________________
૪૪૦ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ इति समुच्चये परिसमाप्तौ वा ।
भा० अत्राह-किमेषां लक्षणमिति ? । अत्रोच्यते
टी० अत्राहेत्यादि । अस्मिन्वसरे नैगमादीनामध्यवसायविशेषाणां लक्षणजिज्ञासया विविक्तचिह्नपरिज्ञानाभिप्रायेणाह-किं लक्षणमेषामिति । अत्रोच्यते-लक्षणम्
भा० निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः, शब्दार्थपरिज्ञानं वा देशसमग्रग्राही પ્રેમપ્રભાઃ વળી બીજુ ઉદાહરણ એ કે જેમ ઘણી વસ્તુ હોય તો તેને વિષે એકવચનનો પ્રયોગ એ યથાર્થ – યોગ્ય નથી. ઘણી વસ્તુને જણાવવા માટે “બહુવચન' શબ્દનો પ્રયોગ જ કરવો ઉચિત છે. કેમ કે “બહુવચન' પ્રયોગ વડે જ બહુત્વ સંખ્યા જણાવાય છે, એકવચન શબ્દ વડે નહીં. એકવચન શબ્દ વડે તો એકત્વ-સંખ્યા જ કહેવાય છે. આમ સર્વત્ર વસ્તુ જેવી હોય તેવો જ શબ્દપ્રયોગ કરાય છે અને શબ્દ વડે પણ તેનું નિમિત્ત જેવું હોય તે પ્રમાણે જ અર્થ જણાવાય છે - કહેવાય છે. અર્થાત ક્રિયા વગેરે નિમિત્તને લઈને જ સર્વ શબ્દોની પ્રવૃત્તિ થતી હોવાથી તે નિમિત્તની હાજરી જે વસ્તુમાં હોય તે જ વસ્તુ તે તે શબ્દના પ્રયોગ વડે અભિહિત થાય છે, કહેવાય છે એમ એવંભૂતશબ્દનયનો અભિપ્રાય છે.
ભાષ્યમાં છેલ્લે જે કૃતિ શબ્દ મૂકેલો છે તેનો અર્થ સમુચ્ચય છે અથવા તો પરિસમાપ્તિ અર્થ છે, એમ જાણવું. હવે ભાષ્યમાં શિષ્યાદિ આ નયોના જ લક્ષણ અંગે પ્રશ્ન કરે છે.
ભાષ્ય : અહીં શિષ્યાદિ પૂછે છે. પ્રશ્ન ઃ આ નયોનું લક્ષણ શું છે? જવાબઃ આ વિષયમાં (જવાબ) કહેવાય છે
* નૈગમાદિ નયોના લક્ષણો જ પ્રેમપ્રભા : આ અવસરે શિષ્યાદિ અન્ય વ્યક્તિ નૈગમ આદિ નયો કે જે અધ્યવસાય = બોધ વિશેષ સ્વરૂપ છે, તેના લક્ષણોને જાણવાની ઇચ્છા વડે એટલે કે તે તે નયોના જુદા જુદા ચિહ્નોનું (લક્ષણોનું) જ્ઞાન કરવાના આશયથી આ પ્રમાણે પૂછે છે – પ્રશ્ન : આ નૈગમાદિ નયોનું લક્ષણ શું છે? ભાષ્યકાર જવાબ આપતાં કહે છે- આના જવાબમાં નૈગમાદિ નયોનું લક્ષણ કહેવાય છે. જવાબ :
૬. ૩.પૂ. I ૨૦ મુ. | ૨. ટાનુ0 | વૈ૦ મુ. |