________________
સૂ૦ રૂ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४३७ इत्युक्ते द्राग् वृक्षेऽस्ति सम्प्रत्ययः । अस्तित्वे असम्प्रमोहे च संज्ञान्तरकल्पनायामिहापि तर्युक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्वप्रसङ्गः प्रविश, पिण्डी, भक्षयेत्यस्य गमात्, तथाऽस्तिर्भवन्तीपरः प्रथमपुरुषेऽप्रयुज्यमानोऽप्यस्तीति गम्यते, वृक्षः प्लक्षोऽस्तीति गम्यते અને શક્ર શબ્દ બે એક જ અર્થને જણાવે છે. આથી પુરન્દર (શક્ર) વગેરે શબ્દોને “ઈન્દ્ર' શબ્દના પર્યાય-શબ્દો એટલે કે સમાન-અર્ચના વાચક શબ્દો કહેવા જોઈએ. (આ પ્રમાણે ઇન્દ્ર, શક્ર વગેરેને પર્યાય = એકઅર્થવાળા શબ્દો માનનારા સાંપ્રત-નયવાદીએ પ્રશ્ન ઉઠાવતાં સમભિરૂઢ નયવાદી જવાબ આપે છે.)
સમાધાન : તમારી આ વાત પણ બરાબર નથી. જો પ્રતીત હોવાથી, સંમોહ/મુંઝવણ ન થવા માત્રથી અને લોકમાં પ્રસિદ્ધ હોવાથી ભિન્ન શબ્દો દ્વારા પણ એક જ વસ્તુનો બોધ થઈ શકતો હોય તો બીજા અનેક દોષો આવશે. જુઓ, પ્રતીત હોવાથી જ જો ભિન્ન શબ્દો વડે એકાર્થનો બોધ માનશો તો સામાન્ય(વાચક) અને વિશેષ(વાચક) શબ્દો વચ્ચે પણ પર્યાયપણુ અર્થાત્ સમાનાર્થ વાચકપણું માનવાનો પ્રસંગ આવશે જ. કારણ કે, નક્ષ: (પીપળો) એ પ્રમાણે કહેવાતે છતે તુરત “વૃક્ષ' અર્થનો બોધ થાય છે. અહીં “નઃ' એ વિશેષવાચક છે. “લક્ષ' બોલવાથી “વૃક્ષની પ્રતીતિ થતી હોવાથી વિશેષ (પ્લેક્ષ) અને સામાન્ય (વૃક્ષ) એ બેના વાચક પ્લેક્ષ, વૃક્ષ (તથા આંબો, વૃક્ષ) વગેરેને પણ પર્યાય-શબ્દ માનવાની આપત્તિ આવશે.
અહીં પણ પ્લેક્ષ, વૃક્ષ વગેરેમાં અસ્તિત્વની બાબતમાં કોઈ મુંઝવણ કે અસમંજસતા ન હોવાથી પ્લેક્ષની “વૃક્ષ' એવી બીજી સંજ્ઞા (નામ)ની કલ્પના કરાશે એમ જો તમે કહેશો તો અહીં પણ આગળ કહેવાતી બીજી વાતમાં દોષ આવશે. અર્થાત્ ઉક્ત (ઉચ્ચારેલ) શબ્દ દ્વારા અનુક્ત - (જેનો ઉલ્લેખ કરાયો નથી તે) અનલિખિત વસ્તુનો બોધ થયે છતે તેને પણ પર્યાય (એકાWક) માનવાનો પ્રસંગ આવશે. દા.ત. કોઈ વ્યક્તિ બીજાને કહે, પ્રવિણ (પ્રવેશ કર, અંદર આવ.) અહીં પૂર્દ = “ઘરમાં' વગેરે અર્થ અનુક્ત છતાં સમજાઈ જાય છે. પિvી... અહીં આટલું વાક્ય બોલાતાં જ અક્ષય (ભોજન કર) એવા પદનો ઉલ્લેખ/ઉચ્ચારણ નથી છતાં સામા વ્યક્તિને તે જણાઈ જાય છે કે પેંડો ખા...” આવો અર્થ પદના ઉચ્ચારણ વિના પણ કરવામાં કોઈને મુંઝવણ અનુભવાતી ન હોવાથી અક્ષય ને પર્યાય (એક-અર્થવાળો) માનવાની આપત્તિ રૂપ દોષ આવશે. (આ રીતે મનાય તો તે ઘણું અસમંજસ - બેઘાઘંટુ અનર્થ રૂપ બની જાય.) ૨. પરિવુ નૈ જૈ. I દ્રાક્ષ, પૂ. ૨. સર્વપ્રતિપુ વાસં૦ મુ. I