છે ત્યારે તે સામાન્ય ઘટનો આશ્રય કરે છે, બોધ કરે છે. પ્રશ્ન ઃ કેવા સામાન્યઘટનો બોધ કરે છે? જવાબઃ તે ઘડા સાથે સર્વ સમાન ઘડા રૂપ વ્યક્તિનો આશ્રય કરનારા - સાંકળનારા, પર: (આ ઘડો છે) એવા પ્રકારના કથન (અભિધાન) અને બોધ (પ્રત્યય)ના કારણભૂત એવા સામાન્યઘટનો બોધ કરે છે. ટૂંકમાં સામાન્યથી સર્વપ્રકારના ઘડાને - ઘડા માત્રને સાંકળીને ઘડાનો બોધ કરે છે. માટે આ સમગ્ર-ગ્રાહી નૈગમ કહેવાય છે. તથા આ નૈગમ-નય વસ્તુમાં રહેલ વિશેષોનો = ભેદોનો પણ બોધ કરે છે. દા.ત. આ ઘડો તો ખરો પણ વિશેષથી - સુવર્ણનો બનેલો છે, માટીનો બનેલો છે, ચાંદીનો બનેલો છે અથવા સફેદ છે ઇત્યાદિ વિશેષ ધર્મોનું નિરૂપણ કરે છે. આથી આ નિગમન, દેશગ્રાહી (= વિશેષગ્રાહી) એમ કહેવાય છે. હવે ભાષ્યમાં સંગ્રહનયના લક્ષણને કહે છે –
ભાષ્ય : અર્થોના સર્વનું = સામાન્યનું અને એક દેશનું = વિશેષનું એકરૂપે ગ્રહણ કરવું તે સંગ્રહ-નય કહેવાય છે. ૨. પવિપુ ! ના. મુ. | ૨. પાષિ / પાવ૦ મુ. | રૂ. પૂ. I ત્યય મુ. | ૪. ટીનુo | દેશ૦ મુ. |