________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४४५ भा० सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमजुसूत्रः ।
टी० सतामित्यादि । सतां विद्यमानानां, न खपुष्पादीनामसतां, तेषामपि साम्प्रतानां वर्तमानानामिति यावत् अर्थानां घटादीनां अभिधानं शब्दः परिज्ञानम् अवबोधो विज्ञानमिति यावत्, अभिधानं च परिज्ञानं चाभिधानपरिज्ञानं यत् स भवति ऋजुसूत्रः । एतदुक्तं भवति-तानेव व्यवहारनयाभिमतान् विशेषानाश्रयन् विद्यमानान् वर्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति नातीतानागते, तेनानभिधीयमानत्वात् कस्यचिदर्थस्य । तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात्, अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवान्विच्छन् अध्यवसाय: स ऋजुसूत्र इति ।
ભાષ્ય : સત્ = એટલે વિદ્યમાન એવા સાંપ્રત = વર્તમાન અર્થો સંબંધી જે અભિધાન (શબ્દ) અને બોધ તે ઋજુસૂત્ર નય કહેવાય.
પ્રેમપ્રભા : સત્ એટલે જે વિદ્યમાન હોય, પણ આકાશના કુસુમની જેમ અસત્અવિદ્યમાન ન હોય. તથા સાંપ્રત એટલે વર્તમાન = વર્તતાં, વર્તમાનકાલીન... આમ વર્તમાન એવા જે સત્ = વિદ્યમાન ઘટ વગેરે પદાર્થો છે, તેના સંબંધી અભિધાન એટલે કે શબ્દ અને પરિજ્ઞાન એટલે બોધ થવો તે ઋજુસૂત્ર-નય કહેવાય એમ શબ્દાર્થ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે જ પૂર્વે કહેલ વ્યવહારનયને સંમત/ઇષ્ટ એવા વસ્તુના વિશેષોને/ભેદોને આશ્રય કરતો છતાં, તેમાં પણ સતુ = વિદ્યમાન અને વર્તમાન ક્ષણે વર્તનારા એવા જ પદાર્થોનો સ્વીકાર કરનારો અભિપ્રાય-વિશેષરૂપ ઋજુસૂત્રનાય છે. વળી અભિધાન એટલે કે શબ્દ પણ જે વર્તમાન હોય તેનો જ અંગીકાર કરે છે પણ ભૂતકાળના અને અનાગત = ભવિષ્યકાળના શબ્દોનો સ્વીકાર કરતો નથી. કારણ કે, તેના વડે કોઈપણ અર્થનું અભિધાન = કથન થઈ શકતું નથી એમ માને છે. તથા પરિજ્ઞાન એટલે કે બોધ પણ જે વર્તમાન હોય, વર્તમાન ક્ષણે વર્તતો હોય તેનો જ સ્વીકાર કરે છે. પણ ભૂતકાળમાં થયેલ અથવા ભવિષ્યમાં થનાર એવા જ્ઞાનનો સ્વીકાર કરતો નથી. કારણ કે, અતીત અને આગામી જે જ્ઞાન/બોધ છે, તેના સ્વભાવનો (સ્વરૂપનો) નિશ્ચય (અવધારણ) થતો નથી. આથી વસ્તુનું/પદાર્થનું અભિધાન = કથન અને તેનો બોધ પણ વર્તમાનકાલીન હોય અને પોતાનો હોય (બીજી વ્યક્તિનો નહીં) તેને જ ઇચ્છતો -સ્વીકારતો એવો જે અધ્યવસાયઅભિપ્રાયવિશેષ તે ઋજુસૂત્રનય કહેવાય છે.