________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४३९ एवं संज्ञान्तरोक्तेः संज्ञान्तराभिधानमवस्त्विति प्रतिपादिते एवम्भूतनय आह-निमित्तं क्रियां कृत्वा शब्दाः प्रवर्तन्ते, न हि यदृच्छाशब्दोऽस्ति, अतो घटमान एव घटः, कुटुंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तस्यैव दण्डित्वम्, अन्यथा व्यवहारलोपप्रसङ्गः । न चासौ तदर्थः, अनिमित्तत्वाद् यथा बहुषु एकवचनम्, સમભિરૂઢ-નય વડે પોતાના મતનું કથન કરાયે છતે હવે એવભૂત-નય પોતાનો અભિપ્રાય પ્રગટ કરવા તત્પર બને છે.
જ એવંભૂત નથઃ વ્યુત્પત્તિ-અર્થની હાજરીમાં જ વસ્તુ સત્ એક | (૩) એવંભૂત શબ્દનય : આ નય કહે છે કે દરેક શબ્દો કોઈને કોઈ ક્રિયાને નિમિત્ત બનાવીને પ્રવર્તે છે, અર્થાત્ પ્રયોજાય છે – અર્થને જણાવે છે. કોઈપણ શબ્દ યદચ્છા એટલે એમને એમ મનફાવે તેમ પ્રયોગ કરાતો નથી. એવા શબ્દો એ શબ્દો જ નથી. આથી જે વસ્તુ પોતાના (અભિધાનના/શબ્દના) નિમિત્ત રૂપ ક્રિયાને કરતી હોય ત્યારે જ તે તે વસ્તુ સત્ કહેવાય. દા.ત. જે ઘડો ઘટમાન હોય - જલધારણ આદિ ચેષ્ટા કરતો હોય તે જ (પદ રૂતિ) “ઘટ' કહેવાય. અને દર્દ : I એટલે કે કુટિલતા-વક્રતા ધારણ કરતો હોય ત્યારે જે તે કુટ' કહેવાય તથા શત્રુના નગરને બાળવામાં પ્રવૃત્ત થયેલો હોય ત્યારે જ શક્ર એ (પુરં વાર તોતિ પુર:) પુરંદર કહેવાય. (શાથી આવું માને છે ? તે કહે છે) જેમ “દંડના સંબંધનો અનુભવ કરવામાં પ્રવર્તતા પુરુષમાં જ ડિત્વ (દંડવાળાપણુ) ઘટે છે અર્થાત્ આવો પુરુષ જ તે વાડી (દંડવાળો) કહેવાય. સાતિ વર્ચ- જેની પાસે દંડ છે તે (U+ ) વાહી કહેવાય. આ રીતે દંડી શબ્દની પ્રવૃત્તિ દંડના સંબંધને લઈને થયેલી છે માટે દંડવાળો હોય ત્યારે જ તે પુરુષ “દંડી' કહેવાય. જો આમ ન માનીએ તો વ્યવહારનો લોપ થવાનો પ્રસંગ આવે.
ચંદ્રપ્રભા : અર્થાત્ લોકમાં દંડવાળા પુરુષને જ “દંડી' કહેવાય છે અને તેવા વ્યવહારનું કારણ પુરુષ સાથે દંડનો સંબંધ જ છે. જો દંડના સંબંધ વિના પણ દંડી કહેવાય તો પછી બધાંય પુરુષને દિંડી કહેવા પડે. આમ થવાથી વ્યવહાર લોપાય - દૂષિત થાય છે. કારણ કે “દંડી' શબ્દની પ્રવૃત્તિનું જે નિમિત્ત - દંડનો સંબંધ (સંયોગ) એ પુરુષમાં નથી માટે આવો દંડના સંયોગ વિનાનો પુરુષ એ કાંઈ “દંડી' શબ્દનો અર્થ નથી, માટે દંડ-સંબંધવાળાને જ દંડી કહેવો ઉચિત છે, તેમ સર્વ ઠેકાણે શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત રૂપ (પૂર્વોક્ત) ક્રિયાની હાજરી હોય ત્યારે જ તે તે શબ્દ વડે તે તે અર્થ જણાવાય છે. ૨. પવિપુ. વૃત્તવાસ . | અધ: I ૨. પૂ. I સુનૈવ મુ. |